android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
8 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર
calendar_today September 8, 2026

8 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો  1.  Global Fintech Fest 2026: વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની GDP 7.8%, PM મોદીએ કહ્યું, ‘વિકસિત ભારત’ પર વિશ્વાસ વધ્યો    2. Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે  3. Sandesh Digital Explainer: યુએનમાં Correct The Map પ્રસ્તાવ પર ભારત, અમેરિકા અને પાકિસ્તાન સામસામે  4. Politics News: 2029 પહેલાં કોંગ્રેસમાં થશે મોટો ફેરફાર, યુવા ચહેરાઓ પર રાહુલ ગાંધીનું ફોકસ  5. Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું  6. Lucknow : એર ઇન્ડિયાનું પ્રથમ ફ્લાઇટ લેન્ડિંગ નિષ્ફળ, રાહુલ ગાંધી પણ વિમાનમાં હતા  7. Mumbai-Ahmedabad Bullet Train: રેલ મંત્રીએ આપી ખુશખબર,, જાણો ક્યારે શરૂ થશે મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન ?  8. Mumbai : પીએમ મોદીના કાર્યક્રમ પહેલાં મોટો સુરક્ષા ભંગ? PMO અધિકારીના નામે બંદૂક સાથે પહોંચ્યા 2 યુવક  9. Delhi : પીએમ મોદી અને પુતિનની મુલાકાત પહેલાં રશિયાનો ધડાકો, ભારતને લઈને કહી દીધી આ મોટી વાત  10. America માં રહેતા ભારતીયોને મોટો ઝટકો, EB-1 ગ્રીન કાર્ડ મેળવવું બની શકે છે મુશ્કેલ

Read Full Story arrow_forward
Junagadh: સગીરા પર દુષ્કર્મ કેસમાં મેંદરડા તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝબ્બે
calendar_today September 8, 2026

Junagadh: સગીરા પર દુષ્કર્મ કેસમાં મેંદરડા તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝબ્બે

જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં જનપ્રતિનિધિ દ્વારા આચરવામાં આવેલા શરમજનક અને કાળી ટીલી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતની નાગલપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા સભ્ય સુભાષ ભાદરકાએ એક 16 વર્ષીય અલ્પવયસ્ક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયકંપાવનારી વિગતો સામે આવી છે.તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝડપાયોસગીરા પર થઈ રહેલા અત્યાચાર અંગે જાણ થતાં પીડિતાની માતાએ હિંમત દર્શાવી મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આરોપી સુભાષ ભાદરકા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.પીડિતાની માતાની ફરિયાદના આધારે મેંદરડા પોલીસે કાયદાનો શિકંજો કસતાં ગંભીર કલમો તેમજ સગીરો પરના લૈંગિક અપરાધ નિવારણ કાયદા (POCSO Act) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી મેંદરડા પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી સુભાષ ભાદરકાની ધરપકડ કરી લીધી છે.16 વર્ષીય કિશોરીને બનાવી હતી હવસનો શિકારરાજકીય ઓથ ધરાવતા તાલુકા પંચાયત સભ્યની હવસખોરીના કારણે સમગ્ર જૂનાગઢ જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે. પોલીસે આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી ઝડપથી હાથ ધરી છે. નાગલપુર બેઠકના અપક્ષ તાલુકા પંચાયત સભ્ય પર 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મનો આક્ષેપ. મેંદરડા પોલીસે પોક્સો એક્ટ દાખલ કરીને આરોપીને ત્વરિત ઝડપી લીધો. લોકપ્રતિનિધિના આ ક્રૂર કૃત્યથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે ચકચાર અને આક્રોશ.આ પણ વાંચો: Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે

Read Full Story arrow_forward
Global Fintech Fest 2026: વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની GDP 7.8%, PM મોદીએ કહ્યું, ‘વિકસિત ભારત’ પર વિશ્વાસ વધ્યો
calendar_today September 8, 2026

Global Fintech Fest 2026: વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની GDP 7.8%, PM મોદીએ કહ્યું, ‘વિકસિત ભારત’ પર વિશ્વાસ વધ્યો

PM નરેન્દ્ર મોદી મંગળવારે મુંબઈમાં યોજાયેલા Global Fintech Fest 2026માં પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિ વૈશ્વિક સ્થિતિથી વાકેફ છે. દુનિયા હાલમાં અનેક પડકારો અને અનિશ્ચિતતાઓનો સામનો કરી રહી છે. તેલને લઈને પણ સ્થિતિ પડકારજનક છે. એપ્રિલથી જૂનનો સમયગાળો ખાસ મુશ્કેલ રહ્યો હતો. આવી સ્થિતિમાં પણ ભારતની GDP 7.8%ના દરે વધી છે, જે વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત સ્થિતિ દર્શાવે છે.વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત પર વિશ્વાસ વધ્યોPM મોદીએ કહ્યું કે આ પડકારજનક સમય વચ્ચે દેશની આંતરરાષ્ટ્રીય વિશ્વાસ પણ વધ્યો છે. ‘વિકસિત ભારત’નું વિઝન વધુ મજબૂત બની રહ્યું છે. વડાપ્રધાને કહ્યું, “મને ખુશી છે કે આજે અહીં બીજી એક ‘હેટ્રિક’ બની છે. એક હેટ્રિક તો 2024માં ત્રીજી વખત સરકાર બનવાથી બની હતી અને આ હેટ્રિક અહીં આપ સૌની વચ્ચે હાજર રહેવા સાથે જોડાયેલી છે. Global Fintech Festમાં આ મારું સતત ત્રીજું વર્ષ છે. આ હેટ્રિક દર્શાવે છે કે ‘વિકસિત ભારત’ માટે તમે કેટલા મહત્વપૂર્ણ છો અને તમારું કામ કેટલું જરૂરી છે.” ‘વિકસિત ભારત’ને લઈને વિશ્વાસ વધુ મજબૂતPM મોદીએ કહ્યું કે જ્યારે પણ તેઓ અહીં આવે છે, ત્યારે પહેલા કરતાં વધુ યુવાનો જોવા મળે છે. તેમને વધુ ઊર્જા અનુભવાય છે. તેમને સંભાવનાઓનો વિસ્તાર વધતો જોવા મળે છે. આ સ્પષ્ટ છે કે જોખમ લેવાની ઈચ્છા વધી રહી છે. સપનાં પણ મોટા થઈ રહ્યા છે અને આ જ કારણથી ‘વિકસિત ભારત’ના ભવિષ્યને લઈને તેમનો વિશ્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે.UPI ફિનટેક ક્ષેત્રનું મોટું ઉદાહરણPM મોદીએ કહ્યું કે UPI ભારતના ફિનટેક ક્ષેત્રનું સૌથી મોટું ઉદાહરણ છે. આ એવી સિદ્ધિ છે, જેની પ્રશંસા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ પણ કરી છે અને UPIએ લાખો લોકોને સફળતાપૂર્વક બેન્કિંગ સિસ્ટમ સાથે જોડ્યા છે. PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારત હવે પોતાના નિયમો અને ધોરણો પોતે નક્કી કરી રહ્યું છે. ફિનટેકે ભારતીય નાણાકીય વ્યવસ્થા બદલીઆ પહેલાં Global Fintech Fest 2026માં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં ફિનટેકે ભારતીય નાણાકીય વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખી છે. તેણે બેન્કિંગને ફિઝિકલ બ્રાન્ચની મર્યાદામાંથી બહાર કાઢીને સીધું દરેક નાગરિકના હાથ સુધી પહોંચાડ્યું છે. આજે નાના શહેરનો કોઈ દુકાનદાર હોય, દૂરના ગામનો ખેડૂત હોય કે મેટ્રો શહેરનો યુવા પ્રોફેશનલ હોય, બધા UPI, આધાર-એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ અને જનધન ઈકોસિસ્ટમ જેવી સરળ ડિજિટલ સિસ્ટમ દ્વારા લેવડદેવડ કરે છે, બચત કરે છે અને લોન લે છે.લાખો ભારતીયો માટે ફિનટેક રોજિંદા જીવનનો ભાગRBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે આ નાણાકીય સમાવેશને દર્શાવે છે. આ માત્ર કોઈ નીતિનો હેતુ નથી, પરંતુ લાખો ભારતીયો માટે રોજિંદા જીવનની વાસ્તવિકતા બની ગઈ છે. ફિનટેકના કારણે આ શક્ય બન્યું છે, જે ભારતની વિશાળ અને વિવિધ વસ્તીને ઝડપથી અને ઓછા ખર્ચે ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડે છે.આ પણ વાંચો: વડાપ્રધાન મોદી GenZ અને બુદ્ધિજીવીઓને સંબોધશે, હેડસેટ લગાવી રેમ્પ પર ચાલીને સંવાદ કરશે 

Read Full Story arrow_forward