android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal 2026: માંસ માછલી પર વિવાદ કેમ? અમે તો ખાવાના... ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર બીજેપીનો જવાબ
calendar_today September 8, 2026

West Bengal 2026: માંસ માછલી પર વિવાદ કેમ? અમે તો ખાવાના... ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર બીજેપીનો જવાબ

થોડા દિવસો બાદ આસો નવરાત્રિનો પ્રારંભ થવાનો છે. ત્યારે બાબા બાગેશ્વરના એક નિવેદન બાદ વિવાદ થયો છે. બાબા બાગેશ્વરે નિવેદન આપ્યું હતું કે હિંદુઓએ નવરાત્રિ દરમિયાન માંસાહારનું સેવન ન કરવું. ત્યારે આ મામલે ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીને કેટલીક સલાહ આપી છે. પશ્ચિમ બંગાળમાં નોનવેજ પર બબાલ બંગાળમાં દુર્ગા પૂજા દરમિયાન માંસાહારી ખોરાક ખાવા અંગે બાબા બાગેશ્વરની ટિપ્પણી બાદ વિવાદ ઉભો થયો છે. આ વિવાદથી પોતાને દૂર રાખતા, ભાજપે ધીરેન્દ્ર શાસ્ત્રીને કેટલીક સલાહ આપી. ભાજપના નેતા સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ શું ખાવું અથવા પહેરવું તે નક્કી કરી શકતું નથી. આ નિવેદન બાબા બાગેશ્વરની દુર્ગા પૂજા દરમિયાન માછલી કે માંસ ન રાંધવા કે ખાવાની અપીલને અનુસરે છે.ભાજપે શું આપી પ્રતિક્રિયા ? ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલને ફગાવી દીધી હતી, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ મુલાકાતી ધાર્મિક નેતા રાજ્યના લોકોએ શું ખાવું અથવા પહેરવું તે નક્કી કરી શકતો નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તહેવારો દરમિયાન માંસાહારી ખોરાક ખાનારાઓને દંભી ગણાવ્યા હતા અને તેમને આ આદત છોડી દેવા વિનંતી કરી હતી.આ નિવેદનનો જવાબ આપતા ભાજપના નેતાએ ટિપ્પણી કરી હતી કે બંગાળી આહારની આદતો અને પરંપરાઓને બહારના વ્યક્તિના કહેવાથી બદલી શકાતી નથી. તેમણે કહ્યું, "આપણે આપણી રીતે જીવીએ. બંગાળીઓ જે ખાય છે તે જ ખાતા રહેશે. શું બંગાળીઓ માછલી અને માંસ ન ખાઈ શકે? સ્વામી વિવેકાનંદે આ વિશે વાત કરી હતી; તેમનાથી મહાન કોણ છે?" માંસાહાર સાંસ્કૃતિક પરંપરાનો ભાગ- બીજેપી પ્રમુખ બંગાળ ભાજપ પ્રમુખે નોંધ્યું કે અષ્ટમી પર પુરી અને નવમી પર બકરાનું માંસ ખાવું એ લાંબા સમયથી બંગાળની સાંસ્કૃતિક પરંપરાનો ભાગ રહ્યો છે. લોકોને આ છોડી દેવાનું કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. પશ્ચિમ બંગાળના લોકોને કોઈ કહી શકતું નથી કે તેઓએ શું ખાવું જોઈએ.એ નોંધનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણીએ પશ્ચિમ બંગાળમાં ચર્ચા જગાવી છે. અહીં, ખાવાની આદતો, ધર્મ અને સાંસ્કૃતિક રિવાજો ઐતિહાસિક રીતે એવી રીતે સહઅસ્તિત્વ ધરાવે છે જે હંમેશા કડક શાકાહારી ધાર્મિક માળખા સાથે સુસંગત નથી.માંસાહારથી દૂર રહેવા કરી હતી અપીલ બાબા બાગેશ્વરની પશ્ચિમ બંગાળની મુલાકાતના થોડા દિવસો પછી આ વિવાદ ઉભો થયો હતો, જે દરમિયાન તેમણે દુર્ગા પૂજા દરમિયાન બંગાળીઓને માંસાહારી ખોરાકથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે તહેવાર દરમિયાન આવા ખોરાકનું સેવન કરનારાઓને 'વિધર્મી' ગણાવ્યા હતા.  બંગાળીઓ પર તમારા વિચારો લાદશો નહીંજોકે, ભાજપનું રાજ્ય નેતૃત્વ બંગાળીઓની પરંપરાગત આહાર આદતોને નિર્ધારિત કરવાના પ્રયાસ તરીકે ગણી શકાય તેવી કોઈપણ વસ્તુથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. સમિકે જણાવ્યું હતું કે જ્યારે તેઓ શાસ્ત્રીને ધાર્મિક વ્યક્તિ તરીકે માન આપે છે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમના વ્યક્તિગત વિચારો બંગાળી સમાજ પર લાદી શકાય નહીં.તેમણે ટિપ્પણી કરી હતી કે કોઈ સંત કે ચિકિત્સકને લોકોને શાકાહારી આહાર અપનાવવાની સલાહ આપવાનો અધિકાર હોઈ શકે છે. પરંતુ કોઈ પણ બહારનો વ્યક્તિ બંગાળમાં રહીને લોકોએ શું ખાવું કે પહેરવું તે નક્કી કરી શકતો નથી. શાસ્ત્રીની ટિપ્પણીઓ તેમના પોતાના વ્યક્તિગત વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના વલણને સમર્થન આપવા માટે ભાજપના નેતાએ સ્વામી વિવેકાનંદ અને બંગાળની ધાર્મિક પરંપરાઓનો ઉલ્લેખ કર્યો ખાસ કરીને રાજ્યના ઘણા મંદિરોમાં દેવી કાલીને બકરીઓનું બલિદાન આપવાની રિવાજ તરફ ધ્યાન દોર્યું.આ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  સુરતના ભટારમાં BRTS બસમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ, સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી
calendar_today September 8, 2026

Gujarat Latest News Live : સુરતના ભટારમાં BRTS બસમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ, સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gujarat News: દિવાળીની રજાઓમાં ફરવા જવાનો પ્લાન છે? રેલવે ટિકિટ બુકિંગમાં આવી મોટી અપડેટ
calendar_today September 8, 2026

Gujarat News: દિવાળીની રજાઓમાં ફરવા જવાનો પ્લાન છે? રેલવે ટિકિટ બુકિંગમાં આવી મોટી અપડેટ

દિવાળીમાં ફરવા જનારાઓ માટે રેલવેમાં ટિકિટ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે.જોકે તેમાં ચાલુ વર્ષે ઓનલાઈનના બદલે રેલવે રિઝર્વેશન સેન્ટર અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને ટિકિટ બુકિંગ કરનારાઓને સૌથી વધુ રાહત થઈ છે.કારણ કે આ બંને જગ્યાઓથી રિઝર્વેશન ટિકિટનું બુકિંગ કરાવનારાઓને મોટાભાગે કન્ફર્મ ટિકિટ મળી રહી છે. જ્યારે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરનારાઓને વેઇટિંગ ટિકિટ મળી રહી હોવાની વિગતો જાણવા મળી છે.રિઝર્વેશન સેન્ટર અને પોસ્ટ ઓફિસમાં જઈને ટિકિટ બુક કરનારાઓ કરતા ઓનલાઈન જ ટ્રેન ટિકિટ બુકિંગ કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે.લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હોય છેટિકિટના કાળાબજાર કરનારાઓ તો મોટી સંખ્યામાં એકસાથે જ ટિકિટ બુક કરી લેતા હોય છે.તેના કારણે રિઝર્વેશન સેન્ટર પર અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ કન્ફર્મ ટિકિટ મળતી નહીં હોવાની દર વર્ષે ફરિયાદ ઉઠતી હોય છે.જ્યારે ચાલુ વર્ષે તેઓને માટે રાહત છે કારણ કે રેલવે તંત્ર દ્વારા એવી સુવિધા ઊભી કરી હોવાની વિગતો જાણવા મળી છે કે ઓનલાઈન સિસ્ટમ જ ધીમી કરી દેવામાં આવી હોવાથી ટિકિટ ઝડપથી બુકિંગ થઈ શકતું નથી.જ્યારે ઓફલાઈનમાં એટલે કે લાઈનમાં ઊભા રહીને ટિકિટ મેળવનારાઓને 10 મિનિટ સુધી કન્ફર્મ ટિકિટ મળી રહેતી હતી.આ કારણોસર દિવાળીના સમયમાં ફરવા અથવા તો માદરે વતન જનારાઓને સૌથી વધુ રાહત થવાની છે કારણ કે કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કેટલાક લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હોય છે.200થી વધુ વેઇટિંગ ટિકિટ આપતા કચવાટરેલવે તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી મોટાભાગના મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે.તેના ભાગરૂપ ૨૫થી વધુ વેઇટિંગ ટિકિટ જ આપવામાં આવતી નહોતી.જ્યારે દિવાળીના અરસામાં તો મુસાફરોનો ધસારો પણ ટ્રેનમાં વધુ રહેતો હોવાની સાથે ટિકિટ રદ કરાવનારાઓની પણ સંખ્યા ઓછી હોય છે.તેમ છતાં રેલવે તંત્ર દ્વારા હાલમાં દિવાળી વેકેશન માટે ટિકિટ બુકિંગની શરૂઆતમાં 200થી વધુ વેઇટિંગ ટિકિટ અલગ અલગ ટ્રેનમાં આપવામાં આવી રહી છે.તેમાં પણ ખાસ કરીને રાજધાની અને અગસ્ત ક્રાંતિ જેવી ટ્રેનમાં પણ 200થી 300 સુધીની વેઇટિંગ ટિકિટ આપવામાં આવતા મુસાફરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.સોફ્ટવેરથી ટિકિટ કાઢવાનો વેપલો બંધ થતા રાહતવેકેશનના સમયગાળામાં મુસાફરોને કન્ફર્મ ટિકિટ આપવા માટે ટિકિટના કાળાબજારીયાઓ દ્વારા પહેલા સોફ્ટવેરનો સૌથી વધુ વપરાશ કરવામાં આવતો હતો.જ્યારે આધારકાર્ડ લિંક કરવાની સાથે ઓટીપી આપ્યા બાદ જ ટિકિટ બુકિંગ કરવાનો નિયમ લાગુ કરવામાં આવતા સોફ્ટવેરથી ટિકિટ બુકિંગનો વેપલો લગભગ બંધ થઈ ગયો હોવાની વિગતો જાણવા મળી છે.આ કારણોસર જ રિઝર્વેશન સેન્ટર અને પોસ્ટ ઓફિસ પર ૧૦ મિનિટ સુધી કન્ફર્મ ટિકિટ મળી રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે.જો સોફ્ટવેરના માધ્યમથી ટિકિટ બુક કરવામાં આવે તો એક મિનિટ પછી પણ ટિકિટ બુક કરવામાં આવે તો મુસાફરને વેઇટિંગ ટિકિટ જ પહેલા મળતી હોવાનો અનેક કિસ્સા સમયાંતરે બહાર આવ્યા છે.આ પણ વાંચોઃ Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે

Read Full Story arrow_forward