android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત
calendar_today September 7, 2026

Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત

રાજકોટમાં નશીલા પદાર્થોનું નેટવર્ક બંગાવવા માટે રેલવે ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી બીજા રાજ્યમાંથી ટ્રેન મારફતે લાવવામાં આવી રહેલો 18.467 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.રાજકોટ રેલવે સ્ટેશનેથી લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયોશહેરમાં ગાંજાની ડિલિવરી થાય તે પહેલાં જ બાતમીના આધારે રેલવે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને કુલ ₹9.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી છત્તીસગઢના વતની કર્મવીર પાટિલ નામના તસ્કરને ઝડપી પાડ્યો હતો. જોકે, તેની સાથે રહેલો ઉત્તર પ્રદેશનો હર્ષસિંહ નામનો સાગરીત પોલીસની ટીમ જોઈને પ્લેટફોર્મ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.પ્લેટફોર્મ નંબર 1 પર રેલવે ક્રાઇમ બ્રાન્ચનો સફળ દરોડોઝડપાયેલો કર્મવીર અને ફરાર હર્ષસિંહ અન્ય રાજ્યોમાંથી ટ્રેન દ્વારા ડ્રગ્સની હેરાફેરીમાં સક્રિય હોવાની શંકા. રાજકોટમાં ગાંજાનો આટલો મોટો જથ્થો કયા સ્થાનિક પેડલર અથવા નેટવર્કને સપ્લાય કરવાનો હતો તે અંગે પૂછપરછ શરૂ. યુપીના હર્ષસિંહને દબોચી લેવા માટે રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી અલગ-અલગ ટીમો રવાના કરી છે.આ પણ વાંચો: Surat: ભાજપ કાર્યકર હત્યા કેસના આરોપી કુખ્યાત 'માન્યા ડુક્કર' સામે ખંડણીનો નવો ગુનો નોંધાયો, બિલ્ડર-કોન્ટ્રાક્ટરને આપી હતી ધમકી

Read Full Story arrow_forward
Vadodara PM Modi: PMના કાર્યક્રમને લઇને ગજબનો ઉત્સાહ.. કલાકમાં જ BookMyShowમાં બુકિંગ ફુલ
calendar_today September 7, 2026

Vadodara PM Modi: PMના કાર્યક્રમને લઇને ગજબનો ઉત્સાહ.. કલાકમાં જ BookMyShowમાં બુકિંગ ફુલ

વડોદરામાં આવતીકાલે યોજાનાર વડા પ્રધાનના કાર્યક્રમમાં જનતાની ભાગીદારીને સરળ બનાવવા માટે BookMyShow દ્વારા મફત નોંધણી શરૂ કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ નોંધણી પ્રક્રિયાનું સંચાલન કરવા માટે આ ખાનગી ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. જેમાં પ્રતિસાદ જબરદસ્ત હતો. જો કે આવુ પહેલી વાર થયુ કે પીએમ મોદીના કાર્યક્રમ માટે આ રીતે બુકિંગ કરાયુ હોય.1 કલાકમાં જ બુકિંગ થઇ ગયુ ફુલ નોંધણી શરૂ થયાના માત્ર એક કલાકમાં બધી બેઠકો બુક થઈ ગઈ હતી. પરિણામે  નોંધણી બંધ કરવામાં આવી હતી, અને 42,000 થી વધુ લોકોને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા હતા, જે કાર્યક્રમ પ્રત્યેના ભારે જાહેર ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે. આ કાર્યક્રમમાં સંપૂર્ણપણે ડિજિટલ અને ટેકનોલોજી-આધારિત એન્ટ્રી સિસ્ટમ હશે. નોંધાયેલા ઉપસ્થિતોને તેમના BookMyShow એકાઉન્ટ્સમાં ડિજિટલ M-ટિકિટ પ્રાપ્ત થશે, જેમાં પ્રવેશ ચકાસણી માટે સુરક્ષિત લાઇવ QR કોડ હશે.રજિસ્ટ્રેશન અને ચકાસણીથી લઈને સ્થળ પ્રવેશ અને બેઠક વ્યવસ્થા સુધીની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રીતે સંચાલિત કરવામાં આવી રહી છે જેથી ઝડપી પ્રવેશ અને ભીડની સરળ અવરજવર સુનિશ્ચિત થાય.PM મોદી આવી રહ્યા છે વડોદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. વડોદરામાં, તેઓ ₹35,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.વડોદરામાં પ્રધાનમંત્રી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) ના ત્રણ મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરશે. ₹20,700 કરોડથી વધુના ખર્ચે બનેલા અને 326 કિલોમીટરના રૂટ પર ફેલાયેલા આ વિભાગોમાં ન્યૂ સાણંદ (ઉત્તર)-ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફલે અને ન્યૂ સફલે-ન્યૂ JNPTનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી મોદી ₹35,000 કરોડના પ્રોજેક્ટ્સનું અનાવરણ કરશેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ વડોદરામાં ₹35,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું અનાવરણ કરશે. વડોદરામાં, પ્રધાનમંત્રી પશ્ચિમ સમર્પિત ફ્રેઇટ કોરિડોરના ત્રણ મહત્વપૂર્ણ વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરશે.  326 કિલોમીટર લાંબા, આ વિભાગો ₹20,700 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યા છે.ત્રણ રેલ્વે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશેપ્રધાનમંત્રી મોદી ₹9,700 કરોડથી વધુના ખર્ચે 329 કિલોમીટર લાંબા ત્રણ રેલ્વે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આમાં વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી લાઇન, મિયાગામ કરજણ-ચોરંડા-માલસર ગેજ કન્વર્ઝન અને વિશ્વામિત્રી-ડભોઇ ડબલિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ મુસાફરો અને માલવાહક વહન ક્ષમતામાં વધારો કરશે, ટ્રાફિક ભીડ ઘટાડશે અને ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે જોડાણને મજબૂત બનાવશે.આ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન

Read Full Story arrow_forward
Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી
calendar_today September 7, 2026

Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી

અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને ઓટોરિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી જતાં શહેરના રોડ-રસ્તા પરથી રિક્ષાઓ ગાયબ જોવા મળી હતી. આ સ્થિતિમાં દૈનિક અપ-ડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે BRTS જાનકી સમાન સાબિત થઈ છે.BRTSમાં સામાન્ય દિવસો કરતાં મુસાફરોમાં તોતિંગ વધારોહડતાળના પગલે BRTS તંત્ર દ્વારા તાબડતોબ નિર્ણય લઈને તમામ રૂટ પર બસો દોડતી રાખવામાં આવી છે. એટલું જ નહીં, જે ડ્રાઇવરો રજા પર હતા તેમની રજાઓ પણ ત્વરિત અસરથી રદ્દ કરીને તમામ સ્ટાફને ઓન-ડ્યુટી બોલાવી લેવામાં આવ્યો છે.આંકડાકીય વિગતો મુજબ, સામાન્ય દિવસોમાં બપોરના અઢી વાગ્યા સુધીમાં BRTS માં અંદાજે 65,000જેટલા મુસાફરો યાત્રા કરતા હોય છે. જોકે, હડતાળના દિવસે બપોરે અઢી વાગ્યા સુધીમાં જ આ આંકડો 1,00,804 મુસાફરો પર પહોંચી ગયો હતો.બપોર સુધીમાં જ 1 લાખથી વધુ મુસાફરોએ કરી સવારીબપોરે અઢી વાગ્યા સુધીમાં જ BRTS ને રૂ. 13,82,882 (તેર લાખ ચોર્યાસી હજાર આઠસો અડ્યાસી) ની ભવ્ય આવક થઈ છે. શહેરના તમામ રૂટ પર મુખ્યત્વે ઇલેક્ટ્રિક બસો દોડતી હોવાથી સતત સેવાઓ ખોરવાય નહીં તે માટે ચાર્જિંગ પોઇન્ટ્સ પર વિશેષ ટેકનિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. ઓટોરિક્ષાઓ બંધ હોવા છતાં BRTS ની સુચારુ કામગીરીને કારણે શહેરીજનોને હાલાકીમાંથી મોટી રાહત મળી છે.આ પણ વાંચો: Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત

Read Full Story arrow_forward