android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Satya Niketan Building Collapse: MCDના 5 અધિકારીઓ સસ્પેન્ડ, બિલ્ડીંગનો માલિક હરિરામ બંસલ ઝડપાયો
calendar_today September 7, 2026

Satya Niketan Building Collapse: MCDના 5 અધિકારીઓ સસ્પેન્ડ, બિલ્ડીંગનો માલિક હરિરામ બંસલ ઝડપાયો

દિલ્હીના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના અંગે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દક્ષિણ ઝોનના પાંચ અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. MCD કમિશનરના આદેશ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ બિલ્ડિંગનો માલિક હરિરામ બંસલ ઝડપાયો છે. રાજસ્થાનના ભિવાડીથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. 

Read Full Story arrow_forward
Ahmedabad News : રિક્ષા ચાલકોની હડતાળને લઈ AMTS અને BRTSના ડ્રાઈવરોને બસ નહીં છોડવા આદેશ
calendar_today September 7, 2026

Ahmedabad News : રિક્ષા ચાલકોની હડતાળને લઈ AMTS અને BRTSના ડ્રાઈવરોને બસ નહીં છોડવા આદેશ

ઓનલાઈન ટેક્સી અને રિક્ષા બુકિંગ કરતી કંપનીઓની મનમાની અને પડતર માંગણીઓને લઈને અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોએ મોરચો માંડ્યો છે.7થી 10 સપ્ટેમ્બર સુધીની હડતાળના કારણે શહેરભરમાં રિક્ષા અને ટેક્સી સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.શહેરમાં રાણીપ,સાબરમતી અને મેમનગર સહિતના વિસ્તારોમાં ચાલકોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું.રસ્તાઓ પર રિક્ષા કે કાર ઉપલબ્ધ ન થતાં મુસાફરો અને નોકરીયાતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.આ હડતાળને કારણે શહેરનું સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર વ્યાપકપણે પ્રભાવિત થયો છે. જેના કારણે મહાનગર પાલિકા પણ હરકતમાં આવી ગઈ છે. બીઆરટીએસ અને એમટીએસના ડ્રાઈવરોને કડક સૂચના આપવામાં આવી છે. રિક્ષા ચાલકોની હડતાળને લઈ AMC હરકતમાંઅમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળના પગલે મુસાફરોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્વરિત હરકતમાં આવ્યું છે. નાગરિકોની સુવિધા માટે BRTS અને AMTS બસનું સંચાલન સમયસર ચલાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.જે અંતર્ગત BRTSની બીજી શિફ્ટના ડ્રાઇવરોને સમયસર અને વહેલા પહોંચવા જણાવવામાં આવ્યું છે.જ્યારે AMTSમાં જ્યાં સુધી બીજી શિફ્ટના ડ્રાઇવર ચાર્જ ન સંભાળે ત્યાં સુધી બસ ન છોડવા માટે સ્પષ્ટ 967 બસોને વિવિધ રૂટ પર દોડાવવામાં આવી રહી છે જેથી મુસાફરોને મહત્તમ રાહત મળી રહે. બીજી તરફ રાણીપ બસ સ્ટેન્ડની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દાદાગીરી કરતા રિક્ષા ચાલકોને પોલીસે ભગાડી દીધા હતાં. સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બનીસોમવારથી ગુરુવાર સુધી ચાલનારી આ પ્રતીક હડતાલથી સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બની છે.સ્કૂલવર્ધીના વાહનોને આ આંદોલનમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.આગામી ચાર દિવસમાં સત્તાવાળાઓ દ્વારા યોગ્ય નિવારણ નહીં લાવવામાં આવે તો હડતાલને અનિશ્ચિત મુદત સુધી લંબાવવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે. અમદાવાદના રાણીપ એસટી બસ સ્ટેન્ડ અને સાબરમતી રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શિત કરતા રિક્ષાચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી તેમાં બેસેલા મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.ઝારખંડ અને દિલ્હીથી આવેલા પરપ્રાંતીય મુસાફરો સહિત અનેક લોકો કલાકો સુધી ફૂટપાથ પર બેસી રહેવા મજબૂર બન્યા હતા.રિક્ષા કે કેબ સુવિધા ન મળવાના કારણે હડતાળનો સીધો માર સામાન્ય પેસેન્જરો પર પડ્યો છે અને તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.આ પણ વાંચોઃ Gandhinagar News: ચૈતર વસાવા વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહી શકશે, હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન

Read Full Story arrow_forward
Navsari News: વાંસદાના ઉનાઈમાં દહીહાંડી સાથે દારૂની બોટલ લટકાવી જન્માષ્ટમીની ઉજવણી, ત્રણની ધરપકડ
calendar_today September 7, 2026

Navsari News: વાંસદાના ઉનાઈમાં દહીહાંડી સાથે દારૂની બોટલ લટકાવી જન્માષ્ટમીની ઉજવણી, ત્રણની ધરપકડ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ઉનાઈ ગામમાં કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે યોજાયેલા દહીહાંડી ઉત્સવ દરમિયાન એક અત્યંત શરમજનક અને આસ્થાને ઠેસ પહોંચાડતી ઘટના સામે આવી છે. ધાર્મિક પર્વ જન્માષ્ટમી દરમિયાન દહીહાંડીની મટકી સાથે અમુક ટીખળખોરોએ દારૂની બોટલો લટકાવી દીધી હતી. પવિત્ર તહેવાર પર આવી હરકત થતાં સ્થાનિક લોકો અને હિન્દુ સમાજની લાગણી ગંભીર રીતે દુભાઈ હતી.વીડિયો અને તસવીરો વાયરલ થતાં મચ્યો હોબાળોદહીહાંડી સાથે દારૂની બોટલો લટકાવેલી હોવાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા હતા. ધાર્મિક ઉત્સવની મર્યાદા અને આસ્થા સામે સવાલો ઉભા કરતી આ તસવીરો સામે આવતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મામલો ઉગ્ર બનતા વાંસદા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.વાંસદા પોલીસે 3 ઈસમોને જેલભેગા કર્યાવાયરલ વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરીને વાંસદા પોલીસે આ કૃત્ય આચરનાર 3 શખ્સોની ઓળખ કરી લીધી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ત્રણેય ટીખળખોર ઈસમોની ધરપકડ કરી લીધી છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.ધાર્મિક મર્યાદા જાળવવા પોલીસની અપીલગાંધીના ગુજરાતમાં એકતરફ દારૂબંધી છે, ત્યારે ધાર્મિક પ્રસંગોમાં આ પ્રકારે દારૂનું પ્રદર્શન કરીને આસ્થા સાથે ચેડાં કરનારા તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. પોલીસે પણ ઉત્સવો દરમિયાન મર્યાદા જાળવી રાખવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચાડવા કડક સૂચના આપી છે.આ પણ વાંચો - Navsari News : 'ટીબી મુક્ત નવસારી' અભિયાન હેઠળ 780 દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું

Read Full Story arrow_forward