android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch Crime News: પ્રેમિકાને પામવા પતિની હત્યા, બે ટુકડા કરી તળાવમાં ફેંક્યા
calendar_today September 7, 2026

Kutch Crime News: પ્રેમિકાને પામવા પતિની હત્યા, બે ટુકડા કરી તળાવમાં ફેંક્યા

પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામેથી ગત 31 ઓગસ્ટના રોજ ગુમ થયેલા 43 વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની ઘાતકી હત્યાનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. 5 સપ્ટેમ્બરના રોજ ગામના તળાવ કિનારેથી બે શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળા મળી આવ્યા હતા, જેમાં તપાસ કરતા માનવ શરીરના અલગ-અલગ ટુકડા મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહની ઓળખ ગુમ થયેલા લખ્ખુભાઈ તરીકે કરી હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.અનૈતિક સંબંધમાં પત્નીના પ્રેમીએ જ ઘડી હત્યાની સ્ક્રિપ્ટપૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી અંજાર પોલીસ અને એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક લખ્ખુભાઈની પત્ની સાથે પાડોશમાં રહેતા દિનેશ રાયધણભાઈ ઠાકોરનો છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ જ પ્રેમસંબંધના કારણે દિનેશે લખ્ખુભાઈને મોડી રાત્રે પોતાના ઘરે બોલાવી માથામાં લોખંડનો રોડ મારી હત્યા નીપજાવી હતી.મૃતદેહના બે ટુકડા કરી તળાવમાં ફેંકી દીધાહત્યા કર્યા બાદ આરોપી દિનેશે મૃતદેહનો નિકાલ કરવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. મૃતદેહ ભારે હોવાથી ઉપાડી ન શકાતાં તેણે ઘરે પડેલી હેક્સો બ્લેડ વડે લખ્ખુભાઈના શરીરના બે ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરીને વરસામેડી ગામના તળાવમાં ફેંકી દીધા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આ ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી આરોપી દિનેશ ઠાકોરની ધરપકડ કરી લીધી છે.આ પણ વાંચો: Kutchના માંડવીમાં નર્મદા કેનાલના અનિયમિત પાણીથી ખેડૂતોમાં ભારે રોષ, સિંચાઈના પાણી માટે નોંધાવ્યો વિરોધ

Read Full Story arrow_forward
Ahmedabad: થલતેજ મેટ્રો સ્ટેશન નીચે ડમ્પરે 12 વર્ષની બાળકીને કચડી, ઘટનાસ્થળે જ સગીરાએ દમ તોડ્યો
calendar_today September 7, 2026

Ahmedabad: થલતેજ મેટ્રો સ્ટેશન નીચે ડમ્પરે 12 વર્ષની બાળકીને કચડી, ઘટનાસ્થળે જ સગીરાએ દમ તોડ્યો

અમદાવાદ શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ડમ્પરોએ દહેશત મચાવી છે. થલતેજ ચાર રસ્તા પર આવેલા મેટ્રો સ્ટેશન નીચે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક માતા પોતાની 12 વર્ષની બાળકી સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે એક્ટિવાને સખત ટક્કર મારી હતી.થલતેજમાં મોતના ડમ્પરે લીધો 12 વર્ષની દીકરીનો જીવઆ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ૧૨ વર્ષની માસૂમ બાળકીનું તેની માતાની નજર સામે જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભાગવા જઈ રહેલા ડમ્પર ચાલકની અટકાયત કરી ડમ્પર જપ્ત કરી લીધું છે.માતાની નજર સામે જ બાળકીનું કરુણ મોતતપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ જ ડમ્પરે અગાઉ પણ બે નિર્દોષ લોકોનો જીવ લીધો હતો, છતાં રોડ પર દોડતું હતું.ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને અકસ્માતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેરમાં દિવસે પણ બેફામ દોડતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસ કડક ઝુંબેશ ચલાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.આ પણ વાંચો: Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી

Read Full Story arrow_forward
Botad: કથિત 1 કરોડના તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ, ભાજપ નેતાએ આંગડિયાથી 60 લાખ લીધાનો ઉમેશ મકવાણાનો દાવો
calendar_today September 7, 2026

Botad: કથિત 1 કરોડના તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ, ભાજપ નેતાએ આંગડિયાથી 60 લાખ લીધાનો ઉમેશ મકવાણાનો દાવો

બોટાદ જિલ્લાના કાનીયાડ ગામના કોળી સમાજના યુવાનો સાથે પોલીસ અને રાજકીય નેતાઓની મિલીભગતથી કરોડો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ સનસનાટીભર્યા આરોપ લગાવતા જણાવ્યું છે કે, પોલીસ દ્વારા કલ્પેશભાઈ મીઠાપરા સહિત ત્રણ યુવાનોને ગેરકાયદે ઉઠાવી જઈને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો.તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમઆ યુવાનો પાસેથી 1 કરોડથી વધુની ખંડણી વસૂલવા દબાણ કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપના એક કદાવર નેતાની સંડોવણી હોવાનો અને આંગડિયા મારફતે 60 લાખ રૂપિયા મેળવી લેવાયા હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિત યુવાનોને ન્યાય અપાવવા માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક મહત્ત્વની બેઠકનું આહવાન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સમાજના રાજકીય-સામાજિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી આગળની રણનીતિ નક્કી કરશે.ધારાસભ્ય અને સમાજની મુખ્ય માંગણીઓ સમગ્ર ઘટનાની તટસ્થ, નિષ્પક્ષ અને તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે. જો ભાજપના હોદ્દેદારની સંડોવણી સાબિત થાય તો તેમને ત્વરિત હોદ્દા પરથી દૂર કરવામાં આવે. તોડ કાંડમાં સામેલ પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ સામે કડક ગુનાહિત કાર્યવાહી થાય.સમગ્ર વિગત સાથે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.આ પણ વાંચો: Ahmedabad: થલતેજ મેટ્રો સ્ટેશન નીચે ડમ્પરે 12 વર્ષની બાળકીને કચડી, ઘટનાસ્થળે જ સગીરાએ દમ તોડ્યો

Read Full Story arrow_forward