android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad: વાપી રોડ પર ટ્રકે અડફેટે લઈ મોપેડને 300 ફૂટ સુધી ઘસડી, ચાલકનું મોત
calendar_today September 6, 2026

Valsad: વાપી રોડ પર ટ્રકે અડફેટે લઈ મોપેડને 300 ફૂટ સુધી ઘસડી, ચાલકનું મોત

નાનાપોંઢા વાપી રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રકના ચાલકે ધરમપુરની મોપેડને અડફેટે લીધા બાદ ટ્રકમાં ભેરવાઈ પડેલી મોપેડને 300 ફૂટ ઘસડી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત મોપેડચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ધરમપુર તાલુકાના બોપી ખામદહાડ સામના ઝોડાર ફળિયા નિવાસી મયૂરભાઈ મશજીભાઈ રાઉત સેલવાસ સ્થિત વેસ્ટન કંપનીમાં 7 માસથી જ મજૂરી કામ કરતા હતા. શનિવારે સાંજે મયૂર મોપેડ (નંબર જીજે 15 બીઆર 0959) લઈને નાનાપોંઢા વાપી રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રક (નંબર ટીએન 28 બીકે 4329)ના ચાલકે મયૂરભાઈના મોપેડને ટક્કર મારી હતી. આ સાથે જ ટ્રકમાં ભેરવાઈ પડેલી મોપેડ રોડ ઉપર આશરે 300 ફૂટ ઘસડાઈ હતી. આ અકસ્માતમાં મોપેડચાલક મયૂરને ગંભીર ઇજા થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અકસમાત સર્જનાર ટ્રકને અટકાવવા સ્થાનિક રહીશોએ પીછો કરતા, ટ્રકચાલક ટ્રક રોડ પાસે પાર્ક કરીને ફરાર થઈ ગયો હતો. ટ્રકની પાછળ દોડેલા લોકોએ ટ્રકમાં સવાર ક્લીનરને ઝડપી પાડયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari: જન્માષ્ટમી અને વીકેન્ડની રજાઓમાં સાપુતારા સહેલાણીઓથી છલકાયું
calendar_today September 6, 2026

Navsari: જન્માષ્ટમી અને વીકેન્ડની રજાઓમાં સાપુતારા સહેલાણીઓથી છલકાયું

જન્માષ્ટમી પર્વ સાથે વીકેન્ડની રજાઓનો સંયોગ થતા ગુજરાતના પ્રખ્યાત ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો જનસેલાબ ઊમટી પડયો હતો. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલી હોટલ, હોમસ્ટે, રિસોર્ટ તેમજ ટેન્ટ સિટીઓ હાઉસફુલ થઈ જતા પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. સાપુતારાને અડીને મહારાષ્ટ્ર તરફ્ આશરે 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલી હોટલ, હોમસ્ટે અને વિલાઓમાં પણ પ્રવાસીઓની ભારે ભીડને પગલે તમામ રૂમો હાઉસફુલ જોવા મળ્યા હતાં.રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ખાનગી વાહનો મારફતે સાપુતારા તરફ્ ઊમટી પડતા સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સાપુતારાના સ્વાગત સર્કલ, બોટિંગ, ટેબલ પોઈન્ટ, સ્વાગત સર્કલથી પેટ્રોલપંપ તેમજ આનંદો સર્કલ સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓના નાના-મોટા વાહનોનો કાફલો વધી જતાં સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક સ્થળોએ તો કલાકો સુધી ટ્રાફિક જામ રહેતાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.સાપુતારામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે સાપુતારા પી.આઈ. જે.કે. બારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રાફિકવાળા સ્થળ પર પહોંચી વાહનવ્યવહારને વ્યવસ્થિત કરવાના પ્રયાસો કરવામાં આવતા ધીમે ધીમે ટ્રાફિક હળવો બન્યો હતો. મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓએ બોટિંગ, રોપ-વે અને એડવેન્ચર પાર્ક સહિતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રજાઓની મોજ માણી હતી.સાપુતારા ઉપરાંત વઘઈનો ગીરાધોધ, ગીરમાળનો ગીરાધોધ સહિત ડાંગ જિલ્લાના અન્ય વિવિધ પ્રવાસન સ્થળોએ પણ રજાઓ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમી અને વીકેન્ડની રજાઓમાં સમગ્ર ડાંગ જિલ્લો જાણે પ્રવાસીઓથી તરબોળ બની ગયો હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari: ડાંગના પ્રખ્યાત ડોન હિલ સ્ટેશન પર પાયાની સગવડોનો સદંતર અભાવ
calendar_today September 6, 2026

Navsari: ડાંગના પ્રખ્યાત ડોન હિલ સ્ટેશન પર પાયાની સગવડોનો સદંતર અભાવ

ડાંગ જિલ્લાના અતિ સુંદર અને પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા 'ડોન હિલ સ્ટેશન' ખાતે ચોમાસાની રળિયામણી સિઝનમાં કુદરતી સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ચારેય તરફ પથરાયેલી હરિયાળી, ઉત્તુંગ પહાડો અને ઝાકળછાયા વાતાવરણના કારણે ડોન હિલ સ્ટેશન સહેલાણીઓમાં ભારે લોકપ્રિય બની રહ્યું છે. પ્રતિદિન અહીં સેંકડો પ્રવાસીઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ અહીં મુલાકાતીઓ માટે જરૂરી પાયાની જાહેર સુવિધાઓનો ઘોર અભાવજોઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને આટલા મોટા પ્રવાસન ધામ પર પૂરતી અને યોગ્ય શૌચાલય તેમજ બાથરૂમની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.સ્થળ પર ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા બાથરૂમ અને શૌચાલયની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે. આ શૌચાલય/બાથરૂમના ઉપરના પતરાના શેડ જ ગાયબ થઈ ગયા છે, જેથી આ સુવિધા તદ્દન બિનઉપયોગી અને ખુલ્લા આકાશ નીચે ફેરવાઈ ગઈ છે.ચોમાસાની ઋતુમાં વરસાદ વચ્ચે શેડ વિનાના શૌચાલય-બાથરૂમના કારણે ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધ પ્રવાસીઓને ભારે અસ્વસ્થતા અને હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રવાસીઓનું કહેવું છે કે એક તરફ તંત્ર દ્વારા ડોન હિલ સ્ટેશનને લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના દાવા કરવામાં આવે છે અને દર વર્ગે મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ આવી પ્રાથમિક જરૂરિયાતોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે.સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ એકસૂરે માંગ કરી રહ્યા છે કે સ્થાનિક ગ્રામ પંચાયત, પ્રવાસન સમિતિ અને સંબંધિત વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળની મુલાકાત લેવામાં આવે. બિસ્માર હાલતમાં મુકાયેલા બાથરૂમ અને શૌચાલયનું ત્વરિત સમારકામ કરાવી, નવા શેડ નાખવામાં આવે તેમજ વધારાના ટોયલેટ બ્લોક્સ ઊભા કરી પ્રવાસીઓની સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે તેવી તીવ્ર માંગ ઊઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward