android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
October 17 News: રૂબિયોનો ભારત પ્રવાસ, સેવા સંકલ્પ અભિયાનનો અંતિમ દિવસ
calendar_today October 16, 2026

October 17 News: રૂબિયોનો ભારત પ્રવાસ, સેવા સંકલ્પ અભિયાનનો અંતિમ દિવસ

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારત પ્રવાસેઅમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો બહુદિવસીય સત્તાવાર ભારત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ કેન્દ્ર સરકારના વરિષ્ઠ નેતાઓ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે. ઊર્જા ક્ષેત્રે સહયોગ, વ્યાપારી રોકાણ અને ભારત-અમેરિકા વેપાર કરારના પ્રથમ તબક્કાના કાનૂની મુસદ્દા અંગે ચર્ચા થવાની સંભાવના છે.ભાજપના સેવા સંકલ્પ અભિયાનનું સમાપનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી સેવા સંકલ્પ અભિયાનનું 17 ઓક્ટોબરે સમાપન થવાનું છે. આ અભિયાન દરમિયાન વિવિધ સેવાકીય અને જનસંપર્ક પ્રવૃત્તિઓ યોજાઈ હતી.દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડકમુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને મતદાર યાદીમાંથી નામો દૂર કરવાના મુદ્દે વિરોધ પક્ષો તથા વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનો બાદ દિલ્હી અને કનોટ પ્લેસ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારીનાં પગલાં ચાલુ છે.16 રાજ્યોમાં વરસાદ અને પવનની આગાહીભારતીય હવામાન વિભાગે 17 ઓક્ટોબર માટે દેશનાં 16 રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનને લઈને ચેતવણી જાહેર કરી હોવાના અહેવાલ છે. પવનની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સંબંધિત વિસ્તારોના લોકોએ સ્થાનિક હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.એકતા નગરમાં મુખ્યમંત્રીનો સંભવિત કાર્યક્રમગુજરાતના મુખ્યમંત્રીનો 17 ઓક્ટોબરે એકતા નગર ખાતે સંભવિત કાર્યક્રમ છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ સાંજે 4:30 વાગ્યે સુરવા હેલિપેડ ખાતે પહોંચશે. ત્યારબાદ 4:45થી 5:00 વાગ્યા દરમિયાન સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાશે. સાંજે 5:15થી 5:45 દરમિયાન એકતા પ્રકાશ પર્વનું લોકાર્પણ થવાનું આયોજન છે. ત્યારબાદ મુખ્યમંત્રી 5:45 વાગ્યે હેલિપેડ જવા રવાના થશે અને સાંજે 6:00 વાગ્યે ગાંધીનગર માટે પ્રસ્થાન કરશે.રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હોબાળાની શક્યતારાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ 17 ઓક્ટોબરે મળવાનું છે. બેઠકમાં ખરાબ રસ્તાઓના મુદ્દે શાસક પક્ષના કોર્પોરેટરો અધિકારીઓને સવાલો કરી શકે છે. બીજી તરફ, તપાસ સમિતિના મુદ્દે કોંગ્રેસ દ્વારા હોબાળો થવાની શક્યતા છે. બેઠકમાં રસ્તાઓની સ્થિતિ અને તપાસ સમિતિ સંબંધિત મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની સંભાવના છે. આ પણ વાંચો  :   Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?

Read Full Story arrow_forward
Delhi: નેહા બોરાને મળેલા વધારે મહત્વથી NSUI નારાજ, સત્તાવાર ગ્રૂપનું નામ બદલી કરી નાંખ્યું We The Chhotu
calendar_today October 16, 2026

Delhi: નેહા બોરાને મળેલા વધારે મહત્વથી NSUI નારાજ, સત્તાવાર ગ્રૂપનું નામ બદલી કરી નાંખ્યું We The Chhotu

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દિલ્હીમાં ચાલી રહેલા પ્રદર્શનમાં લેફ્ટ સંગઠન આઈસાની છાત્રનેતા નેહા બોરા ખૂબ ચર્ચામાં આવી છે. કોંગ્રેસ દ્વારા નેહા બોરાને દરેક પ્રદર્શનમાં સતત મોટું મહત્વ આપવામાં આવતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે. રાહુલ ગાંધી સાથે ચર્ચા છતાં કોઈ ઉકેલ ન આવતાં કાર્યકરે સત્તાવાર ગ્રૂપનું નામ બદલ્યું.રાહુલ ગાંધીએ નેહા બોરાને સૌથી આગળ રાખીદિલ્હીમાં 12 ઓક્ટોબરે કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરીને મોટું પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા માર્ચમાં રાહુલ ગાંધીએ આઈસા છાત્રનેતા નેહા બોરાને સૌથી આગળ રાખી હતી. પ્રિયંકા ગાંધી અને નેહા બોરા વિરોધ માર્ચમાં સૌથી આગળ ચાલી રહ્યાં હતાં. તે સમયે રાહુલ ગાંધી બંને નેતાઓની થોડા પાછળ ચાલી રહ્યા હતા.બસમાં પણ નેહા બોરાને બેસાડવામાં આવ્યા આ ઉપરાંત આંદોલન દરમિયાન બસમાં પણ નેહા બોરાને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટ નજીક ઊભેલા એક ટ્રક પર નેહા બોરાને સ્થાન અપાયું હતું. આ ટ્રક પર રાહુલ ગાંધી સહિતના તમામ મોટા નેતાઓ જ હાજર હતા.એનએસયુઆઈના નેતા વિનોદ જાખડને ટ્રકમાં સ્થાન ના મળ્યું આ સમગ્ર માર્ચમાં એનએસયુઆઈના નેતા વિનોદ જાખડ પણ સામેલ હતા. જોકે તેઓ ટ્રક પર ક્યાંય દેખાયા નહોતા. તેમને નેહા બોરાની જેમ કોઈ પ્રસિદ્ધિ પણ મળી શકી નહોતી. વિપક્ષી નેતાઓની પ્રેસ કોન્ફરન્સમાં પણ નેહા બોરાને મીડિયા સમક્ષ બોલવાની તક અપાઈ હતી. એનએસયુઆઈ સહિતના સંગઠનોમાં નારાજગી ફેલાઇઆકરી મહેનત છતાં પોતાની વિદ્યાર્થી પાંખના બદલે લેફ્ટ સંગઠનને તવજ્જો મળતાં એનએસયુઆઈમાં નારાજગી ફેલાઈ હતી. રાહુલ ગાંધીએ એનએસયુઆઈ સહિતના સંગઠનોના યુવાનોને ચા પર બોલાવ્યા હતા. આ બેઠકમાં નેહા બોરા અંગે પણ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ફરિયાદ પર કોઈ ઉકેલ ન નીકળ્યો અને તેને નજરઅંદાજ કરાઈ હતી. સત્તાવાર ગ્રૂપનું નામ બદલીને 'વી ધ છોટુ' કરી નાખ્યુંઆથી નારાજ પદાધિકારીઓએ સત્તાવાર ગ્રૂપનું નામ બદલીને 'વી ધ છોટુ' કરી નાખ્યું હતું. કેરળ અને યુનિવર્સિટી ચૂંટણીઓમાં બંને સંગઠનો સામસામે લડે છે. જોકે રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે ઇન્ડિયા ગઠબંધનમાં બંને પક્ષો એકસાથે છે. આ પણ વાંચો :    Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગુજરાતમાં વર્ગ 1થી 3ની ભરતી અને પ્રમોશનના નિયમોમાં સુધારા, GAD દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર
calendar_today October 16, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં વર્ગ 1થી 3ની ભરતી અને પ્રમોશનના નિયમોમાં સુધારા, GAD દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward