android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vande Bharat માં ‘ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન’નું સફળ ટ્રાયલ, 160ની સ્પીડે પણ હાઈ-ટેક સુરક્ષા!
calendar_today September 7, 2026

Vande Bharat માં ‘ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન’નું સફળ ટ્રાયલ, 160ની સ્પીડે પણ હાઈ-ટેક સુરક્ષા!

ભારતીય રેલવેમાં વંદે ભારત ટ્રેનો હવે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા લાગી છે. આ જ ગતિ સાથે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેએ પોતાની સ્વદેશી સુરક્ષા પ્રણાલી 'કવચ' (Kavach) ને વધુ મજબૂત અને ઝડપી બનાવી છે. તાજેતરમાં રેલવે દ્વારા તેનું સફળ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ એટલી આધુનિક છે કે જો પાઇલટ (ડ્રાઇવર) સમયસર પ્રતિક્રિયા ન આપે, તો પણ જોખમ જોઈને ટ્રેન આપોઆપ બ્રેક લગાવીને રોકાઈ જશે.કવચ સિસ્ટમ શું છે?કવચ એ ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ છે. તેને રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) દ્વારા ભારતીય કંપનીઓ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય સિગ્નલ ઓવરશૂટ કરવાથી થતા અકસ્માતો અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપને રોકવાનો છે. હવે તેનો નવો અવતાર 'કવચ 4.0' તૈયાર કરાયો છે, જે ખાસ કરીને હાઇ-સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.160ની ઝડપે બ્રેક કેવી રીતે લાગશે?કવચ સિસ્ટમ ટ્રેન, રેલવે ટ્રેક અને સિગ્નલ સિસ્ટમ વચ્ચે સતત ડિજિટલ માધ્યમથી ડેટાનું આદાન-પ્રદાન કરે છે. જો ટ્રેન નક્કી કરેલી સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ચાલતી હોય અથવા આગળ લાલ સિગ્નલ હોય અને ડ્રાઇવરે સમયસર બ્રેક ન લગાવી હોય, તો કવચ સિસ્ટમ સ્વચાલિત રીતે (ઓટોમેટિક) બ્રેકિંગ સિસ્ટમને સક્રિય કરી દે છે. આનાથી 160 કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે પણ માનવીય ભૂલ થાય તો મશીન પોતે પરિસ્થિતિ સંભાળી લે છે.અકસ્માત અને ટક્કર રોકતી ટેકનોલોજીઆ ટેકનોલોજીને કાર્યરત કરવા માટે રેલવે ટ્રેક પર હજારોની સંખ્યામાં RFID ટેગ લગાવવામાં આવે છે. આ ઉપરાંત ટાવર, ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને ખાસ કવચ હટ બનાવવામાં આવે છે. ટ્રેનમાં લાગેલું ડિવાઇસ અલ્ટ્રા હાઇ ફ્રીક્વન્સી (UHF) રેડિયો સિગ્નલ દ્વારા ટ્રેક અને સિગ્નલ સાથે સતત સંપર્કમાં રહે છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે એક જ ટ્રેક પર આગળ કે પાછળ બીજી કોઈ ટ્રેન તો નથી આવી રહી ને. પરિણામે સામસામે કે પાછળથી થતી ટ્રેનની ટક્કર સંપૂર્ણપણે અટકે છે.કેટલી વિશ્વસનીય છે આ સિસ્ટમ?કવચ સિસ્ટમને વૈશ્વિક સુરક્ષા માનક 'સેફ્ટી ઇન્ટિગ્રિટી લેવલ-4' (SIL-4) પર વિકસાવવામાં આવી છે. આનો અર્થ એ થાય છે કે આ સિસ્ટમમાં ભૂલ થવાની કે નિષ્ફળ જવાની શક્યતા 10,000 વર્ષમાં માત્ર એક જ વાર હોઈ શકે છે, જે વિશ્વના સૌથી ઉચ્ચ સુરક્ષા ધોરણોમાં ગણાય છે. આ ઉપરાંત, આ સિસ્ટમ કંટ્રોલ રૂમને દરેક ટ્રેનનું લાઈવ લોકેશન અને સ્પીડની વિગતો પણ સતત મોકલતી રહે છે, જેથી આખા રેલવે નેટવર્ક પર નજર રાખી શકાય.રેલવે મુસાફરીમાં સુરક્ષાનો નવો યુગ160 કિમી/કલાકની સ્પીડ વાળી વંદે ભારત ટ્રેનોમાં કવચ 4.0 ના અમલીકરણથી ભારતીય રેલવેનો પ્રવાસ હવે પહેલા કરતા ઘણો વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બની ગયો છે. આ સ્વદેશી ટેકનોલોજીએ માત્ર માનવીય ભૂલના જોખમને નાબૂદ નથી કર્યું, પરંતુ ભારતને આત્મનિર્ભર બનાવી રેલ સુરક્ષા ક્ષેત્રે વિશ્વભરમાં એક નવો બેન્ચમાર્ક પણ સ્થાપિત કર્યો છે.વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
West Bengal : દુર્ગા પૂજાને લઈને શુભેન્દુ અધિકારીનું એલાન, મહાઅષ્ટમીએ દારૂ વેચાણ બંધ અને પૂજા સમિતિઓને 1 લાખ સહાય
calendar_today September 7, 2026

West Bengal : દુર્ગા પૂજાને લઈને શુભેન્દુ અધિકારીનું એલાન, મહાઅષ્ટમીએ દારૂ વેચાણ બંધ અને પૂજા સમિતિઓને 1 લાખ સહાય

પશ્ચિમ બંગાળમાં આગામી દુર્ગા પૂજાને લઈને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ અનેક મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે. ઓછી બજેટ ધરાવતી દુર્ગા પૂજા સમિતિઓને 1 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ પૂજા સમિતિઓ માટે વીજળી અને ફાયર સેફ્ટી સંબંધિત રાહતોની પણ જાહેરાત કરવામાં આવી છે.મહાઅષ્ટમીએ દારૂની દુકાનો અને બાર બંધ રહેશેસરકારના સૌથી મોટા નિર્ણયોમાં મહાઅષ્ટમીના દિવસે રાજ્યભરમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ દિવસે દારૂની દુકાનો ઉપરાંત બાર પણ બંધ રહેશે અને દારૂ વેચાણ કે પીરસવાની મંજૂરી નહીં હોય.DJ પર પ્રતિબંધ, ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડવાની અપીલમુખ્યમંત્રીએ દુર્ગા પૂજા દરમિયાન DJ સંગીત પર પણ પ્રતિબંધની જાહેરાત કરી છે. સાથે જ પૂજા સમિતિઓને પ્રતિમા, પંડાલ, થીમ અને સજાવટમાં એવી કોઈ બાબત ન કરવા અપીલ કરવામાં આવી છે જે ધાર્મિક ભાવનાઓ અથવા સાંસ્કૃતિક પરંપરાને અસર પહોંચાડે.1 લાખની સહાય કોને મળશે?સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઓછી બજેટ અને આર્થિક રીતે નબળી પૂજા સમિતિઓને 1 લાખની સહાય આપવામાં આવશે. મોટી બજેટ ધરાવતી અને આર્થિક રીતે સક્ષમ સમિતિઓને સરકારી સહાય ન લેવા સ્વૈચ્છિક અપીલ કરવામાં આવી છે.ફ્રી વીજળી અને ફાયર સેફ્ટીમાં રાહતદુર્ગા પૂજા સમિતિઓ માટે વીજળી બિલમાં સંપૂર્ણ રાહતની જાહેરાત કરવામાં આવી છે. ફાયર સેફ્ટી લાઇસન્સ ફરજિયાત રહેશે, પરંતુ તેના માટે સમિતિઓ પાસેથી ફી લેવામાં નહીં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.વિસર્જનને લઈને પણ નવી ગાઇડલાઇનસરકારે વિસર્જન વ્યવસ્થા અંગે પણ નિયમો જાહેર કર્યા છે અને દુર્ગા પૂજાનું આયોજન શાંતિપૂર્ણ અને પરંપરાગત રીતે થાય તે માટે સમિતિઓને સૂચનાઓ આપવામાં આવી છે.  આ પણ વાંચો  :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward
8 September Top News: PM મોદીનો ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ, 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ અને મુખ્ય સમાચાર
calendar_today September 7, 2026

8 September Top News: PM મોદીનો ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ, 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ અને મુખ્ય સમાચાર

8 સપ્ટેમ્બરનો દિવસ દેશ અને વિદેશની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસે રહેશે, જ્યાં તેઓ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. દેશમાં હવામાન વિભાગે 20 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અયોધ્યામાં મહત્વના રાજકીય અને વહીવટી કાર્યક્રમો યોજાશે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સાક્ષરતા અને ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવશે.PM મોદીનો ગુજરાત અને મહારાષ્ટ્રનો પ્રવાસવડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાતે રહેશે. બપોરે 12:00 વાગ્યે તેઓ વડોદરા ખાતે 35,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તથા જનસભાને સંબોધશે. ત્યારબાદ સાંજે 5:45 વાગ્યે મુંબઈ ખાતે 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026'નું ઉદ્ઘાટન કરશે.અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના નવા CEO કાર્યભાર સંભાળશેશ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યાના નવનિયુક્ત CEO એર માર્શલ (રિટાયર્ડ) જીતેન્દ્ર મિશ્ર 8 સપ્ટેમ્બરના રોજ વિધિવત રીતે પોતાનો પદભાર ગ્રહણ કરશે. આ પહેલા વૈદેહી ભવનમાં ટ્રસ્ટીઓ સાથેની બેઠકમાં CEOની કાર્યપ્રણાલી અને જવાબદારીઓની SOP આખરી કરવામાં આવી હતી.રાહુલ ગાંધીનો બે દિવસીય રાયબરેલી પ્રવાસરાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી 8 સપ્ટેમ્બરના રોજ તેમના સંસદીય ક્ષેત્રના બે દિવસીય પ્રવાસે પહોંચશે. પ્રથમ દિવસે તેઓ સ્થાનિક બિઝનેસ કમ્યુનિટી સાથે સંવાદ કરશે અને 9 સપ્ટેમ્બરે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ (DISHA)ની બેઠકમાં ભાગ લેશે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 8 થી 10 સપ્ટેમ્બર સુધી શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ શ્રીલંકાના ઉચ્ચ નેતૃત્વ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે અને કોલંબોમાં ભારતીય સમુદાય સાથે સંવાદ સાધશે.ઇજિપ્ત એર શોમાં ભારતીય વાયુસેનાની 'સારંગ' ટીમભારતીય વાયુસેનાની પ્રખ્યાત 'સારંગ' હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અલ-અલામીન આંતરરાષ્ટ્રીય એર શોમાં ભાગ લેવા માટે ઇજિપ્ત પહોંચી છે. આ એર શો 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કાર્યક્રમઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 8 સપ્ટેમ્બરના રોજ અયોધ્યાની મુલાકાતે રહેશે. તેઓ સવારે 11:00 વાગ્યે યોજાનારા આંગણવાડી સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.ઝારખંડમાં ભરતી પરીક્ષા ધાંધલી સામે ભાજપનું આંદોલનJPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગડબડીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી 8 સપ્ટેમ્બરથી ઝારખંડમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરી રહી છે. ભાજપની માગ છે કે, વિદ્યાર્થીઓ પરના કેસો પાછા ખેંચવામાં આવે અને સમગ્ર મામલાની CBI તપાસ થાય.દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટહવામાન વિભાગે 8 સપ્ટેમ્બરના રોજ 13 કલાકની અંદર દેશના 20 રાજ્યોમાં મુસળધાર વરસાદ અને 70 થી 80 km/h ની ઝડપે વાવાઝોડાની ચેતવણી આપી છે. પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઇડ અને પૂર્વ ભારતમાં વીજળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મુસાફરોને સાવચેત રહેવા જણાવાયું છે.આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસUNESCO દ્વારા ઘોષિત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ માનવ અધિકાર તરીકે સાક્ષરતાનું મહત્વ દર્શાવે છે અને સમાજમાં શિક્ષણના વ્યાપને પ્રોત્સાહન આપે છે.વિશ્વ ફિઝિયોથેરાપી દિવસવૈશ્વિક આરોગ્ય અને શારીરિક ક્ષમતા સુધારવામાં ફિઝિયોથેરાપિસ્ટની ભૂમિકાને બિરદાવવા માટે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવાય છે. 1951માં આ જ દિવસે ફિઝિયોથેરાપીના વૈશ્વિક સંગઠનની સ્થાપના થઈ હતી.8 સપ્ટેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ1320 - જિયાસુદ્દીન તુઘલક: દિલ્હી સલ્તનત પર વિજય મેળવીને તુઘલુક વંશની સ્થાપના કરી.1840 - ભાવનગર રાજ્ય ચલણ: ઠાકોર વજેસિંગ અને બ્રિટિશ સત્તા વચ્ચેના કરાર મુજબ ભાવનગરનું સત્તાવાર નાણું 'ઇમ્પિરિયલ રૂપિયો' બન્યું.1504 - માઇકલએન્જલોની શિલ્પકૃતિ: ઈટાલીના ફ્લોરેન્સમાં વિશ્વવિખ્યાત આરસપહાણની મૂર્તિ 'ડેવિડ'નું અનાવરણ કરવામાં આવ્યું.1941 - લેનિનગ્રાડની ઘેરાબંધી: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નાઝી સેનાએ રશિયાના લેનિનગ્રાડ શહેરને 28 મહિના માટે ઘેરી લીધું.1951 - સેન ફ્રાન્સિસ્કો સંધિ: બીજા વિશ્વયુદ્ધને સત્તાવાર રીતે સમાપ્ત કરવા જાપાને 48 દેશો સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.1960 - ફિરોઝ ગાંધી એક્ટ: ભારતીય સંસદે ભ્રષ્ટાચાર રોકવા અને પ્રેસની સ્વતંત્રતાના રક્ષણ માટે આ મહત્વપૂર્ણ એક્ટ પસાર કર્યો.1962 - ચીન-ભારત સરહદ વિવાદ: ચીનની સેનાએ ભારતની પૂર્વીય સરહદ ઓળંગીને આક્રમણ શરુ કર્યું.1966 - સ્ટાર ટ્રેક સિરીઝ: પ્રખ્યાત સાયન્સ-ફિક્શન શો 'સ્ટાર ટ્રેક'નો પ્રથમ એપિસોડ અમેરિકાના NBC પર પ્રસારિત થયો.1988 - વિજયપત સિંઘાનિયાની સાહસિક ઉડાન: ભારતીય ઉદ્યોગપતિ વિજયપત સિંઘાનિયા લંડનથી નાના માઇક્રો લાઇટ એરક્રાફ્ટમાં ઉડીને સફળતાપૂર્વક અમદાવાદ પહોંચ્યા.2008 - નાણાવટી-મેહતા કમિશન: 2002ના ગોધરા ટ્રેન દુર્ઘટના અહેવાલનો પ્રથમ ભાગ ગુજરાત સરકારને સોંપવામાં આવ્યો.2022 - ક્વીન એલિઝાબેથ II: બ્રિટન પર 70 વર્ષ શાસન કરનારા મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે સ્કોટલેન્ડમાં અવસાન થયું.8 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ1887 - સ્વામી શિવાનંદ: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને 'ડિવાઇન લાઇફ સોસાયટી'ના સ્થાપક.1926 - ભૂપેન હજારિકા: ભારતના સુપ્રસિદ્ધ ગાયક, સંગીતકાર, કવિ અને 'ભારત રત્ન'થી સન્માનિત કલાકાર.1933 - આશા ભોંસલે: હિન્દી સિનેમાના દંતકથા સમાન અને સદાબહાર પાર્શ્વ ગાયિકા.1989 - અવની ચતુર્વેદી: ભારતની પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટ્સમાંના એક.8 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1960 - ફિરોઝ ગાંધી: ભારતના સ્વતંત્રતા સેનાની, રાજકારણી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પતિ.1982 - શેખ અબ્દુલ્લા: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી, જેઓ 'શેર-એ-કાશ્મીર' તરીકે જાણીતા હતા.2019 - રામ જેઠમલાણી: ભારતના ટોચના ફોજદારી વકીલ અને પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી.આ પણ વાંચો: Explainer: સ્વાઈન ફ્લૂનો પ્રકોપ આટલો કેમ? સમજો વિગતવાર

Read Full Story arrow_forward