android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bodeli: નગર સહિત તાલુકાના શિવાલયોમાં દર્શનાર્થીઓ ઊમટશે
calendar_today September 6, 2026

Bodeli: નગર સહિત તાલુકાના શિવાલયોમાં દર્શનાર્થીઓ ઊમટશે

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે બોડેલી તાલુકાના પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભીડ ઉમટી પડવાની શક્યતા છે. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે સમગ્ર પંથક શિવમય બનશે.બોડેલી પંથકમાં માકણી ગામે અતિપ્રાચીન રણમુક્તેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. ઉપરાંત બોડેલી નગરમાં ગોપેશ્વર મહાદેવ મંદિર, પાંધરા ગામે આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર સહિત તાલુકાના વિવિધ શિવાલયોમાં શ્રાવણના અંતિમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઊમટી પડશે. શિવભક્તો દ્વારા ભગવાન ભોળાનાથને જળાભિષેક, દૂધાભિષેક સહિત વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: નગરમાં સ્વચ્છતા સે સ્વાગત કાર્યક્રમ યોજાયો
calendar_today September 6, 2026

Chhota Udepur: નગરમાં સ્વચ્છતા સે સ્વાગત કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલ તા. 8 સપ્ટેમ્બરે ગુજરાત આગમનને વધાવવા માટે સમગ્ર રાજ્યમાં એક અનોખો ઉત્સાહ જોવા મળે છે. જે નિમિત્તે છોટાઉદેપુર, વડોદરા, નવસારી અને સુરત સહિત રાજ્યમાં સ્વચ્છતા સે સ્વાગત જનઅભિયાનનો પ્રારંભ કરાયો છે.જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરે એક વિશેષ પહેલ કરી છે. છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે આયોજિત સ્વચ્છતા કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. છોટાઉદેપુર રેલવે સ્ટેશન પરિસરમાં યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં છોટાઉદેપુરના માનનીય સાંસદ જસુભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ પરવેઝ મકરાણી, નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર, વિવિધ સમિતિના ચેરમેનો સૌરભ શાહ નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તેમજ સફાઈ સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને સ્ટેશન પરિસરમાં શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતા પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. વડાપ્રધાનના સ્વચ્છતા, હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો આ તકે સૌએ દ્રઢ નિર્ધાર કર્યો હતો. આ અભિયાન દ્વારા છોટાઉદેપુર નગરે સ્વચ્છતાનો સંદેશ રાજ્યના ખૂણે-ખૂણે પહોંચાડવાની એક પ્રેરણાદાયી શરૂઆત કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: નસવાડી કૉલેજમાં શિક્ષકદિન અને જન્માષ્ટમીની ઉજવણી
calendar_today September 6, 2026

Chhota Udepur: નસવાડી કૉલેજમાં શિક્ષકદિન અને જન્માષ્ટમીની ઉજવણી

નસવાડી : નસવાડીની શ્રી ચુનિલાલ હિંમતભાઈ ભીલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે સાંસ્કૃતિક વિભાગ દ્વારા શિક્ષક દિન અને જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે દહીંહાંડી (મટકી ફોડ) એમ બે કાર્યક્રમ યોજાયા હતા. શિક્ષક દિનની ઉજવણીમાં કૉલેજના તમામ પ્રાધ્યાપકોનું વિદ્યાર્થીઓ દ્વારા સન્માન અને અભિવાદન કરાયું હતું. કોલેજના આચાર્ય પી.જે. જોશી તથા કોલેજના IQAC કો-ઓર્ડીનેટર ડૉ. એમ. એમ. ડામોર દ્વારા વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવાયા હતા. શિક્ષક તરીકે ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. અંતે સાંસ્કૃતિક વિભાગના અધ્યક્ષ ડૉ. એન. એમ. રાઠવાએ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ કોલેજના પટાંગણમાં જન્માષ્ટમી મહોત્સવનો બીજો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાસ ગરબાની રમઝટ અને દહીંહાંડી (મટુકીફોડ) જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેનું સંચાલન ડૉ. પ્રીતેશ રાઠોડે કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward