android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સામે ગાંધીનગરની કોર્ટમાં 3 કરોડનો માનહાનિનો દાવો
calendar_today September 8, 2026

Gandhinagar News : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સામે ગાંધીનગરની કોર્ટમાં 3 કરોડનો માનહાનિનો દાવો

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ છે.ગત વર્ષે ડિસેમ્બરમાં મુંબઈથી જયપુરની મુસાફરી દરમિયાન ચાર્ટર્ડ વિમાન અંગે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવી તેને ભારે પડી છે. એવિએશન કંપની ડ્યૂન્સ એવિએશન દ્વારા ગાંધીનગરની કોર્ટમાં નોરા વિરુદ્ધ રૂપિયા 3 કરોડનો સિવિલ માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.આ કેસની આગામી સુનાવણી આગામી 25 સપ્ટેમ્બરે ગાંધીનગરની કોર્ટમાં હાથ ધરવામાં આવશે.વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?નોરા ફતેહીએ ગત ડિસેમ્બરમાં સેસના સાઈટેશન સીજે૨ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં મુસાફરી કરતી વખતે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો.આ વીડિયોમાં તેણે વિમાનના કદને લઈને કટાક્ષ કર્યો હતો અને તેને મિનિએચર, ટોય તેમજ લેગો એરપ્લેન તરીકે ઓળખાવ્યું હતું.આ વીડિયો તેણે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કર્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર નોરાના આ પ્રકારના બેજવાબદાર અને પાયા વિહોણા નિવેદનોથી લોકોમાં એરક્રાફ્ટની સુરક્ષા અને યોગ્યતા અંગે ગેરસમજ ફેલાઈ હતી. એવિએશન કંપનીએ કોર્ટમાં રજૂઆત કરી છે કે અભિનેત્રીની સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા અને મોટા પ્રમાણમાં ફોલોઅર્સ હોવાના કારણે તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની વ્યાપક નકારાત્મક અસર પડી છે. બુકિંગમાં અંદાજે 15થી 20 ટકાનો મોટો ઘટાડો નોંધાયોડ્યૂન્સ એવિએશનના દાવા મુજબ આ વિવાદિત પોસ્ટના કારણે તેમની ચાર્ટર્ડ ફ્લાઇટ્સના બુકિંગમાં અંદાજે 15થી 20 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.ફ્લાઇટ કેન્સલેશનના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.કંપનીએ આ નિવેદનોને ટેકનિકલ જાણકારી વગરના અને બેજવાબદાર ગણાવ્યા છે.કંપનીએ સ્પષ્ટતા કરી છે કે નોરા દ્વારા જે એરક્રાફ્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા તે સંપૂર્ણપણે સુરક્ષિત અને માન્ય ધોરણો અનુસારનું છે.આ વિમાન ડીજીસીએ દ્વારા પ્રમાણિત છે. કોઈપણ પ્રકારની પૂર્વ ચકાસણી કે તથ્યોની તપાસ વગર કરવામાં આવેલી આ ટિપ્પણીઓના કારણે કંપનીની બ્રાન્ડ વેલ્યુ, ગુડવિલ અને વ્યાપારી પ્રતિષ્ઠાને ભારે ઠેસ પહોંચી છે.આ માનહાનિના દાવામાં ડ્યૂન્સ એવિએશને કોર્ટ પાસે માંગ કરી છે કે નોરા ફતેહી પાસેથી આર્થિક નુકસાન બદલ રૂપિયા 3 કરોડનું વળતર અપાવવામાં આવે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી વિમાન સંબંધિત તમામ વિવાદિત વીડિયો અને પોસ્ટ તત્કાલ હટાવવાના આદેશ આપવામાં આવે અને જાહેરમાં માફી માંગવામાં આવે.આ પણ વાંચોઃ Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?

Read Full Story arrow_forward
પેટ્રોલ ડિઝલથી લઈને સોના ચાંદીના ભાવ જાણો રેલવે ટિકિટ બુકિંગ સહિત આજે શું થયા ફેરફાર
calendar_today September 8, 2026

પેટ્રોલ ડિઝલથી લઈને સોના ચાંદીના ભાવ જાણો રેલવે ટિકિટ બુકિંગ સહિત આજે શું થયા ફેરફાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Gandhinagar News : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સામે ગાંધીનગરની કોર્ટમાં 3 કરોડનો માનહાનિનો દાવો2. Kanpur Murder Mystery: 21 દિવસમાં જ 330 કોલ...કરોડપતિ ઉદ્યોગપતિની હત્યા પુત્રવધૂએ ચાલાકીથી કરી3. Gold Silver Price Today: સોનાના ભાવમાં તેજી કે ઘટાડો? જાણો ચાંદીમાં શું છે ફેરફાર4. BCCIનો મોટો નિર્ણય, ઓસ્ટ્રેલિયા સામેની U19 સિરીઝમાં આ બે યુવા ખેલાડીઓની એન્ટ્રી5.Duleep Trophy Final : ઐતિહાસિક ઈનિંગ્સ બાદ ઈશાન કિશને ખોલ્યું કમબેકનું રહસ્ય6. Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?7. Crude Oil Supply: યુદ્ધના માહોલ વચ્ચે હવે ભારતને ક્રૂડ ઓઇલની ચિંતા નહી, શોધી કાઢ્યો નવો વિકલ્પ8. Gujarat News: દિવાળીની રજાઓમાં ફરવા જવાનો પ્લાન છે? રેલવે ટિકિટ બુકિંગમાં આવી મોટી અપડેટ9. Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો? જાણો 1 લિટરનો લેટેસ્ટ રેટ10. Stock Market Opening: શેરબજારની મંગળવારે નબળી શરૂઆત, સેન્સેક્સ 75,747 અંકે ખૂલ્યો

Read Full Story arrow_forward
Kanpur Murder Mystery: 21 દિવસમાં જ 330 કોલ...કરોડપતિ ઉદ્યોગપતિની હત્યા પુત્રવધૂએ ચાલાકીથી કરી
calendar_today September 8, 2026

Kanpur Murder Mystery: 21 દિવસમાં જ 330 કોલ...કરોડપતિ ઉદ્યોગપતિની હત્યા પુત્રવધૂએ ચાલાકીથી કરી

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં ચકચાર મચાવનાર કરોડપતિ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિ વિનીત મનોચાની હત્યાના મામલામાં રોજ નવા અને સનસનીખેજ ખુલાસા થઈ રહ્યા છે. કલ્યાણપુરના ઇન્દિરાનગરમાં આવેલા રતન ઓર્બિટ એપાર્ટમેન્ટમાં ૬૩ વર્ષીય દવાના મોટા વેપારી વિનીત મનોચાની શનિવારે મોડી રાત્રે ક્રૂરતાપૂર્વક છરીના ૨૬ થી વધુ ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સમયે તેઓ ફ્લેટમાં એકલા હતા અને રવિવારે સવારે જ્યારે તેમનો પુત્ર અને પુત્રવધૂ પાર્ટીમાંથી પરત ફર્યા ત્યારે આ ભયાનક હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.પુત્રવધૂએ નોકર સાથે મળી આ રીતે કરી હત્યાપોલીસ તપાસમાં શરૂઆતમાં આ એક સામાન્ય લૂંટ કે અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલી હત્યા જેવું લાગતું હતું, કારણ કે પુત્રવધૂ શાલુ સસરાના મૃત્યુ પર ખૂબ રડતી અને આઘાતમાં જોવા મળી હતી. પરંતુ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા સમગ્ર કાવતરાની પરતો ખુલતી ગઈ. એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં ઉદ્યોગપતિના ભૂતપૂર્વ કર્મચારી વિશાલ ગૌતમ અને તેના સાથી રાજકિશોર ફ્લેટમાં અવરજવર કરતા નજરે પડ્યા હતા, જેના આધારે પોલીસે એન્કાઉન્ટર બાદ બંનેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં બંનેએ સ્વીકાર્યું કે તેઓએ વિનીત મનોચાની હત્યા કરવા માટે ૬ લાખ રૂપિયાનો સોદો કર્યો હતો અને આ હત્યાનો પ્લાન ઉદ્યોગપતિની પુત્રવધૂ શાલુ પાસેથી જ મળ્યો હતો.21 દિવસના કોલ રેકોર્ડ અને ૩૩૦ કોલનું રહસ્યઆ કેસની તપાસ જેમ-જેમ આગળ વધી તેમ તેમ પોલીસના હાથે એક અત્યંત મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવો લાગ્યો—છેલ્લા ૨૧ દિવસની કોલ ડિટેલ રેકોર્ડ (CDR). પોલીસ તપાસમાં બહાર આવ્યું કે હત્યાના આ કાવતરા અગાઉના ત્રણ અઠવાડિયામાં પરિવારના સભ્યો અને મુખ્ય આરોપી વિશાલ ગૌતમ વચ્ચે અસાધારણ રીતે ભારે વાતચીત થઈ હતી. કોલ હિસ્ટ્રી મુજબ, મૃતક ઉદ્યોગપતિની પુત્રવધૂ શાલુએ વિશાલ સાથે આશરે ૩૦ વખત ફોન પર વાત કરી હતી, જ્યારે તેના પતિ સુબ્રતે તે જ સમયગાળા દરમિયાન વિશાલ સાથે લગભગ ૩૦૦ થી વધુ વખત વાર્તાલાપ કર્યો હતો. આમ, કુલ મળીને આમ, કુલ મળીને આ 21 દિવસોમાં આશરે 330 જેટલા કોલ્સ નોંધાયા હતા.લાંબા સમયથી ઘડાયેલું સુવ્યવસ્થિત કાવતરુંજ્યારે પોલીસે આટલી મોટી સંખ્યામાં કોલ્સ વિશે પૂછપરછ કરી, ત્યારે પતિ સુબ્રતે સ્પષ્ટતા આપી કે વિશાલ અગાઉ તેના માટે કેટલાક અંગત અને વિચિત્ર કામો કરતો હતો, જેને કારણે તે તેની સાથે ફોન પર સંપર્કમાં રહેતો હતો. જો કે, પોલીસ આ કોલ હિસ્ટ્રીને માત્ર સામાન્ય રૂટિન વાતચીત તરીકે સ્વીકારવા તૈયાર ન હતી અને સતત તેની સમય અને પેટર્ન મુજબ તપાસ કરી રહી હતી. વધુમાં, ઘરમાં સરળતાથી પ્રવેશવા માટે મૂળ ચાવીના આધારે ડુપ્લિકેટ ચાવી પણ બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું, જે દર્શાવે છે કે આ ગુનો લાંબા સમયથી ઘડાયેલું સુવ્યવસ્થિત કાવતરું હતું.પુત્રવધૂની સઘન પૂછપરછ અને ભાંગી પડવુંઆરોપીઓના નિવેદનો અને શંકાસ્પદ કોલ ડિટેલ્સના આધારે પોલીસે સોમવારે શાલુની સઘન પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતના દોઢ કલાક સુધી શાલુએ આ હત્યા કેસ કે કાવતરા સાથે પોતાનો કોઈ જ સંબંધ ન હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પરંતુ પોલીસે તેના પતિ સુબ્રત, સાસુ પુનિતા, વિનીતના ભાઈ અને સુરક્ષા રક્ષક મદન સિંહની હાજરીમાં તેની સામે મજબૂત પુરાવા અને સીડીઆર (CDR) રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા પૂછવામાં આવેલા આશરે ૧૫ સચોટ પ્રશ્નો અને પુરાવાઓની આગળ શાલુ ટકી શકી નહીં અને તે ભાંગી પડી. તેણે સસરાની હત્યાના કાવતરામાં પોતાની સંડોવણી હોવાની વાત કબૂલી લીધી હતી.પોલીસે આ કબૂલાત બાદ શાલુની સત્તાવાર ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલી મોટી સંપત્તિ અને પારિવારિક મોભો હોવા છતાં પુત્રવધૂએ શા માટે પોતાના જ પરિવારના વડીલની હત્યા કરવાનું જઘન્ય પગલું ભર્યું. આ કમનસીબ ઘટનાએ સમગ્ર કાનપુર અને વેપારી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે, જ્યાં પૈસા અને લાલચ માટે સંબંધોનું ખૂન થયું હોવાનું સાબિત થયું છે.આ પણ વાંચોઃ ATM મશીનમાં ચોરી માટે ચોરોનો ગજબનો કીમિયો, જાણીને મગજ ચકરાવે ચઢી જશે....

Read Full Story arrow_forward