android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News: લીંબડી નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર ત્રીપલ અકસ્માત, 2 ના મોત, 7 ઈજાગ્રસ્ત
calendar_today September 7, 2026

Surendranagar News: લીંબડી નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર ત્રીપલ અકસ્માત, 2 ના મોત, 7 ઈજાગ્રસ્ત

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક આવેલા કટારિયા ગામ પાસે એક અત્યંત ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં કાર, ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રેલર વચ્ચે ત્રીપલ અકસ્માત થતાં માર્ગ પર સન્નાટો વ્યાપી ગયો હતો. વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, ઘટના સ્થળે જ ભારે ચીસાચીસ મચી ગઈ હતી.અકસ્માતમાં 2 લોકોના મોત, 7 લોકો ઈજાગ્રસ્તઆ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનીકો મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ 7 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની વધુ ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.પોલીસ કાફલો ઘટના સ્થળે, હાઈવે પર ટ્રાફિક જામઅકસ્માતની જાણ થતાં જ લીંબડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક સુચારૂ કરવાની સાથે સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે અમદાવાદ-રાજકોટ હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનોની અવરજવર પર ભારે અસર પડી હતી.આ પણ વાંચો: Surendranagar: ઈન્સ્ટાગ્રામ થકી પાંચ વર્ષ પૂર્વે થયેલા પ્રેમનો કરૂણ અંજામ

Read Full Story arrow_forward
Morbi News: વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1400 બોટલ બનાવે એ પહેલા જ પોલીસની રેડ
calendar_today September 7, 2026

Morbi News: વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1400 બોટલ બનાવે એ પહેલા જ પોલીસની રેડ

મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે ઘરમાં જ ચાલતી નકલી દારૂ બનાવતી મીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ બૂટલેગરો નકલી દારૂ બનાવીને બજારમાં વેચે તે પહેલાં જ પોલીસે દરોડો પાડીને તમામ ગેરકાયદે જથ્થો જપ્ત કરી લીધો છે.ઘરમાં ચાલી રહ્યો હતો ઝેર બનાવવાનો કાળો કારોબારપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગોરખધંધો મહેશ ઉર્ફે મુનાભાઈ કાજીયા અને અજયસિંહ ભાવુભા જાડેજા નામના શખ્સોના મકાનમાંથી ચલાવવામાં આવતો હતો. બ્રાન્ડેડ દારૂના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરીને ઝેર સમાન નકલી દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે આ કાળા કારોબારમાં સામેલ કુલ 5 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.400 લીટર કેમિકલ અને 1400 ખાલી બોટલો જપ્તદરોડા દરમિયાન LCB ની ટીમને સ્થળ પરથી 400 લીટર આલ્કોહોલ જેવું ઝેરી કેમિકલ, કેમિકલયુક્ત પાણી, કલર અને એસન્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સિવાય બ્રાન્ડેડ દેખાવ આપવા માટે ઉપયોગમાં લેવાતી 1400 ખાલી દારૂની બોટલો, બુચ, ઢાંકણાં અને બ્લેન્ડર્સ વ્હિસ્કીના નકલી સ્ટીકરો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની કાયદેસરની ધારાધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરી છે. ==ભાવનગર નકલી દારૂની ઘટનાતમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 12થી વધુ લોકોના મોત થયા છે. આવામાં વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાતા પોલીસ અને સરકાર સામે સવાલ ઉભા થયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ અને દારૂ સંબધિત ગુનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે, જે એક ચિંતાનો વિષય છે. આવામાં કાયદો અને વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો થાય છે. આ પણ વાંચો: Morbi News: શ્રાવણીયા જુગાર પર પોલીસની તવાઈ, હળવદ અને વાંકાનેરમાં 18 શકુનિ ઝડપાયા 

Read Full Story arrow_forward
Assam:  પતિએ ક્રૂરતાની દરેક હદ વટાવી, 25 વર્ષીય પત્નીનું માથું કાપીને ફ્રીજમાં છુપાવ્યું અને થઇ ગયો ફરાર
calendar_today September 7, 2026

Assam: પતિએ ક્રૂરતાની દરેક હદ વટાવી, 25 વર્ષીય પત્નીનું માથું કાપીને ફ્રીજમાં છુપાવ્યું અને થઇ ગયો ફરાર

આસામના ગુવાહાટીમાંથી એક અત્યંત ખૌફનાક અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. ગુવાહાટીના હાથીગાંવ વિસ્તારના બશિષ્ઠપુર બાયલેન ખાતે આવેલા એક ઘરમાંથી 25 વર્ષીય રિયા તાલુકદાર નામની યુવતીનો ક્ષતિગ્રસ્ત અને નિર્દયતાપૂર્વક હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ ભયાનક ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ક્રૂર હત્યા પાછળ મૃતકનો પતિ જ જવાબદાર હોઈ શકે છે.બુટિકમાં કામ કરતી હતી મહિલામળતી માહિતી મુજબ, મૂળ નૂનમતીની રહેવાસી રિયા ફેન્સી બજારના એસી માર્કેટ વિસ્તારમાં આવેલા એક બુટિકમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેના પરિવારમાં માતા-પિતા હયાત નહોતા અને માત્ર એક ભાઈ છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સોમવારે રિયા અને તેના પતિ રામાનુજન ગોસ્વામી વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝઘડા બાદ રામાનુજન રાત્રે આશરે ૮ વાગ્યાની આસપાસ ઘર છોડીને નાસી છૂટ્યો હતો.પતિએ રિયાનું માથું કાપીને ફ્રીજમાં મૂક્યુંઆ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મંગળવારે પડોશીઓને આ દંપતીના ઘરમાંથી કોઈ અસામાન્ય અને તીવ્ર દુર્ગંધ આવવા લાગી. શંકા જતા પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ઘરમાં દાખલ થઈ ત્યારે દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રિયાની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આરોપી પતિએ હત્યા કર્યા બાદ રિયાનું માથું તેના ધડથી અલગ કરી નાખ્યું હતું અને તેને કાળા રંગની પોલીથિન બેગમાં પેક કરીને રેફ્રિજરેટરમાં છુપાવી દીધું હતું. એટલું જ નહીં, મહિલાની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.હત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ પોલીસનો પ્રાથમિક અંદાજ છે કે આ હત્યા લાશ મળી આવ્યાના આશરે 24 થી 48 કલાક પહેલા થઈ હશે. હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અંકબંધ છે અને પોલીસ તમામ પાસાઓ પર ગંભીરતાથી તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH) ખાતે ખસેડવામાં આવ્યો છે. ફરાર થઈ ગયેલા શંકાસ્પદ પતિ રામાનુજન ગોસ્વામીને શોધવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ હત્યાના રહસ્ય પરથી વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.આ પણ વાંચોઃ Lenovo Rollable laptop: હવે ફોલ્ડ નહીં પણ રોલ થશે સ્ક્રીન, Lenovo નો નવું રોલેબલ લેપટોપ કરાશે લોન્ચ, જાણો શું છે ફીચર્સ

Read Full Story arrow_forward