android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
By-Election 2026: 5 રાજ્યની 6 બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે મતદાન અને ક્યારે પરિણામ?
calendar_today September 7, 2026

By-Election 2026: 5 રાજ્યની 6 બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે મતદાન અને ક્યારે પરિણામ?

ચૂંટણી પંચે દેશભરમાં છ બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલી પાંચ વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક માટે મતદાન 6 ઓક્ટોબર, 2026 ના રોજ થશે અને મતગણતરી 9 ઓક્ટોબરના રોજ થશે. ધારાસભ્યો અને સાંસદોના રાજીનામાને કારણે આ બેઠકો ખાલી પડી હતી.નીચેની બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાશે:વિધાનસભા બેઠકો:મદુરન્થકમ (તમિલનાડુ)ધારાપુરમ (તમિલનાડુ)થટ્ટનચાવડી (પુડુચેરી)રેજીનગર (પશ્ચિમ બંગાળ)નંદીગ્રામ (પશ્ચિમ બંગાળ)લોકસભા બેઠક: નૌગોંગ (આસામ)સતત અપડેટ ચાલુ છે... આ પણ વાંચો: 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : પાટણના સિનાડ ગામમાં મોટી તંગદિલી,કિંજલ રબારી વિવાદ વચ્ચે રાધનપુર PSI એચ.વી. ચૌધરી પર હુમલો
calendar_today September 7, 2026

Gujarat Latest News Live : પાટણના સિનાડ ગામમાં મોટી તંગદિલી,કિંજલ રબારી વિવાદ વચ્ચે રાધનપુર PSI એચ.વી. ચૌધરી પર હુમલો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
પાંચ હજાર અમેરિકન સૈનિકોની થાઇલેન્ડમાં ઐયાશી
calendar_today September 7, 2026

પાંચ હજાર અમેરિકન સૈનિકોની થાઇલેન્ડમાં ઐયાશી

નવ મહિના જેટલો લાંબો સમય અમેરિકાના યુદ્ધ જહાજ યુએસએસ અબ્રાહમ લિંકનમાં રહી ઇરાન સામે યુદ્ધ લડીને થાકેલા અમેરિકાના પાંચ હજાર સૈનિકોએ થાઇલેન્ડમાં મોજમજા કરવામાં કંઇ બાકી રાખ્યું નહોતું. લાંબો સમય પાણીમાં રહીને માનસિક રીતે ડિસ્ટર્બ થઇ ગયેલા સૈનિકોને રેસ્ટ એન્ડ રિક્રિએશન માટે થાઇલેન્ડ લઇ જવાયા હતા. યુદ્ધ દરમિયાન આ સૈનિકોને પૂરું ખાવાનું પણ નસીબ થયું નહોતું. તેઓ જીવતા પાછા ફરી શકશે કે કેમ એની પણ એમને ખબર નહોતી. યુદ્ધ જહાજમાંથી દરિયામાં કૂદીને કેટલાંક સૈનિકોએ તો આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. સૈનિકોની હાલત દયાજનક થઇ ગઇ છે અને યુદ્ધજહાજની હાલત પણ ખસ્તાહાલ થઇ રહી છે એવા રિપોર્ટ બાદ અમેરિકાની સરકારે યુએસએસ અબ્રાહમ લિંકનને પાછું બોલાવીને તેના સ્થાને યુદ્ધજહાજ યુએસએસ જ્યોર્જ વોશિંગ્ટનને મોકલવાનો નિર્ણય કર્યો હતો. યુએસએસ અબ્રાહમ લિંકનના સૈનિકો રિફ્રેશ થઇ શકે એ માટે તેમને થાઇલેન્ડ લઇ જવાયા હતા. અમેરિકન સૈનિકો આવી રહ્યા છે એ જાણીને એક તરફ થાઇલેન્ડની સરકારને ટેન્શન થયું હતું તો બીજી તરફ થાઇલેન્ડના ધંધાર્થીઓને મોજ પડી ગઇ હતી. અમેરિકન સૈનિકોના કારણે તગડી ઇનકમની આશા જાગી હતી. સ્પા, બાર, હોટલ સહિતના કેટલાંક ધંધાર્થીઓએ તો અમેરિકન સૈનિકોને વેલકમ કરતા બેનર લગાવ્યા હતા. અમેરિકન સૈનિકોએ થાઇલેન્ડમાં મોજમજા કરવામાં કંઇ કસર છોડી નહોતી. પટાયામાં અમેરિકાના સૈનિકોએ શું કર્યું?અમેરિકાનું યુદ્ધ જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન યુદ્ધ મોરચેથી નીકળીને થાઇલેન્ડના લામ ચાબાંગ બંદરે પહોંચ્યું હતું. આ બંદરેથી સૈનિકોને બસો દ્વારા 96 કિલોમિટર દૂર આવેલા પટાયા ખાતે લઇ જવાયા હતા. નવ મહિનાના લાંબા ગાળા બાદ સૈનિકોએ જમીન પર પગ મૂક્યો હતો. પટાયા પોલીસે સૈનિકોના આગમન પહેલા જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું. યુએસ મિલિટરી અને પટાયા એડમિનિસ્ટ્રેશન દ્વારા આ સૈનિકો માટે ખાસ ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી હતી. પટાયાનો સોઇ વિસ્તાર રેડ લાઇટ એક્ટિવિટી માટે જાણીતો છે. અમેરિકન સૈનિકોને આ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, વોકિંગ સ્ટ્રીટના નાઇટ લાઇફ એરિયામાં જવાની સૈનિકોને પરવાનગી આપવામાં આવી હતી. અમેરિકાના સૈનિકોને સ્પા અને પાર્લરમાં જઇને ફ્રેશ થવાનું કહેવાયું હતું. પબ અને બારમાં ખાઇ પીને મજા કરવા પણ કહેવાયું હતું. વેશ્યાઓથી દૂર અને સાવધાન રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી. ભૂખ્યાડાંસ થયેલા અમેરિકન સૈનિકોએ પોતાને જે જોઇએ એ માટે તમામ વ્યવસ્થાઓ પોતાની રીતે જ કરી હતી. કેટલીક સેક્સ વર્કર્સ તો અમેરિકન સૈનિકો માટે તૈયાર બેઠી હતી. સૈનિકો આવે એ પહેલા જ પટાયા પોલીસે પચાસથી વધુ સેક્સ વર્કર્સની ધરપકડ પણ કરી લીધી હતી. સૈનિકો આવવાના હતા એ પહેલા થાઇલેન્ડની સામાજિક સંસ્થાઓએ સરકારને ધ્યાન રાખવા કહ્યું હતું. સૈનિકો સેક્સ વર્કર્સનું શોષણ કરશે એવો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.યુએસ આર્મીના જૂના અનુભવો તાજા થયાઅમેરિકન સૈનિકોની પટાયામાં ઐયાશીનો લાંબો ઇતિહાસ છે. અમેરિકન સૈનિકોએ જ પટાયાને મોજમજાનું કેન્દ્ર બનાવી દીધાના આક્ષેપો થતા રહ્યા છે. પટાયા અગાઉ એક નાનું અને માછીમારોનું શાંત ગામ હતું. અમેરિકા અને વિયેટનામનું યુદ્ધ થયું એ વખતે લડાઇમાં જઇને પાછા આવેલા સૈનિકોને એક વીકની રેસ્ટ એન્ડ રિક્રિએશનની રજા આપવામાં આવતી હતી. 1959-60માં પહેલી વખત અમેરિકન સૈનિકોનો એક સમૂહ ટ્રકો ભરીને પટાયા આવ્યો હતો. અમેરિકન સૈનિકોને ત્યાં મોજમજા માટે જે જોઇએ એ બધું મળી રહ્યું હતું. અમેરિકન આર્મીને આ જગ્યા એટલી પસંદ આવી ગઇ કે, અમેરિકાએ ત્યાં જ પોતાનો કેમ્પ બનાવી લીધો હતો. સૈનિકોના મનોરંજન માટે સ્થાનિક લોકોએ બાર, ક્લબો, હોટલો, મસાજ પાર્લર ખોલવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં તો પટાયા રેડલાઇટ અને સેક્સ ટુરિઝમનું મોટું કેન્દ્ર બની ગયું હતું. અમેરિકન સૈનિકો પોતાની રજાઓને આર એન્ડ આર એટલે કે રેસ્ટ એન્ડ રિક્રિએશન કહેતા હતા પણ અંદર ખાને આ રજાઓ આઇ એન્ડ આઇ એટલે કે ઇન્ટોક્સિકેશન અને ઇન્ટરકોર્સ તરીકે ઓળખાવા લાગી હતી. એ સમયે થાઇલેન્ડ ગરીબ દેશ હતો. લોકોને કમાણીની લાલચ હતી. અમેરિકાની સરખામણીમાં ઓછા ખર્ચે અહીં મોજમજા કરવા મળતી હતી. કેટલાંક લોકો કહે છે કે, અમેરિકાના સૈનિકોએ જ થાઇલેન્ડને બગાડ્યું છે.અમેરિકન સૈનિકોએ ધૂમ ખરીદી પણ કરીઅમેરિકન સૈનિકો થાઇલેન્ડમાં પાંચ દિવસ રોકાયા એ દરમિયાન તેમણે મોલ અને દુકાનોમાંથી મોટાપાયે ખરીદીઓ પણ કરી હતી. એક અંદાજ મુજબ સૈનિકોએ 30 લાખ અમેરિકન ડોલર એટલે કે 10 કરોડ થાઇ બાથ જેટલી રકમની ખરીદી કરી હતી. દરેક અમેરિકન સૈનિકે દરરોજ ખાવા-પીવા માટે જ પાંચ હજાર જેટલા થાઇ બાથ ખર્ચ્યા હતા. સૈનિકોએ ખુલ્લા હાથે ટીપ પણ આપી હતી. એના કારણે સ્થાનિક બિઝનેસમાં ઉછાળા જોવા મળ્યો હતો. થાઇલેન્ડની ટુરિઝમ ઇન્ડસ્ટ્રી અત્યારે મંદીના માહોલમાંથી પસાર થઇ રહી છે. સ્થાનિક વેપારીઓએ કહ્યું કે, અમેરિકન સૈનિકોનું આગમન ટુરિઝમ માટે આશીર્વાદ સમાન રહ્યું છે. જ્યાં સુધી વાત સેક્સ અને મોજમજાની છે તો મોટા ભાગના લોકો થાઇલેન્ડ એના માટે તો આવે છે. અલબત્ત, સૈનિકો રવિવારે પાછા ગયા ત્યારે થાઇ સરકારે હાશ અનુભવી હતી.યુદ્ધનો ખર્ચ કાઢવા માટે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી પોર્નને લીગલ કરવાના મૂડમાંરશિયા સાથેના યુદ્ધના કારણે યુક્રેન આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. યુદ્ધનો ખર્ચ કાઢવા માટે પ્રેસિડેન્ટ વોલોદીમિર ઝેલેન્સ્કીએ પોતાના દેશમાં પોર્ન ઇન્ડસ્ટ્રીને લિગલ કરીને તેના પર ટેક્સ નાખી કમાણી કરવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દે યુક્રેનમાં મતદાન થવાનું છે. પોર્ન પર ટેક્સથી યુક્રેનની સરકારને વર્ષે 2.5 કરોડ ડોલર એટલે કે અંદાજે રૂપિયા 236 કરોડની આવક થશે. સરકારના પોર્નને લીગલ કરવાના નિર્ણય સામે કેટલાંક યુક્રેનીઓએ નારાજગી વ્યક્ત કરી છે. એ લોકોને જવાબ આપતા યુક્રેનના એક સાંસદે કહ્યું કે, અત્યારના સમયમાં આવું કરવું પડે એમ છે. પોર્ન પર ટેક્સથી જે આવક થશે એનાથી 30 હજાર ડ્રોન ખરીદી શકાય એમ છે. યુક્રેનમાં આમ તો મોટા પાયે પોર્ન ઇન્ડસ્ટ્રી ધમધમી જ રહી છે. પોર્ન કન્ટેન્ટ બનાવનારાઓ ભ્રષ્ટાચારનો આશરો લઇને પોતાના કામ પાર પાડતા રહે છે. સરકાર કહે છે કે, પોર્ન કન્ટેન્ટને લિગલ કરવાથી કરપ્શન પણ ઘટશે. સરકારના નિર્ણયથી એડલ્ટ કન્ટેન્ટ બનાવનારાઓ ખુશ છે. તેઓ કહે છે કે, બધું જ ચાલી જ રહ્યું છે. અમે અત્યાર સુધી બધું છાના ખૂણે કરતા હતા. હવે અમે કોઇ જાતના ડર કે ચિંતા વગર પોર્ન કન્ટેન્ટ બનાવી શકીશું.  

Read Full Story arrow_forward