android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: રાજ્યમાં ચોમાસામાં ઘેર ઘેર માંદગીની સ્થિતિ, ભારે તાવના આઠ મહિનામાં 45 હજાર કેસ નોંધાયા
calendar_today September 8, 2026

Gandhinagar News: રાજ્યમાં ચોમાસામાં ઘેર ઘેર માંદગીની સ્થિતિ, ભારે તાવના આઠ મહિનામાં 45 હજાર કેસ નોંધાયા

અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોમાસાની સિઝનમાં અત્યારે નહિવત વરસાદ વચ્ચે ડેન્ગ્યુ-મેલેરિયા સહિત ભારે તાવ, વાયરલ ફીવરને લગતાં કેસોનો સકંડો કસાયો છે. ઘેર ઘેર માંદગીના અહેવાલ હોય તેવી સ્થિતિ છે.આ તરફ ગુજરાતમાં વર્ષ 2026ના 8 મહિનામાં ભારે તાવની મેડિકલ ઇમરજન્સીના 45272 કેસ નોંધાયા છે.ગત વર્ષે 2025માં આ જ સમયગાળામાં 41494 ઇમરજન્સી કેસ હતા.આમ ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ભારે તાવની મેડિકલ ઇમરજન્સીમાં 9.18 ટકાનો વધારો થયો છે,આ માત્ર 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે પહોંચેલા દર્દીના આંકડા છે.આ સિવાય અન્ય સરકારી ખાનગી હોસ્પિટલો, ક્લિનિકોમાં ભારે તાવ, વાયરલ ફીવરના કેસની સંખ્યા અત્યારે મોટા પાયે જોવા મળી રહી છે.ઓગસ્ટમાં સિવિલમાં જ ડેન્ગ્યુના 90થી વધુ દર્દી નોંધાયાઅમદાવાદ શહેરમાં 8 મહિનામાં ભારે તાવના કારણે 108 એમ્બ્યુલન્સ મારફતે 100078 લોકોને વિવિધ હોસ્પિટલે ખસેડીને સારવાર આપવામાં આવી છે.આ તરફ અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ભારે તાવ સહિત વાયરલ ફીવરને લગતાં 230થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.ઓગસ્ટમાં સિવિલમાં જ ડેન્ગ્યુના 90થી વધુ દર્દી નોંધાયા છે. ચિકનગુનિયાના 144 કેસ છે. દિવસની ઓપીડીમાં 22 હજાર જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે જ્યારે 229થી વધુ દર્દીને દાખલ કરીને સારવાર અપાઈ ચૂકી છે.પાણીજન્ય સંક્રમણના કેસ જોવા મળી રહ્યા છેસ્વાઈન ફલૂના શંકાસ્પદ કેસનું પ્રમાણમાં વધી ગયું છે. સિવિલમાં સ્વાઈન ફલૂના ત્રણ જેટલા પોઝિટિવ કેસ આવ્યા હતા.સોલા સિવિલમાં સપ્તાહમાં 8 પોઝિટિવ કેસ થયા છે. જ્યારે શંકાસ્પદ કેસોનો આંકડો 30ને પાર જોવા મળ્યો છે.સોલા સિવિલમાં ડેન્ગ્યુના જ એક સપ્તાહમાં 11થી વધુ કેસ સામે આવ્યા છે.એકંદરે અત્યારે મચ્છરજન્ય તો ક્યાંક પાણીજન્ય સંક્રમણના કેસ જોવા મળી રહ્યા છે.108 ઇમરજન્સી ડેટા પ્રમાણે વર્ષ 2026માં સુરતમાં 6752 ભારે તાવના ઇમરજન્સી કેસ આવ્યા છે.ગત વર્ષે 8 મહિનામાં 6228 દર્દી હતાં. આમ ઇમરજન્સીમાં 8.81 ટકાનો વધારો નોંધાયો છે. ઉલટી ઉબકાની ફરિયાદો દર્દીઓમાં જોવા મળી રહી છેભાવનગરમાં ભારે તાવની ઇમરજન્સી 19.52 ટકા વધી છે.એ જ રીતે મહેસાણામાં ભારે તાવના ઇમરજન્સી કેસમાં 36 ટકા,દેવભૂમિ દ્વારકામાં 37.5 ટકા, ગીર સોમનાતમાં 36.15 ટકા, કચ્છ જિલ્લામાં 120.48 ટકા, ખેડામાં 37.48 ટકા, મોરબીના જિલ્લામાં 21.82 ટકા, મોરબીમાં 53.11 ટકા, પંચમહાલ જિલ્લામાં 36.35 ટકા, પોરબંદરમાં 36.88 ટકા, સાબરકાંઠા જિલ્લામાં 45.33 ટકા, તાપી જિલ્લામાં 15.82 ટકા એમ એકંદરે ગત વર્ષની સરખામણીએ ભારે તાવની લગતી ઇમરજન્સી 9.18 ટકા જેટલી વધી છે.ભારે તાવની સ્થિતિમાં ખૂબ ઠંડી લાગવી, તીવ્ર માથાનો દુખાવો, સ્નાયુઓ અને સાંધામાં અસહ્ય દુખાવો, અતિશય પરસેવો વળવો, ચક્કર આવવા, અશક્તિ, ભૂખ ન લાગવી તેમજ ઉલટી ઉબકાની ફરિયાદો દર્દીઓમાં જોવા મળી રહી છે.આ પણ વાંચોઃ નાગરિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા મેગા કૅમ્પ યોજાયો

Read Full Story arrow_forward
Ahmedabad News: વડાપ્રધાન મોદી GenZ અને બુદ્ધિજીવીઓને સંબોધશે, હેડસેટ લગાવી રેમ્પ પર ચાલીને સંવાદ કરશે
calendar_today September 8, 2026

Ahmedabad News: વડાપ્રધાન મોદી GenZ અને બુદ્ધિજીવીઓને સંબોધશે, હેડસેટ લગાવી રેમ્પ પર ચાલીને સંવાદ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા ખાતે આવી રહ્યા છે.જેઓ શહેરના ફતેગંજ ખાતે આવેલા એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતેથી રૂ.35200 કરોડથી વધુના વિકાસ કામોની દેશને ભેટ આપશે.તેમાં રૂ.32609 કરોડથી વધુના કેન્દ્ર સરકારના અને રૂ.2597 કરોડથી વધુના રાજ્ય સરકારના પ્રોજેક્ટ સામેલ છે. આ પ્રસંગે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. મંગળવારે બપોરે 12 કલાકે વડાપ્રધાન એમ.એસ.યુનિવર્સિટીના ફતેગંજ ખાતે આવેલ પેવેલિયન મેદાન પર જેન-ઝી, ડોક્ટર, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિતના બુદ્ધિજીવીઓને સંબોધશે. જેનઝી અને બુદ્ધિજીવીઓને સંબોધશેઆ વિકાસકામોમાંકેન્દ્ર સરકારના રૂ.32609 કરોડથી વધુના કામોમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના રૂ.1840 કરોડના પ્રોજેક્ટ સામેલ રહેશે. સૌથી મોટા પ્રોજેક્ટ ભારતીય રેલવે વિભાગના છે.જેમાં રૂ.30766 કરોડના કામો સામેલ છે.અન્ય રેલવે લાઈનોના ગેજ કન્વર્ઝન અને ડબલિંગના કામોનું લોકાર્પણ કરવાની સાથે વડોદરા-ડાંડા રોડ વચ્ચે નવી ટ્રેન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર માલગાડીનું ફ્લેગ ઓફ કરાશે.પ્રધાનમંત્રી મોદી બપોરે 12 કલાક થી 1.15 કલાક સુધી વિશેષ ઉપસ્થિત રહેશે અને બુદ્ધિજીવીઓને સંબોધશે.બપોરે તેઓ વડોદરાથી નવસારી ખાતે જિલ્લા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન માટે જવા માટે નીકળશે. 35,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ PM નરેન્દ્ર મોદી આજે વડોદરામાં સવારે 11:30 વાગ્યે સમગ્ર રાજ્ય માટે રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.આ પ્રવાસ દરમિયાન PM મોદી રૂ.20,700 કરોડના ખર્ચે તૈયાર થયેલા 326 કિલોમીટર લાંબા WDFC સેક્શનને રાષ્ટ્રાર્પણ કરવાની સાથે વડોદરા-ટાંડા રોડ નવી પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપશે, તેમજ રૂ.9,700 કરોડના નવા રેલવે પ્રોજેક્ટ્સ, રૂ.1,780 કરોડના 3 નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સ અને વડોદરા રિંગ રોડ ફેઝ-2 સહિત કડાણા ડેમ પર 110 MWના સોલાર પ્રોજેક્ટ જેવા રાજ્ય સરકારના રૂ.2,600 કરોડના વિકાસકામોની મોટી ભેટ આપશે. રેમ્પ પર ચાલીને હેડસેટ લગાવીને સીધો સંવાદ કરશેઆ વિકાસકાર્યોની સોગાદ આપ્યા બાદ વડાપ્રધાન નવસારીની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ ભાજપ કાર્યાલય અને અન્ય લોકકલ્યાણકારી સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે.આજે વડાપ્રધાન મોદી વડોદરાના પ્રવાસ દરમિયાન એક નવી પદ્ધતિ અપનાવશે. જેમાં તેઓ બપોરે 12 વાગ્યા સુધીમાં એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ પહોંચીને ડોમમાં ખાસ બનાવવામાં આવેલા રેમ્પ પર ચાલીને હેડસેટ લગાવીને સીધો સંવાદ કરશે.આ વિશેષ આયોજનમાં રેમ્પની નજીક જ યુવાનો અને પ્રોફેશનલ્સ બેસી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યુવાનો સાથે રૂબરૂ ચર્ચા કરવાની સાથે તેમની સાથે સેલ્ફી પણ લઈ શકે.આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યમાં ચોમાસામાં ઘેર ઘેર માંદગીની સ્થિતિ, ભારે તાવના આઠ મહિનામાં 45 હજાર કેસ નોંધાયા

Read Full Story arrow_forward
Weather Upadate : દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની ખાસ નજર, વરસાદનું સંકટ કે માત્ર ઝાપટાં? હવામાન વિભાગની નવી આગાહી
calendar_today September 8, 2026

Weather Upadate : દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની ખાસ નજર, વરસાદનું સંકટ કે માત્ર ઝાપટાં? હવામાન વિભાગની નવી આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના વર્તમાન રાઉન્ડને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી છે. હાલમાં 2 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો અને હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના મુખ્ય શહેરોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેરની શક્યતાહવામાન વિભાગના ઓફિશિયલ બુલેટિન મુજબ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. જેમાં તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણમાં મેઘરાજા હાજરી પુરાવે તેવી પૂરેપૂરી સંભાવના છે. જોકે, 2 સિસ્ટમ કાર્યરત હોવા છતાં પણ આ વિસ્તારોમાં કોઈ ધોધમાર કે અતિભારે વરસાદ પડે તેવી શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે, જેથી તંત્ર કે સ્થાનિક રહીશો માટે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી.ખેતી અને સામાન્ય જનજીવન માટે અનુકૂળ સ્થિતિરાજ્યમાં બે વરસાદી સિસ્ટમ ચાલુ હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે અને કેટલાક સ્થળોએ સમયાંતરે હળવા ઝાપટાં પડવાનું ચાલુ રહેશે. અતિભારે વરસાદનો કોઈ ભય ન હોવાથી સામાન્ય જનજીવન અને ખેતીકામ રાબેતા મુજબ સુચારુ રૂપે ચાલતું રહેશે. હવામાન વિભાગ દ્વારા બદલાતા હવામાનની આ ગતિવિધિઓ અને સિસ્ટમની દિશા પર સતત બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.આ પણ વાંચો : Gandhinagar News: રાજ્યમાં ચોમાસામાં ઘેર ઘેર માંદગીની સ્થિતિ, ભારે તાવના આઠ મહિનામાં 45 હજાર કેસ નોંધાયા

Read Full Story arrow_forward