android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viral VIDEO : આ રાજસ્થાન છે સાહેબ!  બસની છત પર થારની સવારી જોઇને લોકો પણ રહી ગયા દંગ!
calendar_today September 8, 2026

Viral VIDEO : આ રાજસ્થાન છે સાહેબ! બસની છત પર થારની સવારી જોઇને લોકો પણ રહી ગયા દંગ!

રાજસ્થાનનો ઉલ્લેખ થાય એટલે આપોઆપ રણ, રેતી અને ગરમીની છબી આંખ સામે આવી જાય છે, પરંતુ અહીં ક્યારેક એવા અવિશ્વસનીય દ્રશ્યો જોવા મળે છે જે સૌને ચોંકાવી દે છે. હાલમાં સોશિયલ મીડિયા પર જયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-48) નો એક અત્યંત રમુજી અને અનોખો વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.બસની બાજુમાં નહીં છત પર થારસામાન્ય રીતે આપણે રસ્તા પર કાર અને બસ દોડતી જોઈ હોય છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં એક ચાલતી બસની છત પર મહિન્દ્રા થાર કાર સવારી કરતી નજરે પડે છે. આ અકલ્પનીય દ્રશ્યે હાઈવે પરથી પસાર થતા મુસાફરો અને સોશિયલ મીડિયા યુઝર્સનું ભરપૂર ધ્યાન ખેંચ્યું છે. લોકોની રમુજી પ્રતિક્રિયાઓ અને "રાજસ્થાની જુગાડ"આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સે તેના પર મનોરંજક ટિપ્પણીઓનો વરસાદ કર્યો છે. લોકો તેને અનોખો "રાજસ્થાની જુગાડ" ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "વાહ, મેં આ પ્રકારનો જુગાડ પહેલી વાર જોયો છે." તો વળી અન્ય એક યુઝરે મજાકિયા અંદાજમાં કહ્યું કે અહીં તો થારને પણ બસમાં સવારી મળી ગઈ છે! મનોરંજન અને મજાકથી હટીને સવાલો પણ ઉઠ્યાકેટલાક લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે આખરે બસની છત પર ગાડી ચઢાવી કેવી રીતે હશે અને તેને ક્યાં લઈ જવામાં આવી રહી છે. જોકે, મનોરંજન અને મજાકથી હટાવીને લોકો આ પ્રકારે હાઈવે પર જોખમી રીતે વાહન વહન કરવા સામે સુરક્ષાને લઈને ગંભીર સવાલો પણ ઉઠાવી રહ્યા છે. હાલમાં આ વીડિયો તેના અનોખા દેખાવને કારણે ઇન્ટરનેટ પર ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.આ પણ વાંચોઃ  લોટ બાંધીને ફ્રિજમાં રાખો છો? કેટલા સમય સુધી જ કરી શકાય ઉપયોગ...

Read Full Story arrow_forward
Nitin Gadkari : રાજકીય જગતમાં કયા નેતા છે નીતિન ગડકરીને ફેવરીટ ? પોતે જ કર્યો ખુલાસો
calendar_today September 8, 2026

Nitin Gadkari : રાજકીય જગતમાં કયા નેતા છે નીતિન ગડકરીને ફેવરીટ ? પોતે જ કર્યો ખુલાસો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હંમેશા સ્પષ્ટ અને ખૂલીને વાત કરનારા નેતા છે. ત્યારે આ વખતે તેમણે રાજકારણને લઇને પણ સ્પષ્ટતાથી વાત કરી છે. ત્યારે આ વખતે તેમણે એવા બે નેતાના નામ આપ્યા છે જેમના પ્રત્યે તેમને ખાસ માન છે.  મારા માટે બે નેતાઓ ફેવરીટ કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે બે નેતાઓ મારા હૃદયમાં એક પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક છે  જ્યોર્જ ફર્નાન્ડિસ અને બીજા નેતા છે અટલ બિહારી વાજપેયી. મને તે બંને તરફથી અપાર સ્નેહ અને માર્ગદર્શન મળ્યું છે.  તેમણે યાદ કર્યું કે જ્યારે તેઓ મંત્રી બન્યા, ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસ મુંબઈના મલબાર હિલ પર તેમની મુલાકાત લેતા. ગડકરી ઘણીવાર ટિપ્પણી કરતા, "જ્યોર્જ-સાહેબ, તમારી પાર્ટીમાં ઘણા બધા અગ્રણી નેતાઓ છે, છતાં તેમાંથી કોઈ પણ એકબીજા સાથે મેળ ખાતા નથી."તેમણે જ્યોર્જ ફર્નાન્ડિસ વિશે શું કહ્યું ? નીતિન ગડકરીએ શેર કર્યું કે જ્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસે જવાબ આપ્યો, "લોકશાહી એ જ છે." ગડકરીએ પૂછ્યું, "શું ઝઘડો કરવો એ લોકશાહી છે?" પછી ફર્નાન્ડિસે તેમને ખ્યાલ સમજાવ્યો, અને ગડકરીને સમજાયું કે રાજકારણ એ વિરોધાભાસ, મજબૂરીઓ અને મર્યાદાઓનો ખેલ છે. તેમણે નોંધ્યું કે વ્યૂહરચના અને દૃઢતા વચ્ચે તફાવત છે, અને વ્યૂહરચનાનો મુખ્ય નિયમ ચૂંટણી કેવી રીતે જીતવી તે જાણવું છે.મતદાન કરો નહી અને પૂછશો કે આ દેશનું શું થશે- નીતિન ગડ઼કરી તેમણે આગળ કહ્યું કે આજે પણ એ વાત સાચી છે કે હું અહીં બેઠેલા લોકો જેવા વિદ્વાન લોકો પર આધાર રાખીને સાંસદ બન્યો નથી.  ચૂંટણીનો દિવસ તમારો છે. તમે કહો છો, 'હું પછી આવીશ,' અથવા 'હું આ સમયે અથવા તે સમયે આવીશ,' અને પછી સાંજે 5:00 વાગ્યે આવે છે, અને તમે મતદાન કર્યું નથી. છતાં, જ્યારે આપણે મળીએ છીએ, ત્યારે તમે પૂછો છો, 'આ દેશનું શું થશે?' તમે શા માટે પૂછો છો? જો તમે મતદાન પણ ન કરો તો તમારી સુસંગતતા શું છે? તમે અમારો સમય કેમ બગાડો છો? ફક્ત કોઈને પણ મત આપો."ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે લોકશાહી સામે સૌથી મોટી સમસ્યા રાજકીય પક્ષો કે રાજકારણીઓ નથી.  તેના બદલે જનતા પોતે જ મુખ્ય સમસ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે જનતા શિક્ષિત બને છે અને જાતિ, સંપ્રદાય, ધર્મ અથવા ભાષાના વિચારથી ઉપર ઉઠીને સામાજિક કલ્યાણ, અર્થતંત્ર અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર આધારિત યોગ્ય ઉમેદવારને મત આપે છે, ત્યારે લોકશાહીમાં પરિવર્તન આવશે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે દેશના પ્રથમ AI નમો કમલમનું લોકાર્પણ
calendar_today September 8, 2026

Gujarat Latest News Live : નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે દેશના પ્રથમ AI નમો કમલમનું લોકાર્પણ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward