android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News: બુટલેગર શેર તો પોલીસ સવા શેર, દારૂની હેરાફેરી કરવા કરી આવી કારીગરી
calendar_today September 7, 2026

Morbi News: બુટલેગર શેર તો પોલીસ સવા શેર, દારૂની હેરાફેરી કરવા કરી આવી કારીગરી

મોરબી-રાજકોટ હાઇવે પરથી ગેરકાયદે દારૂની હેરાફેરી સામે ટંકારા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે હાઇવે પર શંકાસ્પદ કારને અટકાવીને તપાસ હાથ ધરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બૂટલેગરો પોલીસથી બચવા માટે વાહનમાં ખાસ પ્રકારની ટેકનીકનો ઉપયોગ કરી હતી, પરંતુ પોલીસે તેમની ચાલાકી નિષ્ફળ બનાવી દીધી હતી.કારમાં ખાસ ચોરખાનું બનાવી ચાલી રહી હતી હેરાફેરીપોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, બૂટલેગરોએ કારમાં ગુપ્ત ચોરખાનું તૈયાર કર્યું હતું. આ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને બોર્ડર પારથી હેરાફેરી કરવામાં આવી રહી હતી. ટંકારા પોલીસે વાહનની કાળજીપૂર્વક તલાશી લેતા ચોરખાનામાંથી કુલ 1248 નંગ વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા, જેને પોલીસે તાત્કાલિક ધોરણે જપ્ત કરી લીધા છે.બે આરોપીઓની સ્થળ પરથી અટકાયત, રાજસ્થાન કનેક્શન ખુલ્યુંઆ ગેરકાયદે હેરાફેરીના મામલે પોલીસે સ્થળ પરથી જ દશરથ રબારી અને બાબુ રબારી નામના 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂના જથ્થા પાછળ રાજસ્થાનના મહેન્દ્ર રબારીનું નામ ખૂલવા પામ્યું છે. ટંકારા પોલીસે આ મામલે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર રબારીને ઝડપી પાડવા માટે આગળની કાનૂની તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Morbi News: વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1400 બોટલ બનાવે એ પહેલા જ પોલીસની રેડ

Read Full Story arrow_forward
Surat News: ખંડણીના ગુનામાં દુબઈ ભાગી ગયેલો કુખ્યાત સાકિબ જરીવાલા દિલ્હી એરપોર્ટથી ઝડપાયો, લાલગેટ પોલીસે કરી ધરપકડ
calendar_today September 7, 2026

Surat News: ખંડણીના ગુનામાં દુબઈ ભાગી ગયેલો કુખ્યાત સાકિબ જરીવાલા દિલ્હી એરપોર્ટથી ઝડપાયો, લાલગેટ પોલીસે કરી ધરપકડ

સુરતમાં ખંડણી અને ધાકધમકી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત ગુનેગાર સાકિબ જરીવાલા આખરે પોલીસના સિકંજામાં આવી ગયો છે. પોલીસ પકડથી બચવા માટે આરોપી વિદેશ ભાગી છૂટ્યો હતો, પરંતુ સુરતની લાલગેટ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લૂકઆઉટ નોટિસના આધારે તેને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.લાલગેટ અને રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ખંડણીના ગુનાપોલીસ રેકોર્ડ મુજબ આરોપી સાકિબ જરીવાલા વિરુદ્ધ સુરતના લાલગેટ અને રાંદેર વિસ્તારમાં ખંડણી વસૂલવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુના આચર્યા બાદ પોલીસ તેની ધરપકડ કરે તે પહેલા જ તે નાસી છૂટ્યો હતો અને ગુપ્ત રીતે દુબઈ પહોંચી ગયો હતો. પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી અને તેની સામે કાનૂની શિકંજો કસવામાં આવી રહ્યો હતો.લિવરની બીમારી સારવાર બાદ પરત ફરતા ઇમિગ્રેશને દિલ્હી ખાતે ડિટેઈન કર્યોદુબઈમાં રોકાણ દરમિયાન સાકિબ જરીવાલાને લિવરની ગંભીર બીમારી થતાં તેને ત્યાં 5 મહિના સુધી રોકાવું પડ્યું હતું. 5 મહિનાની સારવાર બાદ જેવો તે ભારતમાં પરત ફર્યો કે તરત જ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે તેને ડિટેઈન કરી લીધો હતો. ઇમિગ્રેશન વિભાગે આ અંગે લાલગેટ પોલીસને જાણ કરતા, લાલગેટ પોલીસની ટીમે દિલ્હી પહોંચી આરોપીનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: ભાજપ કાર્યકર હત્યા કેસના આરોપી કુખ્યાત 'માન્યા ડુક્કર' સામે ખંડણીનો નવો ગુનો નોંધાયો, બિલ્ડર-કોન્ટ્રાક્ટરને આપી હતી ધમકી

Read Full Story arrow_forward
LPG Cylinder Booking Rules : ગામડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં બુક થશે ગેસ સિલિન્ડર
calendar_today September 7, 2026

LPG Cylinder Booking Rules : ગામડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં બુક થશે ગેસ સિલિન્ડર

LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ઘરેલુ LPG સિલિન્ડરની બુકિંગને લઈને શહેર અને ગામડાના ગ્રાહકો વચ્ચેનો તફાવત દૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોને ગેસ સિલીન્ડર બુક કરવા માટે અગાઉની સરખામણીએ ઓછો સમય રાહ જોવી પડશે.ગામડામાં 45 દિવસનો નિયમ બદલાયોઅગાઉ ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોને નવો LPG સિલિન્ડર રિફિલ બુક કરવા માટે 45 દિવસ સુધી રાહ જોવી પડતી હતી. હવે આ સમયગાળો ઘટાડીને માત્ર 25 દિવસ કરવામાં આવ્યો છે. એટલે હવે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો પણ 25 દિવસના અંતરે આગામી LPG સિલિન્ડરનું રિફિલ બુક કરાવી શકશે.શહેર અને ગામડાના ગ્રાહકો માટે હવે એક જ નિયમનવા નિયમ હેઠળ હવે દેશભરના ઘરેલુ LPG ગ્રાહકો માટે બુકિંગનો સમયગાળો એકસરખો રહેશે. શહેરમાં રહેતા હોય કે ગામડામાં, તમામ ઘરેલુ ગ્રાહકો હવે 25 દિવસના અંતરે પોતાનો આગામી LPG સિલિન્ડર બુક કરાવી શકશે.નવા નિયમના તાત્કાલિક અમલના નિર્દેશપેટ્રોલિયમ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નવા નિયમનો તાત્કાલિક અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લાખો LPG ગ્રાહકોને મોટી રાહત મળવાની શક્યતા છે. હવે રિફિલ માટે 45 દિવસ સુધી રાહ જોવાની જરૂર નહીં રહે.ગ્રાહકોને કેવી રીતે મળશે સીધો ફાયદો?નવા નિયમ બાદ LPG સિલિન્ડર ખતમ થવાની સ્થિતિમાં ગ્રામ્ય ગ્રાહકોને લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે. શહેર અને ગામડાના ગ્રાહકો માટે સમાન બુકિંગ અંતરાલ લાગુ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં LPG રિફિલ મેળવવાની સુવિધા વધુ સરળ બનશે.  આ પણ વાંચો   :    Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward