android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ગુજરાતમાં કોડિન સિરપના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી, 7 પેઢીઓને નોટીસ
calendar_today September 8, 2026

Gandhinagar News: ગુજરાતમાં કોડિન સિરપના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી, 7 પેઢીઓને નોટીસ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ કડક સૂચના અન્વયે,કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ,અનધિકૃત સંગ્રહ તથા વેચાણ ઉપર નિયંત્રણ લાવવા માટે ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાલાજી ફાર્માનો 83 લાખથી વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત વિવિધ 7 પેઢીઓને નોટિસ અને એકનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.કાર્યવાહી રાજ્યભરમાં સતત ચાલુ જ રહેશેઆરોગ્ય મંત્રી પાનશેરીયાએ આ સંદર્ભે કહ્યું હતું કે,તંત્ર દ્વારા કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર સંગ્રહ, અનધિકૃત વેચાણ તથા ગેરઉપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે લાગુ કાયદા અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.જનતાના આરોગ્યના હિતમાં આવી દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન તથા કાયદેસર માર્ગે જ થાય તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા આ પ્રકારની તપાસ અને દેખરેખની કાર્યવાહી રાજ્યભરમાં સતત ચાલુ જ રહેશે.કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપારઆ સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં આવેલ દવાના હોલસેલ તથા રિટેલ વેપારીઓની સઘન તપાસ હાથ ધરી, કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ, સંગ્રહ તથા વિતરણ સંબંધિત રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે.બાલાજી ફાર્મા અમદાવાદ ગ્રામ્યમાં તપાસ દરમિયાન પેઢીના હાજર સ્ટોકમાંથી કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupની કુલ 37,762 બોટલ મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.83,07,640 થાય છે.આ જથ્થાને વધુ ઉપયોગ/વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.નિયત પ્રક્રિયા મુજબ પૃથ્થકરણ માટે Rexton-T Syrupનો નમૂનો લેવામાં આવ્યો છે.પેઢીના ખરીદ-વેચાણના રેકોર્ડની ચકાસણી કરતાં પેઢી દ્વારા મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગ્યોહેલ્થ પોઇન્ટ ફાર્મામાં હાથ ધરાયેલ તપાસ દરમિયાન તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવેલ હતો. પેઢીનો ખુલાસો સંતોષકારક ન જણાતા પેઢીનો દવા વેચાણનો પરવાનો રદ કરાયો છે.ફાર્માલિન લાઇફસાયન્સિસ ચાંગોદર,અમદાવાદ ગ્રામ્યમાં તપાસ દરમિયાન દવાઓના ખરીદ-વેચાણના બીલો તથા અન્ય ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. રેઇન રેમેડીઝ,સાંતેજમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ સંબંધિત બીલો તથા અન્ય રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.અનેક સ્થળો પર તપાસકેપિટલ ફાર્મા,વિસનગરમાં તપાસ દરમિયાન પેઢી મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે.ખરીદ-વેચાણના બીલો તથા અન્ય ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. HRDM ગ્લોબલ સોલ્યુશન્સમાં તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાં તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી R Tuss TD Syrupની કુલ 57 બોટલ, MRP રૂ. 158/- પ્રતિ બોટલ, હાજર સ્ટોકમાં મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 9,006/- થાય છે. જથ્થાને વધુ ઉપયોગ/વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ખરીદ-વેચાણની વિગતોની ચકાસણી કરતાં પેઢી દ્વારા મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.આ પણ વાંચોઃ Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે

Read Full Story arrow_forward
Ahmedabad એરપોર્ટ પર મોટી કાર્યવાહી, મુસાફરને હેરાન કરવા બદલ કસ્ટમ્સના 2 સુપ્રિટેન્ડેન્ટ અને 2 ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
calendar_today September 8, 2026

Ahmedabad એરપોર્ટ પર મોટી કાર્યવાહી, મુસાફરને હેરાન કરવા બદલ કસ્ટમ્સના 2 સુપ્રિટેન્ડેન્ટ અને 2 ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા એક અત્યંત કડક અને હિસાબી કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવતા ચાર કસ્ટમ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર ઉતરેલા એક મુસાફર દ્વારા કસ્ટમ ચેકિંગ દરમિયાન અયોગ્ય વર્તન, બિનજરૂરી પજવણી અને હેરાનગતિ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉચ્ચ સ્તરે નોંધાવવામાં આવી હતી, જેના આધારે કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓએ આ આકરાં પગલાં લીધાં છે.બોડી ઓન કૅમેરા પહેર્યા વગર ચેકિંગ કર્યું, તપાસમાં થયો ખુલાસોસસ્પેન્ડ કરવામાં આવેલા ચાર અધિકારીઓમાં બે સુપરિન્ટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. કસ્ટમ્સ વિભાગના કડક દિશા-નિર્દેશો મુજબ એરપોર્ટ પર મુસાફરોના ચેકિંગ કે પૂછપરછ દરમિયાન તમામ અધિકારીઓ માટે 'બોડી ઓન કૅમેરા' (Body-on Camera) પહેરવા સંપૂર્ણપણે ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આમ છતાં, આ અધિકારીઓએ કૅમેરા પહેર્યા વગર મુસાફર સાથે ગેરવર્તણૂક અને હેરાનગતિ કરી હતી. મુસાફરે આ સમગ્ર બનાવ અંગે કસ્ટમ્સ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં જ પ્રાથમિક તપાસમાં અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી.અમદાવાદ એરપોર્ટ પર પ્રથમવાર આવી કાર્યવાહીઅમદાવાદ એરપોર્ટના ઇતિહાસમાં એક સાથે ચાર જેટલા ઉચ્ચ કસ્ટમ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે, જેના કારણે એરપોર્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારી વર્તુળોમાં ભારે સન્નાટો અને ખળભળાટ મચી ગયો છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે મુસાફરો સાથેની ગેરવર્તણૂક, ભ્રષ્ટાચાર કે સરકારી નિયમોનો અનાદર ચલાવી લેવામાં આવશે નહીં. સસ્પેન્ડ કરાયેલા ચારેય અધિકારીઓ સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.આ પણ વાંચો : Surat વકીલ બળાત્કાર કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, રહીમ શેખની જામીન અરજી ફગાવી, ગમે ત્યારે થશે જેલહવાલે...

Read Full Story arrow_forward
Surat News: નાસિરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી જ ખસી ગયા
calendar_today September 8, 2026

Surat News: નાસિરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી જ ખસી ગયા

સુરતમાં નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન પ્રકરણમાં સુરત મહાનગરપાલિકાની કાનૂની મુશ્કેલીઓ વધુ ઘેરાતી હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે.હાઈકોર્ટમાં ચાલી રહેલા આ ડિમોલિશનના કેસમાં મનપા તરફથી હાજર થતા રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કેસમાંથી હટી જવાની જાણ કરી હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ મનપા કમિશ્નરની બદલી બાદ નવા કમિશનર તરીકે રાજકુમાર બેનિવાલે ચાર્જ સંભાળી લીધો છે. એડવોકેટ જનરલે કેસમાંથી ખસી જવાનો સંકેત આપ્યોનાસીરનગરના અસરગ્રસ્ત પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશન ઉપરાંત સમગ્ર પ્રકરણમાં મનપાના સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિના સસ્પેન્શનને પડકારતી અરજીમાં પણ એડવોકેટ જનરલ ત્રિવેદી મનપાની તરફણમાં રજૂ થતા હતા. જોકે,પાલિકાના અધિકારીઓની ખો ખોની રમત, એફિડેવિટ માટે જરૂરી માહિતી, પુરાવા રજૂ કરવા મુદ્દે બેપરવા વલણ સહિતનાં કારણોને લીધે થોડા સમય પહેલાં જ એડવોકેટ જનરલે કેસમાંથી ખસી જવાનો સંકેત આપ્યો હોવાની ચર્ચા ચાલી હતી.મનપાએ કાનૂની મોરચે નવી ગોઠવણ કરવાની ફરજ પડીજેમાં હવે તેઓ દ્વારા મનપા તંત્રને જાણ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને મહત્ત્વના કેસ વચ્ચે એડવોકેટ જનરલના ખસી જવાના નિર્ણયથી હવે મનપાના વહીવટી તંત્રને નવા કાનૂની સલાહકારની વ્યવસ્થા કરવાની કવાયત શરૂ કરવી પડી છે. નાસીરનગર ડિમોલિશન મામલે અગાઉથી જ હાઈકોર્ટની કાર્યવાહી અને મનપાની કામગીરીને લઈને તંત્ર પર દબાણ છે ત્યારે હવે મનપાએ કાનૂની મોરચે નવી ગોઠવણ કરવાની ફરજ પડી છે.પાલિકા કમિશનરે કેસનો ચિતાર મેળવ્યો2004 બેચના આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલે સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે સોમવારે પદભાર સંભાળ્યો છે.ચાર્જ સંભાળવાની સાથે જ કમિશનરે વિવાદિત નાસીરનગર પ્રકરણનો ચિતાર મેળવ્યો હતો. કમિશનર બેનીવાલે ડેપ્યુટી કમિશનર નિધિ સીવાચ, ધર્મેશ મિસ્ત્રી અને મનીષ ડૉક્ટર સાથે સમગ્ર કાનૂની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધુમાં, કમિશનર બેનીવાલ વિવાદમાં નિમાયેલી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિના પણ સભ્ય છે.આ પણ વાંચોઃ Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે

Read Full Story arrow_forward