android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadના થલતેજમાં 11 વર્ષની માસૂમને કચડનાર ડમ્પર ચાલક પાસે લાયસન્સ જ નહોતું! આ જ કિલર ડંપરે એપ્રિલમાં ગોતા બ્રિજ પર લીધા હતા 2 જીવ
calendar_today September 8, 2026

Ahmedabadના થલતેજમાં 11 વર્ષની માસૂમને કચડનાર ડમ્પર ચાલક પાસે લાયસન્સ જ નહોતું! આ જ કિલર ડંપરે એપ્રિલમાં ગોતા બ્રિજ પર લીધા હતા 2 જીવ

અમદાવાદ શહેરના થલતેજ ચાર રસ્તા પાસે બનેલા હૃદયદ્રાવક અકસ્માતના કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જેમાં 11 વર્ષીય માસૂમ બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસની સઘન તપાસ દરમિયાન માલૂમ પડ્યું છે કે કાળ બનીને આવેલો ડમ્પર ચાલક ડ્રાઇવિંગ લાઇસન્સ વગર જ રોડ પર બેફામ રીતે આ તોતિંગ વાહન ચલાવી રહ્યો હતો. ચાલકની આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ પોલીસે ચાલકની સાથે સાથે ડમ્પરના માલિક સામે પણ કાયદેસરની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ જ કિલર ડમ્પરે એપ્રિલ માસમાં ગોતા બ્રિજ પર 2 લોકોનો ભોગ લીધો હતોઆ કેસની વધુ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ જ કિલર ડમ્પરે ભૂતકાળમાં પણ બે લોકોનો જીવ લીધો હતો. ચાલુ વર્ષના એપ્રિલ માસ દરમિયાન આ જ ડમ્પરે અમદાવાદના ગોતા બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જ્યો હતો, જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આટલી મોટી હોનારત સર્જાયા છતાં ડમ્પર માલિક દ્વારા કોઈ બોધપાઠ લીધા વગર અને કોઈપણ જાતના ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના ચાલકને ફરી વાહન સોંપી દેવામાં આવ્યું હતું, જેના પરિણામે થલતેજ ખાતે વધુ એક માસૂમ બાળકીની જિંદગી હોમાઈ ગઈ છે.ડમ્પર માલિક અને ચાલક સામે ગુનો દાખલ, કડક કાર્યવાહીની માગએક જ વાહન દ્વારા વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાવા અને લાઇસન્સ વગરના ચાલકોને સરેઆમ રોડ પર વાહનો દોડાવવા દેવા બદલ સ્થાનિક નાગરિકો અને મૃતક બાળકીના પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ઘટના અંગે પોલીસે ગંભીર નોંધ લઈને ડમ્પર માલિક અને ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, શહેરમાં દોડતા આવા ભારે વાહનો અને તેમના ચાલકોના લાઇસન્સ અંગે પણ ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.આ પણ વાંચો : Ahmedabadમાં રિક્ષા હડતાળને મિશ્ર પ્રતિસાદ, બીજા દિવસે પણ શહેરમાં રિક્ષા રાબેતા મુજબ દોડી

Read Full Story arrow_forward
બિહારના કટિહાર જિલ્લામાં ગંગા, કોસી અને બરંડી નદીઓ બે કાંઠે
calendar_today September 8, 2026

બિહારના કટિહાર જિલ્લામાં ગંગા, કોસી અને બરંડી નદીઓ બે કાંઠે

નદીઓના વધતા પાણીના કારણે જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Read Full Story arrow_forward
Mumbai: ATM મશીનમાં ચોરી માટે ચોરોનો ગજબનો કીમિયો, જાણીને મગજ ચકરાવે ચઢી જશે....
calendar_today September 8, 2026

Mumbai: ATM મશીનમાં ચોરી માટે ચોરોનો ગજબનો કીમિયો, જાણીને મગજ ચકરાવે ચઢી જશે....

થાણેના કલ્યાણમાં કોલસેવાડી પોલીસે એટીએમ મશીનોમાં ફેવિકોલ લગાવીને સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ એટીએમ સેન્ટરમાં સ્લોટ પર ફેવિકોલ ચોંટાડી દેતી હતી, જેથી ગ્રાહકનું એટીએમ કાર્ડ મશીનમાં જ ફસાઈ જતું હતું. ત્યારબાદ મદદ કરવાના બહાને તેઓ ગ્રાહકનો એટીએમ પિન મેળવી લેતા હતા અને મોબાઈલ ફોન દ્વારા ખોટી માહિતી આપીને ખાતું ખાલી કરી દેતા હતા.ચોરોનો ગજબનો કીમિયોકલ્યાણ પૂર્વના એક એટીએમ સેન્ટરમાં છેતરપિંડીના પ્રયાસની ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી રાજેશ કુમાર યાદવ નામના આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે તેના અન્ય ત્રણ સાથીઓની માહિતી આપી હતી, જેઓ ભીવંડીના કોંગાઓ વિસ્તારમાં છુપાયેલા હતા.ફિલ્મી શૈલીમાં પોલીસનું પરાક્રમ અને આરોપીઓની ધરપકડપોલીસે ત્વરિત કાર્યવાહી કરતા કોંગાઓ ખાતે ટીમ મોકલી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ આરોપીઓ પટણા એક્સપ્રેસ ટ્રેન દ્વારા બિહાર ભાગી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસ ટીમ તાત્કાલિક કલ્યાણ રેલવે સ્ટેશન પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન રવાના થઈ ચૂકી હતી. હાર ન માનતા પોલીસકર્મીઓ ચાલુ ટ્રેનમાં દોડી ગયા અને અંદર જઈને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અંતે, ટ્રેન કસારા રેલવે સ્ટેશને પહોંચે તે પહેલાં જ પોલીસે ફિલ્મી ઢંગે પીછો કરીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસ તપાસ અને આગળની કાર્યવાહીકોલસેવાડી પોલીસ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગેંગે આ અવિરત પદ્ધતિનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને પીડિતોના ખાતામાંથી કુલ કેટલા નાણાં પડાવી લીધા છે. એટીએમનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવા અને અજાણ્યા લોકોની મદદ ન લેવા માટે પોલીસે નાગરિકોને અપીલ કરી છે.આ પણ વાંચોઃ Heart Attack: આખા દિવસની એ 10 મિનિટ જ્યારે આવે છે સૌથી વધુ હાર્ટ એટેક, જોખમથી બચવા શું કરવું?

Read Full Story arrow_forward