android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Upadate : દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની ખાસ નજર, વરસાદનું સંકટ કે માત્ર ઝાપટાં? હવામાન વિભાગની નવી આગાહી Video
calendar_today September 8, 2026

Weather Upadate : દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની ખાસ નજર, વરસાદનું સંકટ કે માત્ર ઝાપટાં? હવામાન વિભાગની નવી આગાહી Video

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના વર્તમાન રાઉન્ડને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી છે. હાલમાં 2 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો અને હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના મુખ્ય શહેરોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેરની શક્યતાહવામાન વિભાગના ઓફિશિયલ બુલેટિન મુજબ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. જેમાં તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણમાં મેઘરાજા હાજરી પુરાવે તેવી પૂરેપૂરી સંભાવના છે. જોકે, 2 સિસ્ટમ કાર્યરત હોવા છતાં પણ આ વિસ્તારોમાં કોઈ ધોધમાર કે અતિભારે વરસાદ પડે તેવી શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે, જેથી તંત્ર કે સ્થાનિક રહીશો માટે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી.ખેતી અને સામાન્ય જનજીવન માટે અનુકૂળ સ્થિતિરાજ્યમાં બે વરસાદી સિસ્ટમ ચાલુ હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે અને કેટલાક સ્થળોએ સમયાંતરે હળવા ઝાપટાં પડવાનું ચાલુ રહેશે. અતિભારે વરસાદનો કોઈ ભય ન હોવાથી સામાન્ય જનજીવન અને ખેતીકામ રાબેતા મુજબ સુચારુ રૂપે ચાલતું રહેશે. હવામાન વિભાગ દ્વારા બદલાતા હવામાનની આ ગતિવિધિઓ અને સિસ્ટમની દિશા પર સતત બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.આ પણ વાંચો : Gandhinagar News: રાજ્યમાં ચોમાસામાં ઘેર ઘેર માંદગીની સ્થિતિ, ભારે તાવના આઠ મહિનામાં 45 હજાર કેસ નોંધાયા

Read Full Story arrow_forward
PM Modi In Gujarat LIVE : PM મોદીએ ગુજરાતને આપી રૂ.35 હજાર કરોડની વિકાસ ભેટ, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
calendar_today September 8, 2026

PM Modi In Gujarat LIVE : PM મોદીએ ગુજરાતને આપી રૂ.35 હજાર કરોડની વિકાસ ભેટ, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસના પ્રારંભે સંસ્કારી નગરી વડોદરા ખાતે આવી પહોંચ્યા છે. વડોદરા ખાતે યોજાયેલા વિશેષ 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં તેઓ દેશની નવી પેઢી એટલે કે 'Gen Z' યુવાનોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા વિશેષ રેમ્પ પર ચાલતા-ચાલતા PM મોદી યુવાનો સાથે સીધો સંવાદ સાધશે અને નવી ઊર્જા સાથે યુવા ભારતને માર્ગદર્શન આપશે.લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પિત કરાનાર પ્રોજેક્ટ્સવેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (WDFC)ના ત્રણ સેક્શનસાણંદ (નોર્થ) – મકરપુરાન્યૂ ઉમરગામ – ન્યૂ સફાળેન્યૂ સફાળે – JNPTકુલ લંબાઈ: 326 રૂટ કિમીખર્ચ: રૂ. 20,700 કરોડથી વધુલાભ: JNPA સાથે સીધી કનેક્ટિવિટી આપશે અને EXIM (આયાત-નિકાસ) કાર્ગોની ઝડપી અવરજવરને સુગમ બનાવશે.નવી ફ્રેટ (માલગાડી) ટ્રેન સેવાઓન્યૂ સાણંદ (નોર્થ), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ JNPT (મુંબઈ) વચ્ચે સેવાઓ શરૂ થશે.વડોદરા – ટાંડા રોડ ટ્રેન સેવાનવી પેસેન્જર ટ્રેન સેવા, જેનાથી વડોદરા, છોટા ઉદેપુર અને અલીરાજપુર જિલ્લાના મુસાફરોને સીધો લાભ મળશે.PM મોદી જે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્તત્રણ રેલવે પ્રોજેક્ટ્સવડોદરા – રતલામ ત્રીજી અને ચોથી રેલ લાઇનમિયાગામ કરજણ – ચોરંડા – માલસર ગેજ પરિવર્તનવિશ્વામિત્રી – ડભોઈ રેલવે લાઇનનું ડબલિંગ (બેવડી લાઇન)કુલ લંબાઈ: 329 કિમીખર્ચ: રૂ. 9,700 કરોડથી વધુત્રણ નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સ:ખર્ચ: આશરે રૂ. 1,780 કરોડગુજરાત સરકારના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ:રાજ્ય સરકારના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તકુલ મૂલ્ય: આશરે રૂ. 2,600 કરોડવડોદરામાં PM મોદીના હસ્તે રૂ. 35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસ્કારી નગરી વડોદરા ખાતેથી ગુજરાતને રૂ. 35,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભવ્ય ભેટ આપી છે. 25 વર્ષમાં ગુજરાતનો વિકાસ બદલાયો, PM મોદીની દૂરંદેશીને CM ભૂપેન્દ્ર પટેલે બિરદાવીવડોદરા ખાતે Gen Z યુવાનોને સંબોધિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ અને દૂરંદેશીનો લાભ ગુજરાતને છેલ્લા 25 વર્ષથી સતત મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે PM મોદીએ સ્વચ્છતાથી સ્વાગત સુધીનો અભિગમ અપનાવ્યો છે અને તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશનું ડિફેન્સ બજેટ ૧.૭૮ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવા સાથે ઈ-લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીનું મોડલ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. દુરંદેશી નેતૃત્વથી અશક્ય કામો પણ શક્ય બને છે તે સાબિત કરીને પ્રધાનમંત્રી આજે ટ્રાન્સપોર્ટથી કનેક્ટિવિટીના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરી રહ્યા છે.બુલેટ ટ્રેનથી વડોદરાથી મુંબઈ માત્ર 1.5 કલાકમાં પહોંચાશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવવડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે બુલેટ ટ્રેનનું કામ અત્યંત પૂરઝડપે ચાલી રહ્યું છે અને સુરતથી વાપી વચ્ચેનો પ્રથમ સેક્શન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ થયા બાદ ત્રણ મહિના સુધી ટ્રેનનું કડક ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ભવ્ય ઉદ્ઘાટન થશે. આ બુલેટ ટ્રેન શરૂ થવાથી વડોદરાથી મુંબઈ સુધીની મુસાફરીનો સમય ઘટીને માત્ર દોઢ કલાકનો થઈ જશે, જે વડોદરાવાસીઓ માટે પરિવહન ક્ષેત્રે એક ક્રાંતિકારી સુવિધા બની રહેશે.રેલવેનું આધુનિકીકરણ ખાસ કરીને યુવા પેઢી માટે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવકેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતીય રેલવેનું આધુનિકીકરણ ખાસ કરીને દેશની યુવા પેઢી માટે કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે રેલવે હાલ આધુનિકીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને આ પરિવર્તન એક ખૂબ જ મોટો માઇલસ્ટોન (મહત્વનો તબક્કો) છે, જે મુખ્યત્વે આપણી સાથે જોડાયેલી નવી પેઢી અને તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે.PM મોદી દાદરી-JNPT ફ્રેટ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કરશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવકેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે દાદરીથી JNPT સુધીનો ફ્રેટ કોરિડોર પૂર્ણ થઈ ગયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને ટૂંક સમયમાં રાષ્ટ્રને સમર્પિત કરશે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ભારતના માલસામાન પરિવહન (ફ્રેટ ટ્રાન્સપોર્ટેશન) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને વેગવંત બનાવવાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.PM મોદી MS યુનિવર્સિટી પહોંચ્યા, પેવેલિયન ગ્રાઉન્ડમાં Gen Z સાથે કરશે સીધો સંવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા સ્થિત MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે. અહીં આયોજિત વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી 'Gen Z' યુવાનો સાથે સીધો સંવાદ કરશે. PM મોદીના આગમનને લઈને પેવેલિયન ગ્રાઉન્ડમાં ઉપસ્થિત યુવા વર્ગમાં અદભુત ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી સાથે મુક્તમને ચર્ચા કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં ભવ્ય પદયાત્રા, હર્ષ સંઘવી સહિત દિગ્ગજ નેતાઓ જોડાયાવડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમન પૂર્વે કાલાઘોડા સર્કલથી એક ભવ્ય પદયાત્રાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષ સંઘવી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતાં સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પદયાત્રા દરમિયાન "ભારત માતા કી જય"ના ગગનભેદી નારાઓ સાથે કાર્યકરોનો જોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો, અને કાલાઘોડા સર્કલથી શરૂ થયેલી આ પદયાત્રાએ વડોદરાવાસીઓમાં વડાપ્રધાનના સ્વાગત માટે અનોખો ઉત્સાહ પૂરી દીધો હતો.કાલા ઘોડા સર્કલ બન્યું ગરબાનું કેન્દ્રPMના સ્વાગત માટે 1,000થી વધુ Gen Z યુવાનો કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા છે. PMના આગમન પૂર્વે જ શહેરના પ્રસિદ્ધ કાલા ઘોડા સર્કલ પર યુવાનો ઢોલના તાલે ગરબે ઘૂમ્યા હતા. ઢોલના ધબકારે ગરબાની રમઝટ સાથે યુવાનોનો ઉત્સાહ છલકાયો હતો અને કાલા ઘોડા સર્કલ યુવાનોના ગરબાનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.MSU યુવાનોમાં જોશ અને ફેકલ્ટી ડીનનું નિવેદનમહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીના યુવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પહોંચ્યા છે અને સતત ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. યુવાનોએ જણાવ્યું હતું કે, "અમે મોદીજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, અમને તેમની બોલવાની વિશિષ્ટ સ્ટાઈલ ખૂબ ગમે છે." આ પ્રસંગે MSU કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, યુવાનોમાં એટલો જબરદસ્ત ક્રેઝ છે કે ઘણા વિદ્યાર્થીઓ સ્થાન મર્યાદાના કારણે રજિસ્ટ્રેશન પણ કરી શક્યા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોદીજી જલ્દી ફરી વડોદરા આવે ત્યારે આનાથી પણ મોટો ડોમ બનાવવામાં આવે જેથી તમામ યુવાનો જોડાઈ શકે.હેડસેટ, રેમ્પ વોક અને સેલ્ફી પોઇન્ટઆજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તદ્દન નવી શૈલીમાં યુવાનો સમક્ષ રજૂ થશે. ડોમમાં ખાસ તૈયાર કરવામાં આવેલા રેમ્પ પર ચાલીને PM યુવાનો વચ્ચે પહોંચશે. તેઓ હેડસેટ લગાવીને સીધા જ યુવાનો સાથે સંવાદ સાધશે. રેમ્પની બિલકુલ નજીક યુવાઓ અને યંગ પ્રોફેશનલ્સ બેસી શકે તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉપસ્થિત યુવાનો PM સાથે યાદગાર સેલ્ફી લઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો

Read Full Story arrow_forward
PM Narendra Modi Live Speech : વડાપ્રધાન મોદીએ કહ્યું , સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને મફતમાં કોચિંગ આપવા સરકારની તૈયારી છે
calendar_today September 8, 2026

PM Narendra Modi Live Speech : વડાપ્રધાન મોદીએ કહ્યું , સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને મફતમાં કોચિંગ આપવા સરકારની તૈયારી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા ખાતેની એમ.એસ.યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે.જ્યાં પેવેલિયન ગ્રાઉન્ડમાં 'Gen Z' સાથે સંવાદના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યાં છે. વડાપ્રધાન આજે પેવેલિયન મેદાન પર જેન-ઝી, ડોક્ટર, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિતના બુદ્ધિજીવીઓને સંબોધન કરવાના છે. તેમણે કાર્યક્રમ સ્થળ પર જાણે રેમ્પ વોક કરતા હોય તેમ અનેક લોકોનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમ સ્થળે તેમને બોન્સાઈ વૃક્ષ આપીને સન્માનિત કરાયા હતાં. તે ઉપરાંત તેમને ભગવાનને ગણેશની માટીની મૂર્તિ આપીને પણ સન્માનિત કર્યા હતાં. હીરા બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી ગીતથી સ્વાગત કરાયું હતું. વડાપ્રધાનના આગમન પહેલાં જ કાર્યક્રમ સ્થળ પેવેલિયન ગ્રાઉન્ડ જનમેદનીથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. વડાપ્રધાન મોદીએ 35 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સપ્તધારામાં એક ધારા ગતિશક્તિની પણ છે.વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું આ મેદાન અલગ અલગ ફિલ્ડમાં કામ કરનારા તમામ સાથીઓના સાથ અને વિકાસના આ ઉત્સવ સહિત અહીં બધું એક સાથે થઈ રહ્યું છે. આજે હું વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે તમારી વચ્ચે આવ્યો છું. થોડીવાર પહેલા અહીં દેશના વિકાસ સાથે જોડાયેલા કરોડો રૂપિયાના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ થયાં છે. આ વિકાસ પર્વ પર તમે બધાએ જે સેભા ભાવ અને સમગ્ર શહેરમાં સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવ્યું તેના માટે શુભકામનાઓ પાઠવું છું. આ વખતે ગણેશજી પધારશે ત્યારે તમામ આશિર્વાદ વડોદરાને મળશે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર મેં વિકસિત ભારત માટેનું આહવાન કર્યું છે. તે સપ્તધારામાં એક ધારા ગતિશક્તિની પણ છે. વિકસિત ભારત માટે આપણને એક કનેક્ટિવિટી જોઈએ તે સુગમ પણ હોય અને જમાનાના હિસાબથી જરાક તેજ પણ હોય. વડોદરા ગતિ શક્તિ યુનિવર્સિટીનું શહેર છે. આજે અહીંથી ડેડિકેટેડ કોરિડોરની છેલ્લી કડી પણ જોડાઈ ગઈ છે. આજે 2 હજાર 800 કરોડથી વધુનો કોરિડોર પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. તે 21મી સદીમાં મોટું ઐતિહાસિક કાર્ય પૂર્ણ થયું છે. આ કોરિડોર એ વાતનો સાક્ષી છે. છેલ્લા 12 વર્ષમાં દેશની કામ કરવાની તાકાત કેવી રીતે બદલાઈ છે. આ કોરિડોર પર 2004માં વિચાર શરૂ થયો હતોતેમણે ઉમેર્યું હતું કે, આ કોરિડોર પર 2004માં વિચાર શરૂ થયો હતો. એ સમયે તમારામાંથી એવા લોકો પણ હશે જેમનો જન્મ પણ નહી ંથયો હોય. 2006માં એક વિષેશ કંપની બનાવવામાં આવી આ કામ કરવા માટે. 2014 સુધી માત્ર ફાઈલો જ ટેબલ પર યાત્રા કરી રહી હતી. આ ફાઈલોને પણ કોઈ ડેડિકેટેડ કોરિડોર નસીબ ના થયો. 2014માં વડોદરાના અને દેશના લોકોએ મને દિલ્હી મોકલી દીધો. સાત આઠ વર્ષમાં એક કિ.મી સુધી કોરિડોરનું કામ પૂર્ણ નહોતુ થયું. તેમના હિસાબે દેશ ચલાવતા તો અનેક પેઢીઓ આવતી તો પણ કામ પૂર્ણ ના થતું. 2014 બાદ તમે મને જે દીક્ષા આપી, આ ધરતીએ મને જે શીખવ્યું હતું. અમે ત્યાં પહોંચીને આ પ્રોજેક્ટને ગતિ આપવાનું કામ શરૂ કરી દીધું અને આજે આ કામ પૂર્ણ કરીને બતાવ્યું છે. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર વ્યાપાર માટેનો આધાર બની રહ્યો છે. આ કોરિડોટ તેજીથી વિકસિત ભારતની જીવન રેખા છે. તેણે ભારતના ટ્રાન્સપોર્ટેશન સેન્ટરનો કાયાકલ્પ કર્યો છે. આ કોરિડોરે અનેક બદલાવ કર્યા છે. આજે પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર 430થી વધુ માલગાડી દોડે છે. આજે માલગાડી અડધાથી ઓછા સમયમાં 100 કિ.મીની સફર નક્કી કરે છે. જે જગ્યાએ ટ્રકથી સામાન મોકલવા 30 કલાક લાગે છે. તે આ કોરિડોર પર આ સફર 12 કલાકમા ંપૂર્ણ થાય છે. આ કોરિડોર પર માલગાડીના દોડવાથી ફ્યુઅલ બચે છે. મુંબઈથી વડોદરા સુધી ડબલ સ્ટ્રેક કન્ટેનર માલગાડીનું સંચાલન કરાયું તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની ઉપજ આ કોરિડોરથી મોટા બજાર સુધી પહોંચી રહી છે. ફૂલ, ફળ અને પાક જે ઝડપથી ખરાબ થાય છે તેને માટે પણ ઝડપથી લોકો સુધી પહોંચવાનો રસ્તો બનાવ્યો છે. જેથી ખેડૂતને મોટો ફાયદો થયો છે. આ કોરિડોર એક રીતે કમાલનો છે. હાલમાં જેએનપીટી મુંબઈથી વડોદરા સુધી ડબલ સ્ટ્રેક કન્ટેનર માલગાડીનું સંચાલન કરાયું છે. ડબલ ડેકર માલગાડીને દોડાવવામાં આવી હતી. જેનાથી એક વારમાં જ 250થી વધુ ટ્રકોનો સામાન મુંબઈથી વડોદરા આવ્યો હતો. હવે નારાજ લોકોને પણ કામ મળી રહ્યું છે. હવે મોટી માત્રામાં સામાન ઝડપથી દેશના ખૂણે ખૂણે પહોંચી શકશે. હવે ભારતમાં રેલ ત્યાં પણ પહોંચી રહી છે જ્યાં દશકો સુધી નહોતી પહોંચી. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર હોય ત્યાં આદિવાસી ક્ષેત્રો આ પ્રોજેક્ટ દ્વારા રેલ સાથે જોડાઈ રહ્યાં છે. પહેલાની સરકારમાં એક બે ટ્રેનોની જાહેરાત થતી હતી. તેના પણ વરસો વરસ ઢોલ પીટાઈ રહ્યા હતાં. આજે દેશમાં વર્ષમાં એક બાદ એક નવી ટ્રેન દોડાવાઈ રહી છે. આજે પણ આ કાર્યક્રમમાં નવી ટ્રેનો શરૂ થઈ છે. રેલવેના આધુનિકરણ પર થયેલો ખર્ચ રોજગાર ઉભો કરે છેતેમણે કહ્યું હતું કે, રેલ, રોડ, મેટ્રો સહિત દેશમાં કરોડો લોકો માટે ચીજો બને છે તેનાથી લોકોનું જીવન સરળ બને છે અને રોજગારના અવસર મળે છે. આ વર્ષનું રેલ બજેટ પોણા ત્રણ લાખ કરોડથી વધુ રહ્યું છે. તે 12 વર્ષની તુલનામાં ઘણું છે. રેલવેના આધુનિકરણ પર થયેલો ખર્ચ રોજગાર ઉભો કરે છે. રોડ, રેલ, પાઈપલાઈન, પોર્ટ અને એરપોર્ટ બની જાય તો તેની પાસે નવા બિઝનેસ આવે છે. તે નવા રોજગાર ઉભા કરે છે. સાથીઓ મેં દેશ સામે વિકસિત ભારતની જે સપ્તધારાઓનું વિઝન રાખ્યું છે,. તેમાંથી એક ધારા મેન્યુફેક્ચરિંગની પણ છે અને વડોદરા શહેર તેની તાકાત સારી રીતે જાણે છે અને સમજે પણ છે. એજ્યુકેશન, સ્કીલ અને ઈન્ડસ્ટ્રીઝના કોલેબ કેવી રીતે થાય છે તે વડોદરા તેનું 150 વર્ષથી પ્રતિબિંબ છે. દશકો પહેલા એક યાત્રા શરૂ થઈ જે બાદમાં ઓઈલ અને પેટ્રોકેમિકલ રૂપે આગળ વધી. હું જ્યારે નવો નવો મુખ્યમંત્રી રહ્યો ત્યારે દર સપ્તાહે કોઈના કોઈ વાત આવતી હતી. વડોદરાના વિકાસ માટે માગ થતી હતી. હવે આ શહેર દેશના પહેલા મેડ ઈન ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેક ઈન માટે જાણિતુ થયું છે. આ ગૌરવ માટે હું વડોદરાની જનતાનો આભાર માનું છુૂં. જ્યારે દેશમાં મેન્યુફેક્ચરિંગની વાત થઈ રહી છે ત્યારે છેલ્લા એક વર્ષમાં રેલ અને મેટ્રો કોચ સહિત એન્જિન બનાવવા માટે ભારત એક નિર્માતા બન્યું છે. 2014 બાદ અત્યાર સુધી ભારતે 50 હજાર આધુનિક રેલ કોચ બનાવ્યા છે. અગાઉની સરકારો 50 વર્ષમાં ટોઈલેટ નથી બનાવી શકતી હતી. ભારતનો યુવાન સત્યની હૂંકાર સાથે ચાલે છેતેમણે કહ્યું હતું કે, માલગાડી માટેના અઢી લાગ વેગન ભારતીય રેલમા ંજોડવામાં આવ્યા છે. હવે ભારત ચીપથી લઈને શીપ સુધીના નિર્માણની એક ગાથા લખી રહ્યું છે. એટલે હવે પ્રોડક્ટ પણ આપણી, આત્મનિર્ભરતાની સમગ્ર ચેઈન ભારતમાં જ નિર્માણ થશે. દેશમા ંસોલાર પ્રોજેક્ટ લગાવવા મોંઘા પડતા હતાં. કારણ કે દરેક પ્રકારનું હાર્ડવેર ઈમ્પોર્ટ કરવું પડતું હતું. આજે આપણે 200 ગીગાવોટની કેપેસિટી વિકસિત કરી ચૂક્યા છીએ. આવી આત્મનિર્ભરતાના કારણે અનેક યોજનાઓનો વિસ્તાર થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમા ં55 લાખ પરિવારો પોતાની ટેરેસ પર સોલાર પ્લાન્ટ લગાવી ચૂક્યા છે. તેમાં 11 લાખ ગુજરાતના છે. આટલા પરિવારો વીજળીના ઉત્પાદકો બન્યા છે. તેનાથી અનેક યુવાનોને રોજગાર મળ્યો છે. જૂઠ બોલીને ભરમાવનારા દરેક જગ્યાએ મળશે. ભારતનો યુવાન સત્યની હૂંકાર સાથે ચાલે છે.સરકાર વિદ્યાર્થીઓને મફતમા ઓનલાઈન કોચિંગ આપવા માટે આગળ વધી રહી છેઅમારા યુવાન સાથીઓ જોઈ રહ્યા ંછે દરેક સેક્ટર પર સરકાર કેટલા ફોક્સથી કામ કરી રહી છે. આવનારા સમયમાં દરેક આધુનિક સેક્ટર વીજળીથી જ ચાલશે. ઈલેક્ટ્રીક ઈકો સિસ્ટમ પર નિર્ભર હશે. જેવી રીતે ડેટા સેન્ટર અને એઆઈ સાથે જોડાયેલા સેક્ટર છે તેમાં વીજળીનો જ ઉપયોગ છે. દેશમાં એઆઈ માટેની એક સિસ્ટમ બનાવવી પડશે. યુરેનિયમ માટે કરાર થયા છે. મિનરલ્સ માટે કરારો થઈ રહ્યાં છે. આ મહેનત દેશના યુવાનો માટે કરવામાં આવી રહી છે. તમારા ભવિષ્ય માટે કરવામાં આવે છે. દુનિયા ઝડપથી બદલાય છે અને તેની જરૂરતો પણ બદલાય છે. પહેલા ફોક્સ ડિગ્રી પર હતું પણ હવે સ્કીલ પણ મહત્વની છે. યુવાનો પાસે સ્કીલ હોય તે અપગ્રેડ થાય તે મોટી જરૂરત છે. તેથી આજે આપણે શિક્ષાનીતિ અને ટ્રેનિંગના સંસાધનોને નવા રૂપમાં ઢાળી રહ્યા ંછે. મેં બે જાહેરાતો કરી છે. જેમા ંપહેલી દેશની પારંપારિક સાથે જોડાયેલી છે. લાખો યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. જેમા ંકમાણીનો મોટો હિસ્સો કોચિંગ પાછળ ખર્ચાય છે. સરકાર વિદ્યાર્થીઓને મફતમા ંઓનલાઈન કોચિંગ આપવા માટે આગળ વધી રહી છે.  ભારતના યુવાનોએ એઆઈમાં પારંગત થવાની જરૂર છે. જો કોઈ આ સ્કીલને જાણે છે તો તે ખેતી અને આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં વિકાસ કરી શકે છે. જેથી આપણી પાસે એઆઈ સમજનારા યુવાનો હોવા જરૂરી છે. સરકાર આ માટે એક અભિયાન શરૂ કરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,  આ સમય ફરીવાર ભારતમાં પાછો નહીં આવે. જેથી આપણે વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનું છે. આ પણ વાંચોઃ Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?

Read Full Story arrow_forward