android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
બિહારના કટિહાર જિલ્લામાં ગંગા, કોસી અને બરંડી નદીઓ બે કાંઠે
calendar_today September 8, 2026

બિહારના કટિહાર જિલ્લામાં ગંગા, કોસી અને બરંડી નદીઓ બે કાંઠે

નદીઓના વધતા પાણીના કારણે જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Read Full Story arrow_forward
Mumbai: ATM મશીનમાં ચોરી માટે ચોરોનો ગજબનો કીમિયો, જાણીને મગજ ચકરાવે ચઢી જશે....
calendar_today September 8, 2026

Mumbai: ATM મશીનમાં ચોરી માટે ચોરોનો ગજબનો કીમિયો, જાણીને મગજ ચકરાવે ચઢી જશે....

થાણેના કલ્યાણમાં કોલસેવાડી પોલીસે એટીએમ મશીનોમાં ફેવિકોલ લગાવીને સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ એટીએમ સેન્ટરમાં સ્લોટ પર ફેવિકોલ ચોંટાડી દેતી હતી, જેથી ગ્રાહકનું એટીએમ કાર્ડ મશીનમાં જ ફસાઈ જતું હતું. ત્યારબાદ મદદ કરવાના બહાને તેઓ ગ્રાહકનો એટીએમ પિન મેળવી લેતા હતા અને મોબાઈલ ફોન દ્વારા ખોટી માહિતી આપીને ખાતું ખાલી કરી દેતા હતા.ચોરોનો ગજબનો કીમિયોકલ્યાણ પૂર્વના એક એટીએમ સેન્ટરમાં છેતરપિંડીના પ્રયાસની ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી રાજેશ કુમાર યાદવ નામના આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે તેના અન્ય ત્રણ સાથીઓની માહિતી આપી હતી, જેઓ ભીવંડીના કોંગાઓ વિસ્તારમાં છુપાયેલા હતા.ફિલ્મી શૈલીમાં પોલીસનું પરાક્રમ અને આરોપીઓની ધરપકડપોલીસે ત્વરિત કાર્યવાહી કરતા કોંગાઓ ખાતે ટીમ મોકલી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ આરોપીઓ પટણા એક્સપ્રેસ ટ્રેન દ્વારા બિહાર ભાગી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસ ટીમ તાત્કાલિક કલ્યાણ રેલવે સ્ટેશન પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન રવાના થઈ ચૂકી હતી. હાર ન માનતા પોલીસકર્મીઓ ચાલુ ટ્રેનમાં દોડી ગયા અને અંદર જઈને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અંતે, ટ્રેન કસારા રેલવે સ્ટેશને પહોંચે તે પહેલાં જ પોલીસે ફિલ્મી ઢંગે પીછો કરીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસ તપાસ અને આગળની કાર્યવાહીકોલસેવાડી પોલીસ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગેંગે આ અવિરત પદ્ધતિનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને પીડિતોના ખાતામાંથી કુલ કેટલા નાણાં પડાવી લીધા છે. એટીએમનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવા અને અજાણ્યા લોકોની મદદ ન લેવા માટે પોલીસે નાગરિકોને અપીલ કરી છે.આ પણ વાંચોઃ Heart Attack: આખા દિવસની એ 10 મિનિટ જ્યારે આવે છે સૌથી વધુ હાર્ટ એટેક, જોખમથી બચવા શું કરવું?

Read Full Story arrow_forward
Surat વકીલ બળાત્કાર કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, રહીમ શેખની જામીન અરજી ફગાવી, ગમે ત્યારે થશે જેલહવાલે...
calendar_today September 8, 2026

Surat વકીલ બળાત્કાર કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, રહીમ શેખની જામીન અરજી ફગાવી, ગમે ત્યારે થશે જેલહવાલે...

સુરત શહેરમાં મહિલા વકીલ સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાના ગંભીર અને ચકચારી મામલે અદાલત તરફથી મોટો ચુકાદો સામે આવ્યો છે. આ બળાત્કારના ગુનામાં સંકળાયેલા આરોપી વકીલ રહીમ શેખે ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજીને સુરત કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવતાં હવે ગુનામાં સંકળાયેલા આરોપી વકીલ રહીમ શેખની વિધિવત ધરપકડ કરવાનો પોલીસ માટે માર્ગ સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે.'રોહન' બનીને લગ્ન કરવાની આપી લાલચકેસની મળતી વિગતો અનુસાર, આરોપી રહીમ શેખે પીડિત મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાની મોટી-મોટી વાતો કરી હતી. આરોપીએ પીડિતાનો વિશ્વાસ જીતવા માટે એવું વચન પણ આપ્યું હતું કે તે લગ્ન કરવા માટે પોતાનું નામ અને ઓળખ બદલીને 'રોહન' બની જશે. આ પ્રકારે હિન્દુ નામ ધારણ કરી લગ્ન કરવાની ઝાંસીમાં રાખીને આરોપી રહીમ શેખે મહિલા વકીલ સાથે શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં છેતરાયાનો અહેસાસ થતાં પીડિતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.કોર્ટે અરજી ફગાવી ધરપકડનો માર્ગ મોકળો કર્યોગંભીર ગુનાની સુનાવણી દરમિયાન સુરત કોર્ટે કેસની ગંભીરતા અને પ્રાથમિક પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી રહીમ શેખની આગોતરા જામીન અરજી રદ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ નીર્ણય બાદ સુરત પોલીસે આરોપી વકીલની અટકાયત કરવા માટે શોધોખોળ અને આગળની કાયદેસરની તજવીજ તેજ કરી દીધી છે. કાયદાના રક્ષક ગણાતા વકીલ દ્વારા જ પોતાના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા સાથે આ પ્રકારે છળકપટ કરી દુષ્કર્મ આચરવાના બનાવથી સુરતના વકીલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ પણ વાંચો : Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો

Read Full Story arrow_forward