android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?
calendar_today September 8, 2026

Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની ઘટના ગતરોજ બની હતી. બપોરના સમયે બ્લેક કલરની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો.આ કેસમાં હવે કિંજલ રબારીના વકીલ હીનાબેન ઠક્કરે પ્રતિક્રિયા આપતાં અપહરણના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. વકીલના જણાવ્યા અનુસાર, કિંજલનું કોઈ અપહરણ થયું નથી પરંતુ તેણે પોતે જ અશોક ચૌધરીને ફોન કરીને બોલાવ્યો હતો અને સ્વેચ્છાએ કારનો દરવાજો ખોલીને તેની સાથે ગઈ હતી. મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયો હોવાનો ઉલ્લેખઆ કેસમાં વધુ એક વળાંક સામે આવ્યો છે.લોકગાયિકા કિંજલ રબારીના અગાઉ 2 મે 2024ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે અશોક ચૌધરી સાથે તેની સહમતિથી પ્રેમ લગ્ન થયા હતા અને હાલ તે અશોક ચૌધરી સાથે ફરાર હોવા છતાં તેમજ રાધનપુર ફેમિલી કોર્ટમાં પ્રેમ લગ્નના છૂટાછેડા બાબતે કેસ ચાલુ હોવા છતાં પરિવારજનોએ ગત 12 ઓગસ્ટના રોજ ગોતરકા ગામના નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે તેમના લગ્ન કરાવી દીધા હોવાના ફોટા સામે આવ્યા છે,જો કે આ મામલે મુકેશે પોલીસ ફરિયાદમાં નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે.કિંજલના ગામમાં પોલીસ પર હુમલોકિંજલ રબારીના વતન રાધનપુર તાલુકાના સિનાડ ગામે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક મોરચો સંભાળ્યો છે.બંદોબસ્ત દરમિયાન સિનાડ ગામે આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરે 50 કરતા વધુ લોકોનું ટોળું ત્યાં દર્શન કરવા પહોંચ્યું હતું. જે દરમિયાન ઉશ્કેરાયેલા આ ટોળાએ રાધનપુરના પીએસઆઈ (PSI) એચ.વી. ચૌધરી પર હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં પીએસઆઈ ચૌધરીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ગામમાં તણાવ વધુ વધી ગયો હતો.આ પણ વાંચોઃ Surat News: નાસિરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી જ ખસી ગયા

Read Full Story arrow_forward
PM Modi In Gujarat LIVE : PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં ભવ્ય પદયાત્રા, હર્ષ સંઘવી સહિત દિગ્ગજ નેતાઓ જોડાયા
calendar_today September 8, 2026

PM Modi In Gujarat LIVE : PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં ભવ્ય પદયાત્રા, હર્ષ સંઘવી સહિત દિગ્ગજ નેતાઓ જોડાયા

PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે સંસ્કારી નગરી વડોદરા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM બપોરે 12 વાગ્યા સુધીમાં MSU પેવેલિયન પહોંચશે. PM મોદીના આગમનને લઈને શહેરના યુવાનો અને ખાસ કરીને 'Gen Z' વર્ગમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં ભવ્ય પદયાત્રા, હર્ષ સંઘવી સહિત દિગ્ગજ નેતાઓ જોડાયાવડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમન પૂર્વે કાલાઘોડા સર્કલથી એક ભવ્ય પદયાત્રાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષ સંઘવી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતાં સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પદયાત્રા દરમિયાન "ભારત માતા કી જય"ના ગગનભેદી નારાઓ સાથે કાર્યકરોનો જોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો, અને કાલાઘોડા સર્કલથી શરૂ થયેલી આ પદયાત્રાએ વડોદરાવાસીઓમાં વડાપ્રધાનના સ્વાગત માટે અનોખો ઉત્સાહ પૂરી દીધો હતો.કાલા ઘોડા સર્કલ બન્યું ગરબાનું કેન્દ્રPMના સ્વાગત માટે 1,000થી વધુ Gen Z યુવાનો કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા છે. PMના આગમન પૂર્વે જ શહેરના પ્રસિદ્ધ કાલા ઘોડા સર્કલ પર યુવાનો ઢોલના તાલે ગરબે ઘૂમ્યા હતા. ઢોલના ધબકારે ગરબાની રમઝટ સાથે યુવાનોનો ઉત્સાહ છલકાયો હતો અને કાલા ઘોડા સર્કલ યુવાનોના ગરબાનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.MSU યુવાનોમાં જોશ અને ફેકલ્ટી ડીનનું નિવેદનમહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીના યુવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પહોંચ્યા છે અને સતત ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. યુવાનોએ જણાવ્યું હતું કે, "અમે મોદીજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, અમને તેમની બોલવાની વિશિષ્ટ સ્ટાઈલ ખૂબ ગમે છે." આ પ્રસંગે MSU કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, યુવાનોમાં એટલો જબરદસ્ત ક્રેઝ છે કે ઘણા વિદ્યાર્થીઓ સ્થાન મર્યાદાના કારણે રજિસ્ટ્રેશન પણ કરી શક્યા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોદીજી જલ્દી ફરી વડોદરા આવે ત્યારે આનાથી પણ મોટો ડોમ બનાવવામાં આવે જેથી તમામ યુવાનો જોડાઈ શકે.હેડસેટ, રેમ્પ વોક અને સેલ્ફી પોઇન્ટઆજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તદ્દન નવી શૈલીમાં યુવાનો સમક્ષ રજૂ થશે. ડોમમાં ખાસ તૈયાર કરવામાં આવેલા રેમ્પ પર ચાલીને PM યુવાનો વચ્ચે પહોંચશે. તેઓ હેડસેટ લગાવીને સીધા જ યુવાનો સાથે સંવાદ સાધશે. રેમ્પની બિલકુલ નજીક યુવાઓ અને યંગ પ્રોફેશનલ્સ બેસી શકે તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉપસ્થિત યુવાનો PM સાથે યાદગાર સેલ્ફી લઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો

Read Full Story arrow_forward
Ahmedabadમાં રિક્ષા હડતાળને મિશ્ર પ્રતિસાદ, બીજા દિવસે પણ શહેરમાં રિક્ષા રાબેતા મુજબ દોડી
calendar_today September 8, 2026

Ahmedabadમાં રિક્ષા હડતાળને મિશ્ર પ્રતિસાદ, બીજા દિવસે પણ શહેરમાં રિક્ષા રાબેતા મુજબ દોડી

અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માગણીઓને લઈને રિક્ષાચાલક યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી હડતાળના બીજા દિવસે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. સાબરમતી જેવા કેટલાક વિસ્તારો બાદ કરતાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આ હડતાળનો ફિયાસકો થયો હોય તેમ રિક્ષાચાલકોએ પોતાની રોજીરોટી ચાલુ રાખી હતી. પરિણામે, હડતાળના બીજા દિવસે મુસાફરોને પડનારી હાલાકીમાં ઘણો ઘટાડો નોંધાયો હતો અને મુખ્ય માર્ગો પર રિક્ષાઓ રાબેતા મુજબ દોડતી નજરે પડી હતી.રાણીપ અને અખબારનગરમાં રિક્ષાઓ શરૂવિગતવાર માહિતી મુજબ, રાણીપ, અખબારનગર અને તેની આસપાસના વિસ્તારોમાં સવારથી જ રિક્ષાચાલકોએ હડતાળથી અળગા રહીને પોતાનો વ્યવસાય શરૂ કરી દીધો હતો. બીજી તરફ, સાબરમતી વિસ્તારમાં સ્થાનિક રિક્ષાચાલકો હડતાળના સમર્થનમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ સિવાયના મોટા ભાગના વિસ્તારોમાં ચાલકોએ આર્થિક નુકસાન વેઠવાનો ઇનકાર કરીને વાહન વ્યવહાર ચાલુ રાખતાં હડતાળનું જોર એકાએક ઘટી ગયું હતું.તંત્ર પરિસ્થિતિ પર સતત નજર હેઠળબિજા દિવસે રિક્ષા હડતાળ મોટા ભાગે નિષ્ફળ રહેતાં દૈનિક અપ-ડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પરિવહન સેવાઓ મોટા અંશે સામાન્ય બની જતાં શહેરના જનજીવન પર કોઈ મોટી નકારાત્મક અસર પડી નથી. જોકે, હડતાળમાં જોડાયેલા સાબરમતી વિસ્તારના રિક્ષાચાલકો અને પ્રતિનિધિઓ દ્વારા તેમની વાજબી માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે, જ્યારે પોલીસ અને તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.આ પણ વાંચો : Ahmedabad એરપોર્ટ પર મોટી કાર્યવાહી, મુસાફરને હેરાન કરવા બદલ કસ્ટમ્સના 2 સુપ્રિટેન્ડેન્ટ અને 2 ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

Read Full Story arrow_forward