android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraના બાજવામાં રખડતા ઢોરનો આતંક: માતા અને માસૂમ બાળક પર હુમલો
calendar_today September 7, 2026

Vadodaraના બાજવામાં રખડતા ઢોરનો આતંક: માતા અને માસૂમ બાળક પર હુમલો

વડોદરા શહેરના બાજવા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માતા અને તેના માસૂમ બાળક પર રખડતા ઢોરે અચાનક ભયાનક હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે માતા અને બાળક બંને રસ્તા પર પછડાયા હતા, જેમાં બંનેને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના બની ત્યારે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઢોરને ભગાડીને માતા-બાળકનો બચાવ કર્યો હતો.હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ આ સમગ્ર હૃદયકંપાવનારી ઘટનાના દ્રશ્યો નજીકના સીસીટીવી (CCTV) અથવા સ્થાનિક લોકોના કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ વડોદરાવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અવારનવાર બનતી આવી ઘટનાઓને કારણે રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે.પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ રખડતા ઢોરના સતત વધતા જતાં ત્રાસ અને આતંકને કારણે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકા તંત્રની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરીના દાવાઓ વચ્ચે પણ શહેરમાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર માત્ર કાગળ પર કામગીરી બતાવવાને બદલે રખડતા ઢોરના મુક્ત પરિભ્રમણ સામે કડક આયોજન કરી કાયદેસરના આકરાં પગલાં ભરે, જેથી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકાતા અટકે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabadના સરખેજમાં 'મુનબીન કાફે'માં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર પોલીસનો દરોડો
calendar_today September 7, 2026

Ahmedabadના સરખેજમાં 'મુનબીન કાફે'માં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર પોલીસનો દરોડો

અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે સરખેજ વિસ્તારમાં આવેલા 'મુનબીન કાફે' પર અચાનક રેડ પાડી હતી. પોલીસે દરોડા દરમિયાન કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કાફેની આડમાં યુવાનોને હુક્કો પીરસવામાં આવતો હોવાનું સામે આવતાં પોલીસે તાત્કાલિક સ્થળ પરથી હુક્કા તેમજ વિવિધ ફ્લેવર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.સંચાલકો વિરુદ્ધ કાયદાકીય ગુનો દાખલ પોલીસની આ કાર્યવાહી દરમિયાન હુક્કાબાર ચલાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિ કરવા બદલ મુખ્ય આરોપી હર્ષ ત્રિપાઠી અને જૈનમ દોશી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કાફેમાંથી મળી આવેલા હુક્કા, હાનિકારક ફ્લેવર્સ અને અન્ય સહાયક સામગ્રીને પોલીસે જપ્ત કરીને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.સરખેજ પોલીસ દ્વારા વધુ તપાસ તેજ સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ હુક્કાબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો, તેમાં કયા કયા લોકો આવતા હતા અને ફ્લેવરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે અંગે આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેરમાં ગેરકાયદે ચાલતા આવા કેફે અને હુક્કાબાર સામે પોલીસે ઝુંબેશ વધુ કડક બનાવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : 9 વિધેયક સાથે 9 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસુ સત્ર, અછત મુદ્દે મંત્રી જીતુ વાઘાણી બોલવાનું ટાળ્યું
calendar_today September 7, 2026

Gandhinagar : 9 વિધેયક સાથે 9 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસુ સત્ર, અછત મુદ્દે મંત્રી જીતુ વાઘાણી બોલવાનું ટાળ્યું

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 9, 10 અને 11 સપ્ટેમ્બર એમ 3 દિવસ માટે યોજાવાનું છે. સત્રની તૈયારીઓને લઈને વિધાનસભા અધ્યક્ષની આગેવાનીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકારના મંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા.3 દિવસના સત્રમાં ગૃહમાં આવશે 9 વિધેયકઆગામી ચોમાસુ સત્ર દરમિયાન કુલ 9 વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિધેયકો રજૂ કરવામાં આવશે અને ગૃહમાં તેના પર ચર્ચા કરવામાં આવશે. ચોમાસુ સત્રને લઈને રાજકીય અને વહીવટી સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે.અવસાન પામેલા સભ્યોને અપાશે શ્રદ્ધાંજલિવિધાનસભાના અગાઉના તેમજ ચાલુ ટર્મ દરમિયાન અવસાન પામેલા સભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સત્રની શરૂઆત દરમિયાન ગૃહ દ્વારા દિવંગત સભ્યોને શોકાંજલિ આપવામાં આવશે.કોંગ્રેસના આરોપો પર શું કહ્યું?કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિવિધ આરોપો અંગે પૂછવામાં આવતા મંત્રી જીતુ વાઘાણીએ ભાજપ સરકારને જનતાની સ્વીકૃતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકશાહીમાં જનતાએ ભાજપને તક આપી છે અને જનતાએ પોતાનો જવાબ ચૂંટણી દ્વારા આપ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર ક્યાંય ચર્ચામાંથી ભાગતી નથી.કિસાન સંઘની બેઠક પર મૌન કેમ?વિધાનસભા સત્રની બેઠક દરમિયાન કિસાન સંઘ સાથેની બેઠક અને રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાના મુદ્દે પૂછાયેલા સવાલો પર કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું. કિસાન સંઘ દ્વારા અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દે મંત્રીના મૌને અનેક સવાલો ઉભા કર્યા છે.સત્રમાં અછતનો મુદ્દો ગુંજશે?આગામી 3 દિવસીય ચોમાસુ સત્રમાં કુલ 9 વિધેયક રજૂ થવાના છે. બીજી તરફ રાજ્યમાં અછતની સ્થિતિ અને ખેડૂતોની મુશ્કેલીઓનો મુદ્દો પણ ચર્ચામાં રહે તેવી શક્યતા છે. હવે સૌની નજર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અછતગ્રસ્ત વિસ્તાર અને ખેડૂતોના પ્રશ્નો અંગે શું જવાબ આપે છે તેના પર રહેશે.   આ પણ વાંચો :    Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward