android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ક્રિપ્ટો અને હવાલાથી 3 હજાર કરોડની હેરાફેરી, EDના ગુજરાત સહિત 17 સ્થળોએ દરોડા
calendar_today September 8, 2026

Ahmedabad News: ક્રિપ્ટો અને હવાલાથી 3 હજાર કરોડની હેરાફેરી, EDના ગુજરાત સહિત 17 સ્થળોએ દરોડા

ઓનલાઇન સટ્ટા પ્લેટફોર્મ પારીમેચ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઈડીએ કડક કાર્યવાહી કરી છે.આ તપાસના ભાગરૂપે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન,દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશનાં 17 સ્થળો પર મોટા પાયે તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઈડી દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન આશરે રૂ.2.11 કરોડની ચલ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં રૂ.1 લાખની રોકડ, 1 કિલોગ્રામ સોનાની બાર તેમજ વિવિધ વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત,અંદાજે રૂ.37 કરોડની બેંક સિલક પણ ફ્રીઝ કરવામાં આવી છે.આ સમય પ્રકરણમાં અત્યાર સુધીમાં ઈડી દ્વારા કુલ રૂ.150 કરોડથી વધુની સંપત્તિઓ ફ્રીઝ કે જપ્ત કરવાની કાર્યવાહી કરાઈ ચૂકી છે.ઓનલાઇન સટ્ટાબાજીના માધ્યમથી યુઝર્સ સાથે ઠગાઈમુંબઈના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા પારીમેચ ડોટ કોમ વિરુદ્ધ ઓનલાઇન સટ્ટાબાજીના માધ્યમથી યુઝર્સ સાથે ઠગાઈ કરવાના આરોપસર નોંધાયેલી ફરિયાદના આધારે ઈડીએ આ તપાસ શરૂ કરી હતી.પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ પ્લેટફોર્મે યુઝર્સને ઊંચા રિટર્ન અને નફાની લાલચ આપીને માત્ર એક જ વર્ષમાં રૂ.3 હજાર કરોડથી વધુની જંગી રકમ એકત્ર કરી હતી.ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે સટ્ટાબાજીથી મેળવેલા નાણાંની હેરાફેરી કરવા માટે એક જટિલ અને મલ્ટી-લેવલ તંત્ર ગોઠવવામાં આવ્યું હતું.શરૂઆતમાં આ રકમ મર્ચન્ટ ખાતા તરીકે ઓળલાવાયેલાં અનેક મ્યુલ ખાતાઓ દ્વારા રૂટ કરવામાં આવતી હતી. ત્યારબાદ તેને કેશ મેનેજમેન્ટ સિસ્ટમ અને ડોમેસ્ટિક મની ટ્રાન્સફર એજન્સીઓની મદદથી લેયરિંગ કરવામાં આવતી હતી. 500 કરોડ વિદેશ મોકલવામાં આવ્યા હતાઆ પ્રક્રિયા દ્વારા બોર્કિંગ સિસ્ટમમાં નાણાંનું ચક્ર ફેરવીને તેના બદલે ભૌતિક રોકડ સટ્ટા નેટવર્ક સાથે સંકળાયેલા શાખાઓને ઉપલબ્ધ કરાતી હતી.આ રોકડ રકમને હવાલા અને ક્રિપ્ટો ઓપરેટરોની મદદથી યુએસડીટીમાં રૂપાંતરિત કરીને પારીમેચના વિદેશી ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરાતી હતી.આ ઉપરાંત, પેમેન્ટ મિડિયેટર્સ દ્વારા આ નાણાં ભારતીય ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટરોનાં બેંક ખાતાઓમાં પણ રૂટ કરવામાં આવ્યા હતા. જેની સામે કોઈ વાસ્તવિક સેવાઓ પૂરી પાડવામાં આવી ન હતી. આવા બે ઓપરેટરો દ્વારા જ ઓછામાં ઓછા રૂ.200 કરોડના વ્યવહારો કરાયા હોવાનું સામે આવ્યું છે.સાથો સાથ હેફાડા માટેના વિદેશી પ્રત્યક્ષ રોકાણો અને સેવાઓની નકલી આયાત જેવા સમાંતર માધ્યમો દ્વારા પણ રૂ.500 કરોડ વિદેશ મોકલવામાં આવ્યા હતા.આ પણ વાંચોઃ નાગરિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા મેગા કૅમ્પ યોજાયો

Read Full Story arrow_forward
UP: બાગપતમાં ભયાનક અકસ્માત, ગોગામેડી દર્શન કરી પરત ફરી રહેલા બદાયૂંના 13 શ્રદ્ધાળુઓના મોત
calendar_today September 8, 2026

UP: બાગપતમાં ભયાનક અકસ્માત, ગોગામેડી દર્શન કરી પરત ફરી રહેલા બદાયૂંના 13 શ્રદ્ધાળુઓના મોત

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર સોમવારે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના ગોગામેડી ખાતે જહરવીર બાબાના દર્શન કરીને પોતાના વતન બદાયૂં પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની પિકઅપ ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં બદાયૂં જિલ્લાના 13 શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે જ કે સારવાર દરમિયાન કમનસીબ મોત નીપજ્યાં હતાં, જ્યારે 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.100થી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા દર્શને પ્રાપ્ત માહિતી અનુસાર, બદાયૂં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ગામોના 100 થી વધુ શ્રદ્ધાળુઓ ચાર પિકઅપ ટ્રકમાં સવાર થઈને આસ્થાની યાત્રાએ ગયા હતા. દર્શન પૂર્ણ કરી પરત ફરતી વેળાએ બાગપત પાસે આ હોનારત સર્જાઈ હતી. મૃતકોમાં અલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્લાપુર ચમારી ગામના સાત લોકોનો સમાવેશ થાય છે, જેમાં જયસિંહ ઉર્ફે સાધુ, તેમના પત્ની મુન્ની દેવી, પ્રેમ સિંહ, ભગવતી (પત્ની ચિત્રપાલ), મૂર્તિ (પત્ની થાન સિંહ), રામેશ્વર અને અવનિશ સામેલ છે. ભયાનક અકસ્માતમાં બદાયૂંના 13 લોકોના મોતઆ ઉપરાંત, અન્ય વિસ્તારોમાંથી પણ કેટલાક પરિવારોના સભ્યો ભોગ બન્યા હતા. જેમાં જરીફનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મદારપુર ગામના નેમપાલનો 12 વર્ષનો પુત્ર જીતેન્દ્ર અને બીનાવર પોલીસ સ્ટેશન વિસ્તારના રસુલ ગામના આનંદ વીરનો 17 વર્ષનો પુત્ર મુનીમ પણ મૃત્યુ પામનારાઓમાં સામેલ છે. આ અચાનક થયેલી આફતથી મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.ઘાયલોની સારવાર અને પ્રશાસનિક સહાયઆ ભયાનક અકસ્માતમાં ૨૦ થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થનારાઓમાં માનસી, સુલતાનશ્રી, પ્રેમવતી, નેપાળ, અનમોલ, આનંદ વીર, છત્રપાલ, દિલીપ, યાદરામ, ખુશી, સોની, પ્રદીપ, કુંવરપાલ, મહેશાદેવી, અખિલેશ, સિંધુ, થાન સિંહ, રાજેશ્વર, કલ્લો, જગદીશનો પુત્ર અખિલેશ અને અરુણ કુમારનો સમાવેશ થાય છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસન તાત્કાલિક ધોરણે હરકતમાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની વિશેષ સારવાર ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવારજનોને શક્ય તમામ મદદ અને સાંત્વના આપવામાં આવી રહી છે. ધાર્મિક આસ્થા સાથે નીકળેલી આ યાત્રા અંતમાં આખા પરિવાર અને ગામ માટે કાળમીંઢ રાત્રિ સાબિત થઈ, જેને કારણે સમગ્ર બદાયૂં પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.આ પણ વાંચોઃ Weather Update : બિહારથી લઇને MP સુધી પૂરની પરિસ્થિતિ, આજે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

Read Full Story arrow_forward
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 08-09-2026
calendar_today September 8, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 08-09-2026

Bharatbhai ArvindbhaiSandhyaben PrahladbhaiChirag PremanandRajeshkumar Gaurishankarહસતા રહો તમે લાખો ની વચ્ચે, ખીલતા રહો તમે કરોડો ની વચ્ચે, રોશન રહો તમે અરબો ની વચ્ચે, જેવી રીતે રહેછે સૂરજ સિતારો ની વચ્ચે. ?હેપ્પી બર્થડેય ?

Read Full Story arrow_forward