android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: લોધિકા સંઘની ચૂંટણીમાં ભારે ઉત્તેજના, આજે પાંચ બેઠક પર મતદાન
calendar_today September 8, 2026

Rajkot News: લોધિકા સંઘની ચૂંટણીમાં ભારે ઉત્તેજના, આજે પાંચ બેઠક પર મતદાન

રાજકોટ જિલ્લાની પ્રતિષ્ઠિત ગણાતી રાજકોટ-લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના બે જૂથો વચ્ચે આંતરિક લડાઈ ચરમસીમાએ પહોંચતા હવે સીધી ચૂંટણીનો જંગ જામ્યો છે. સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ જતા આજે પાંચ ડાયરેક્ટરોની બેઠકો માટે મતદાન યોજાશે અને બુધવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. સંઘની ચૂંટણીમાં આ વખતે ભાજપના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને તેમના હરીફ જૂથ વચ્ચે ખરાબરીનો જંગ થવાનો છે.તેવી જ રીતે ઘંટેશ્વરના ઘોઘુભા અને મોટા મવાના વિજય સખીયા વચ્ચે કાંટાની ટક્કર છે. ભાજપના જ કાર્યકરો અંદરોઅંદર ચૂંટણી લડી રહ્યા છેભાજપના ટોચના આગેવાનો દ્વારા છેલ્લી ઘડી સુધી બંને જૂથો વચ્ચે સમાધાન કરાવી બિનહરીફ ચૂંટણી કરાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ તેમાં માં સફળતા મળી ન હતી.ભાજપના જ કાર્યકરો અંદરોઅંદર ચૂંટણી લડી રહ્યા હોવાથી ભારે ઉત્તેજના ફેલાઈ છે. પક્ષ દ્વારા ઉમેદવારો માટે સત્તાવાર વ્હીપ પણ જાહેર કરવામાં આવ્યો છે. આજે સવારે જૂની કલેક્ટર કચેરી ખાતે શરૂ થયેલા મતદાનમાં કુલ 21 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારોની સંખ્યા ઓછી હોવાથી દરેક મત અત્યંત મહત્વનો બની ગયો છે. એક ઉમેદવારો પોલીસ પ્રોટેક્શન માંગ્યુંમતદારોને અંકે કરવા માટે સામ, દામ, દંડ, ભેદ જેવા પ્રલોભનો આપવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. કેટલાક મતદારોને તો હરિફ જૂથના સંપર્કથી દૂર રાખવા ભૂગર્ભમાં પણ ઉતારી દેવાયા છે. સંઘની ચૂંટણીના ઉમેદવાર વિજય સખીયાએ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી પોલીસ પ્રોટેક્શન આપવા માંગણી કરી છે.તેમણે અરજીમાં જણાવ્યું છે કે, આજે શરૂ થયેલ મતદાન પારદર્શક રીતે થાય અને ઉમેદવાર તરીકે સુરક્ષા મળે તે માટે પોલીસ બંદોબસ્ત આપવા માંગણી કરી છે.આ પણ વાંચોઃ Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે

Read Full Story arrow_forward
PM Modi In Gujarat LIVE : PM મોદીના વડોદરા આગમન પૂર્વે સંસ્કારી નગરીમાં અનોખો ક્રેઝ, કાલા ઘોડા સર્કલ પર Gen Z યુવાનો ગરબે ઘૂમ્યા
calendar_today September 8, 2026

PM Modi In Gujarat LIVE : PM મોદીના વડોદરા આગમન પૂર્વે સંસ્કારી નગરીમાં અનોખો ક્રેઝ, કાલા ઘોડા સર્કલ પર Gen Z યુવાનો ગરબે ઘૂમ્યા

PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે સંસ્કારી નગરી વડોદરા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM બપોરે 12 વાગ્યા સુધીમાં MSU પેવેલિયન પહોંચશે. PM મોદીના આગમનને લઈને શહેરના યુવાનો અને ખાસ કરીને 'Gen Z' વર્ગમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.કાલા ઘોડા સર્કલ બન્યું ગરબાનું કેન્દ્રPMના સ્વાગત માટે 1,000થી વધુ Gen Z યુવાનો કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા છે. PMના આગમન પૂર્વે જ શહેરના પ્રસિદ્ધ કાલા ઘોડા સર્કલ પર યુવાનો ઢોલના તાલે ગરબે ઘૂમ્યા હતા. ઢોલના ધબકારે ગરબાની રમઝટ સાથે યુવાનોનો ઉત્સાહ છલકાયો હતો અને કાલા ઘોડા સર્કલ યુવાનોના ગરબાનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.MSU યુવાનોમાં જોશ અને ફેકલ્ટી ડીનનું નિવેદનમહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીના યુવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પહોંચ્યા છે અને સતત ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. યુવાનોએ જણાવ્યું હતું કે, "અમે મોદીજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, અમને તેમની બોલવાની વિશિષ્ટ સ્ટાઈલ ખૂબ ગમે છે." આ પ્રસંગે MSU કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, યુવાનોમાં એટલો જબરદસ્ત ક્રેઝ છે કે ઘણા વિદ્યાર્થીઓ સ્થાન મર્યાદાના કારણે રજિસ્ટ્રેશન પણ કરી શક્યા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોદીજી જલ્દી ફરી વડોદરા આવે ત્યારે આનાથી પણ મોટો ડોમ બનાવવામાં આવે જેથી તમામ યુવાનો જોડાઈ શકે.હેડસેટ, રેમ્પ વોક અને સેલ્ફી પોઇન્ટઆજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તદ્દન નવી શૈલીમાં યુવાનો સમક્ષ રજૂ થશે. ડોમમાં ખાસ તૈયાર કરવામાં આવેલા રેમ્પ પર ચાલીને PM યુવાનો વચ્ચે પહોંચશે. તેઓ હેડસેટ લગાવીને સીધા જ યુવાનો સાથે સંવાદ સાધશે. રેમ્પની બિલકુલ નજીક યુવાઓ અને યંગ પ્રોફેશનલ્સ બેસી શકે તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉપસ્થિત યુવાનો PM સાથે યાદગાર સેલ્ફી લઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રામસન્સ બ્રાન્ડના 555 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો
calendar_today September 8, 2026

Gujarat Latest News Live : અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રામસન્સ બ્રાન્ડના 555 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward