android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: વાઘોડિયામાં ધારાસભ્યની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન
calendar_today September 6, 2026

Vadodara: વાઘોડિયામાં ધારાસભ્યની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન

વાઘોડિયા : વાઘોડિયા નગરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને નગરને સુંદર બનાવવાના ઉપદેશ સાથે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહી જાતે સફાઈ કામગીરીમાં જોડાઈને ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ સ્વચ્છતા ઝુંબેશ વાઘોડિયા નગરના ST ડેપોથી શરૂ થઈને જય અંબે ચોકડી સુધી યોજવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાન દરમિયાન નગરના મુખ્ય માર્ગો પરથી કચરો દૂર કરી સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાનો અને પર્યાવરણને સ્વચ્છ રાખવાનો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકાના પ્રમુખ બ્રિજેશ ગોસ્વામી, ભાજપ સંગઠન પ્રમુખ જયભાઈ જોશી અને તેમની સમગ્ર ટીમ, નગરપાલિકાના તમામ કોર્પોરેટરો ભાઈઓ તેમજ બહેનો તેમજ સ્થાનિક સફાઈ કામદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: જરોદ ગામે જન્માષ્ટમીના મેળામાં જનમેદની ઊમટી
calendar_today September 6, 2026

Vadodara: જરોદ ગામે જન્માષ્ટમીના મેળામાં જનમેદની ઊમટી

જરોદ : વાઘોડીયા તાલુકાનાં જરોદ ગામે વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલ ચંદ્રેશ્વર મહાદેવ ખાતે પ્રતિવર્ષ મુજબ, જન્માષ્ટમીએ (ગોકુળ આઠમ) મેળો ભરાયો હતો. જેમાં જનમેદની ઊમટી હતી. જરોદ પોલીસ દ્વારા મેળામાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સાથે દ્વારકાધીશ મંદિર, રણછોડજી મંદિરમાં જન્માષ્ઠમી નિમિતે ધાર્મિક પ્રોગ્રામ યોજાયાં હતાં. તેમજ રાત્રે 12 વાગ્યે મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આ દિવસે સવારે ડૉ. પ્રવિણ પાઠક દ્વારા ગામના જાગનાથ મહાદેવથી શણગારેલી પાલખીમાં શંકર ભગવાનનું મુખારવિંદ મૂકી ગામમા વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શ્રીજી સોસાયટીમાં રણછોડજી મંદિર ખાતે મટકી ફોડવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: કનાયડા ગામે રક્તદાન શિબિરમાં 200 યુનિટ રક્ત એકત્ર
calendar_today September 6, 2026

Dabhoi: કનાયડા ગામે રક્તદાન શિબિરમાં 200 યુનિટ રક્ત એકત્ર

ડભોઇ : ડભોઇ તાલુકાના કનાયડા ગામે રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ કમિટી તથા કનાયડા યંગ સર્કલ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં મહિલા અને પુરુષો સહિત 200 જેટલા દાતાએ બ્લડનું દાન કર્યું હતું. કેમ્પનું આયોજન સુફી એ મિલ્લત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ કલ્લાશરીફ્ની પ્રેરણાથી અને ખલીફાએ સુફી એ મિલ્લત સૈયદ વાહીદ અલી બાવા સાહેબની દુવાથી મોહમ્મદ પૈગંમ્બર સાહેબના 15001માં જન્મદિન પ્રસંગે ડૉ. કનાયડા ગામે કેમ્પમાં સૈયદ મોઈન અલી બાવા તેમજ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મહામંત્રી ચિરાગ શેખની ઉપસ્થિતિમાં કનાયડા પ્રાથમિક શાળા ખાતે મહિલાઓ પુરુષો અને યુવાનો દ્વારા 200 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું. કનાયડાના રાજ કાલુભાઈ તથા પઠાણ ઉર્વશભાઈ અને રાજ અનવરભાઈ વગેરે કેમ્પને સફ્ળ બનાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward