android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી
calendar_today September 7, 2026

Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી

અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને ઓટોરિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી જતાં શહેરના રોડ-રસ્તા પરથી રિક્ષાઓ ગાયબ જોવા મળી હતી. આ સ્થિતિમાં દૈનિક અપ-ડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે BRTS જાનકી સમાન સાબિત થઈ છે.BRTSમાં સામાન્ય દિવસો કરતાં મુસાફરોમાં તોતિંગ વધારોહડતાળના પગલે BRTS તંત્ર દ્વારા તાબડતોબ નિર્ણય લઈને તમામ રૂટ પર બસો દોડતી રાખવામાં આવી છે. એટલું જ નહીં, જે ડ્રાઇવરો રજા પર હતા તેમની રજાઓ પણ ત્વરિત અસરથી રદ્દ કરીને તમામ સ્ટાફને ઓન-ડ્યુટી બોલાવી લેવામાં આવ્યો છે.આંકડાકીય વિગતો મુજબ, સામાન્ય દિવસોમાં બપોરના અઢી વાગ્યા સુધીમાં BRTS માં અંદાજે 65,000જેટલા મુસાફરો યાત્રા કરતા હોય છે. જોકે, હડતાળના દિવસે બપોરે અઢી વાગ્યા સુધીમાં જ આ આંકડો 1,00,804 મુસાફરો પર પહોંચી ગયો હતો.બપોર સુધીમાં જ 1 લાખથી વધુ મુસાફરોએ કરી સવારીબપોરે અઢી વાગ્યા સુધીમાં જ BRTS ને રૂ. 13,82,882 (તેર લાખ ચોર્યાસી હજાર આઠસો અડ્યાસી) ની ભવ્ય આવક થઈ છે. શહેરના તમામ રૂટ પર મુખ્યત્વે ઇલેક્ટ્રિક બસો દોડતી હોવાથી સતત સેવાઓ ખોરવાય નહીં તે માટે ચાર્જિંગ પોઇન્ટ્સ પર વિશેષ ટેકનિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. ઓટોરિક્ષાઓ બંધ હોવા છતાં BRTS ની સુચારુ કામગીરીને કારણે શહેરીજનોને હાલાકીમાંથી મોટી રાહત મળી છે.આ પણ વાંચો: Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત

Read Full Story arrow_forward
Rajkot News: લોકમેળામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 417 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો
calendar_today September 7, 2026

Rajkot News: લોકમેળામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 417 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

રાજકોટના પ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં દેશ-વિદેશથી આવતા મુલાકાતીઓના આરોગ્યની જાળવણી માટે ફૂડ વિભાગ મારફતે કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તા. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન મેળા પરિસરમાં આવેલા વિવિધ ખાદ્યચીજોના સ્ટોલ તેમજ ફેરિયાઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.વાસી બટેટા, દાઝેલું તેલ અને ચટણી જપ્ત કરાયાતપાસ દરમિયાન ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં અસ્વસ્થ અને આરોગ્ય માટે હાનિકારક સામગ્રી મળી આવી હતી. ફૂડ વિભાગની ટીમે વાસી બટેટા, વારંવાર વપરાયેલું દાઝેલું તેલ, સડેલા શાકભાજી, વાસી ઘૂઘરા-ચટણી અને પાણિપુરીનું અશુદ્ધ પાણી સહિત અંદાજે 417 કિલો જેટલો અખાદ્ય જથ્થો પકડી પાડી સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો.નિયમભંગ કરનાર વેપારીઓ પાસેથી વહીવટી દંડ વસૂલાયોલોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરનારા સ્ટોલ ધારકો સામે તંત્રએ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. ફૂડ વિભાગે બેદરકાર વેપારીઓ પાસેથી કુલ 15,750 નો વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો હતો. આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રાખવાની ચિંતન સાથે ફૂડ વિભાગે વેપારીઓને શુદ્ધ સામગ્રી જ વેચવાની સખત તકીદ કરી છે. આ કાર્યવાહીને કારણે લોકોને મેળામાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તું મળી હતી.આ પણ વાંચો - Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત

Read Full Story arrow_forward
Gujarati Singer કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુરના PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું!
calendar_today September 7, 2026

Gujarati Singer કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુરના PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું!

અમદાવાદના સીબીડી (CBD) મોલ ખાતેથી ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ થવાની હાઈપ્રોફાઈલ ઘટના સામે આવતા સમગ્ર પાટણ જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી બનાવને પગલે કિંજલ રબારીના વતન રાધનપુર તાલુકાના સિનાડ ગામે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક મોરચો સંભાળ્યો છે.સ્થાનિકો સાથે ઝપાઝપી અને PSI પર હુમલો બંદોબસ્ત દરમિયાન સિનાડ ગામે આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહેલા લોકોને પોલીસે રોકતા પરિસ્થિતિ વણસી હતી. ગામ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો, જેમાં ઉશ્કેરાયેલા ટોળાએ રાધનપુરના પીએસઆઈ (PSI) એચ.વી. ચૌધરી પર હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં પીએસઆઈ ચૌધરીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ગામમાં તણાવ વધુ વધી ગયો હતો.ગામમાં પોલીસ છાવણી અને કાયદાકીય કડક કાર્યવાહી ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ એલસીબી (LCB) અને એસઓજી (SOG) સહિતનો વધારાનો પોલીસ કાફલો સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો છે અને સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા અને શાંતિ જાળવવા માટે સંદેશ ન્યૂઝની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. બીજી તરફ, પોલીસ અધિકારી પર હુમલો કરનારા અને કાયદો હાથમાં લેનારા અસામાજિક તત્વો સામે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward