android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: મલેકપુરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ
calendar_today September 6, 2026

Panchmahal: મલેકપુરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે નવ યુવક નવરાત્રી મંડળના યુવાનો દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે યુવાનો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ગરબા રમી કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી.મલેકપુરમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડીજેના તાલ અને ગરબાની રમઝટથી મલેકપુરનું વાતાવરણ ગુંજી ઉઠયું હતું. નવ યુવક નવરાત્રી મંડળના યુવાનો દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવના કાર્યક્રમમાં યુવાનો તથા ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: અમન ડે સ્કૂલમાં જન્માષ્ટમી અને શિક્ષક દિન
calendar_today September 6, 2026

Godhra: અમન ડે સ્કૂલમાં જન્માષ્ટમી અને શિક્ષક દિન

ગોધરાઃ ગોધરા શહેરની અમન ડે સ્કૂલના કે.જી. વિભાગમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની તથા શિક્ષક દિનની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી.આ પ્રસંગે નાના ભૂલકાઓ ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી તેમજ અન્ય સુંદર પાત્રોના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા.વિદ્યાર્થીઓના સુંદર પરિધાન અને મનમોહક અંદાજે સમગ્ર શાળા પરિસરને ભક્તિમય અને આનંદમય બનાવી દીધું હતું. ઉજવણી દરમિયાન બાળકો દ્વારા ઉત્સાહભેર મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને શિક્ષક દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા ભજવીને શિક્ષણ કાર્યનો અનુભવ મેળવ્યો હતો. ઉજવણી દરમિયાન વિવિધ રમતોનું પણ; આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: શિવભક્તો દ્વારા સિંગવડથી સંજેલી સુધીની કાવડયાત્રા
calendar_today September 6, 2026

Dahod: શિવભક્તો દ્વારા સિંગવડથી સંજેલી સુધીની કાવડયાત્રા

સિંગવડ : સંજેલી નગરના ભાવિક ભક્તો દ્વારા કાવડ યાત્રા યોજાઇ હતી. કાવડિયાઓએ નગરની કબૂતરી નદીમાંથી કાવડમાં નીર ભરી સિંગવડથી સંજેલી સુધી પદયાત્રા કરી હતી. સંજેલીના કાવડ યાત્રીઓ સિંગવડ નગરમાંથી પસાર થઈ સંજેલી ખાતે આવેલા પુષ્પ સાગર તળાવના કિનારે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં ભક્તો દ્વારા કબૂતરી નદીના પવિત્ર જળથી ભીમનાથ મહાદેવને જળાભિષેક કરાયો હતો. કાવડ યાત્રામાં સંજેલી વિસ્તારના યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર માર્ગ પર ભક્તિમય માહોલ છવાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward