Junagadhના વંથલી યાર્ડ પાસે રેતી ભરેલું ડમ્પર પલટાયું: બાઇકચાલકનો આબાદ બચાવ!
જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં રેતી ભરેલા એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે અચાનક સંતુલન ગુમાવતા પલ્ટી મારી દીધી હતી. ડમ્પર પલટી મારતાની સાથે જ રસ્તા પરથી પસાર થઈ રહેલું એક બાઈક તેની નીચે દબાઈ ગયું હતું. સદનસીબે, અકસ્માત સમયે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ બાઈકને ભારે નુકસાન પહોંચ્યું છે.અન્ય વાહનને નુકસાન અને સ્થાનિકોમાં રોષ આ અકસ્માત દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલી એક કાર પણ ડમ્પર અને રેતીની ઝપેટમાં આવી જતાં તેને પણ નુકસાન પહોંચ્યું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, હાઈવે અને યાર્ડ આસપાસના રસ્તાઓ પર બેફામ અને બિનઅધિકૃત ઝડપે દોડતા ડમ્પરોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પોલીસે હાથ ધરી કાયદાકીય કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. રસ્તા પર ડમ્પર પલટી જવાથી અને રેતીનો ઢગલો થઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ક્રેન અને સ્થાનિકોની મદદથી ડમ્પર ખસેડીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો અને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward