android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: શિક્ષક દિને શ્રોષ્ઠ કામ કરનાર શિક્ષકોનું સન્માન કરાયું
calendar_today September 6, 2026

Dahod: શિક્ષક દિને શ્રોષ્ઠ કામ કરનાર શિક્ષકોનું સન્માન કરાયું

ભારતના મહાન શિક્ષણવિદ્ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાતા શિક્ષક દિનની દાહોદ જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષકોના શિક્ષણક્ષેત્રે અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રોષ્ઠ અને નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષકોને રાજ્યમંત્રી રમેશભાઈ કટારા સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન પત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. શિક્ષકોની નિષ્ઠા, સેવાભાવ અને શિક્ષણક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું. રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનને સાચી દિશા આપનાર માર્ગદર્શક અને ઘડવૈયા છે. શિક્ષકના સંસ્કાર, માર્ગદર્શન અને પ્રેરણાથી વિદ્યાર્થીઓ જીવનમાં સફ્ળતા પ્રાપ્ત કરવાની સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.બદલાતા સમયની સાથે શિક્ષણ ક્ષેત્રે નવા પડકારો અને નવી તકો ઊભી થઈ રહી છે. ટેક્નોલોજીના વધતા વ્યાપ અને બદલાતી શૈક્ષણિક જરૂરિયાતોના સમયમાં શિક્ષકોની જવાબદારી વધુ મહત્વપૂર્ણ બની છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kalol: નગરપાલિકાના વૉર્ડ નં. 4માં સિમેન્ટ રોડનું કામ પૂર્ણ
calendar_today September 6, 2026

Kalol: નગરપાલિકાના વૉર્ડ નં. 4માં સિમેન્ટ રોડનું કામ પૂર્ણ

કાલોલ નગરપાલિકાના વોર્ડ નં. 4માં વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા મહત્વપૂર્ણ જાહેર માર્ગનું કામ પૂર્ણ થતાં સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાગ્યોદય સોસાયટીથી વૃંદાવન સોસાયટીના ઢાળ સુધી અને હાઈવેને જોડતા માર્ગ પર ગુણવત્તાયુક્ત CC રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.આ માર્ગ લાંબા સમયથી ખાડાઓ અને બિસ્માર હાલતના કારણે સ્થાનિક રહીશો તેમજ રોજિંદી અવરજવર કરતા વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બન્યો હતો. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન માર્ગની સમસ્યા વધુ ગંભીર બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા. સ્થાનિક રહીશોની સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નં. 4ના કાઉન્સિલરો દ્વારા રોડના કામ માટે સતત રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે રસ્તાની કામગીરી ચાલુ કરાઇ હતી અને વાહનવ્યવહારને અનુકૂળ માર્ગ તૈયાર થયો છે. વર્ષોથી ચાલતી સમસ્યાનો અંત આવી મજબૂત અને ગુણવત્તાયુક્ત રોડ મળતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: પંચમહાલ જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
calendar_today September 6, 2026

Godhra: પંચમહાલ જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

ગોધરા સ્થિત બી.આર.જી.એફ્. ભવન, જિલ્લા પંચાયત ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી તથા શ્રોષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલે જણાવ્યું હતું કે, બેક ટુ સ્કૂલ અભિયાન હોય, શિષ્યવૃત્તિ કે સરકારની અન્ય યોજનાઓ હોય, શિક્ષકોએ બાળકો સાથે માત્ર એક શિક્ષક તરીકે જ નહીં પરંતુ માતા-પિતા તરીકે રહીને ઉત્કૃષ્ટ કામ કરી છે. તેમણે તમામ શ્રોષ્ઠ શિક્ષકોના યોગદાનને વંદન કર્યા હતા. આ ઉપરાંત, પંચમહાલના રઘુભાઈને રાજ્ય કક્ષાએ શ્રોષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળવા બદલ તેમણે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.ધારાસભ્ય નિમિષાબેન સુથારે પણ શિક્ષકોની સમર્પિત સેવાઓને બિરદાવી હતી. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય યોગદાન આપનાર તાલુકા કક્ષાના શ્રોષ્ઠ શિક્ષકો તરીકે કિરીટકુમાર રમણભાઈ વરીયા (ઉપશિક્ષક, ચાંપાનેર પ્રા. શાળા, તા. હાલોલ), દક્ષેશકુમાર ભુપેન્દ્રસિંહ પટેલ (આસિ. શિક્ષક, હરિજાંબા પ્રા. શાળા, તા. ગોધરા) અને ચિરાગભાઈ અરવિંદભાઈ વરીઆ (આસિ. શિક્ષક, કાલિયાકુવા પ્રા. શાળા, તા. ગોધરા) તથા જિલ્લાકક્ષાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે પ્રકાશભાઈ સોમાભાઈ રાઠવા (આસિ. શિક્ષક, ખૂંટીયા પ્રા. શાળા, તા. જાંબુઘોડા)ને એવોર્ડ આપી વિશેષ સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત સમારોહમાં શ્રોષ્ઠ શાળા, તેજસ્વી વિદ્યાર્થી અને પ્રશંસનીય કામ કરનાર કર્મયોગીઓનું પણ સન્માન કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward