android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ઈન્સ્ટાગ્રામ થકી પાંચ વર્ષ પૂર્વે થયેલા પ્રેમનો કરૂણ અંજામ
calendar_today September 6, 2026

Surendranagar: ઈન્સ્ટાગ્રામ થકી પાંચ વર્ષ પૂર્વે થયેલા પ્રેમનો કરૂણ અંજામ

સુરેન્દ્રનગરના મુળચંદ રોડ પર આવેલ રામદેવનગરમાં રહેતા દંપતી વચ્ચે જન્માષ્ટમી પર્વની રાત્રે ખુની ખેલ ખેલાયો હતો. પત્નીના અનૈતીક સબંધોની શંકાએ પતિએ માર મારી પત્નીની હત્યા કરી હતી. આ બનાવમાં મૃતક કે આરોપી કોઈના પરિજનોમાંથી કોઈ ફરિયાદી ન બનતા અંતે પોલીસે ખુદ ફરિયાદી બનીને તા. પમીએ સાંજે હત્યારા પતિ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.હાલના સમયમાં સોશિયલ મીડિયાએ માઝા મુકી છે. અનેક યુવક-યુવતીઓ ઈન્સ્ટાગ્રામમાં થયેલ ક્ષણીક આકર્ષણને પ્રેમ સમજી બેસે છે અને પોતાનું તથા પરિવારજનું જીવન બરબાદ કરે છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ થયેલ પ્રેમમાં એક પરિણીતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહીતી મુજબ વઢવાણના દોદરકોઠા વિસ્તારમાં રહેતા રાહુલ નાનજીભાઈ પારઘીને ઈન્સ્ટાગ્રામ થકી અમદાવાદની દરકાસબેન ઉર્ફે ગુલ્લુ હેમરાજભાઈ ઉર્ફે હેનરી ગીરધરભાઈ ખ્રીસ્તી સાથે પ વર્ષ પહેલા પ્રણયના અંકુરો ફુટયા હતા. બન્ને પરિણીત હોવા છતાં એક બીજા સાથે ફોનમાં વાતો કરતા હતા અને સાથે રહેવાના કોલ આપ્યા હતા. રાહુલ પરીણીત હતો. પરંતુ તેને કોઈ સંતાન ન હતા. જયારે દરકાસબેન એક સંતાનની માતા હતા. બન્નેએ પરિવારજનોનો કોઈ પણ વિચાર કર્યા વગર પ્રેમમાં અંધ બનીને પાંચ વર્ષ પહેલા સંસાર માંડયો હતો. પરંતુ બન્નેના પરિવારને આ વાત મંજુર ન હતી. તેમ છતાં બન્ને મુળચંદ રોડ પર આવેલ રામદેવનગરમાં સ્થાયી થયા હતા. અને કોઈપણ જાતના લગ્ન કે લીવ ઈન કરાર કર્યા વગર બન્ને સાથે રહેતા હતા. હાલ તેઓને 2 વર્ષનો પુત્ર દિવ્યાંશ અને 1 માસનો પુત્ર રીયાંશ છે. છેલ્લા થોડા સમયથી દરકાસબેનને કોઈ સાથે ઐનૈતીક સબંધો હોવાની રાહુલને શંકા હતી. આ બાબતે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જન્માષ્ટમી પર્વે પણ બન્ને વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. અને રાહુલે બોથડ પદાર્થ વડે પત્નીના માથાના ભાગે ઈજા કરી, કપાળ, ગળે, બન્ને હાથે અને શરીરના સંવેદનશીલ પાર્ટસ પર ઈજા પહોંચાડી દરકાસબેનનું મોત નીપજાવ્યુ હતુ. આ અંગે સુરેન્દ્રનગર બી ડીવીઝન પીએસઆઈ બી.એલ.ઝાલાએ હત્યારા પતિ રાહુલ પારઘી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ પીઆઈ એચ.એચ.જાડેજા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: ઓમ જ્વેલર્સ દ્વારા રોકાણના નામે ખેલ છેતરપિંડીનો
calendar_today September 6, 2026

Dholka: ઓમ જ્વેલર્સ દ્વારા રોકાણના નામે ખેલ છેતરપિંડીનો

ધોળકા શહેરમાં સોના-ચાંદીના વ્યવસાયની આડમાં રોકાણકારોને સારો નફો આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી પરત નહીં આપવાના મામલે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોળકા ટાઉન પોલીસે ઓમ જ્વેલર્સના માલિક પિતા-પુત્ર સામે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં પિતા અમિતકુમાર ગુણવંતલાલ સોનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ, ઓમ જ્વેલર્સના માલિક અમિતકુમાર સોની અને તેમના પુત્ર પાર્થ અમિતકુમાર સોનીએ પૂર્વઆયોજિત કાવતરું રચી સોના-ચાંદીના વ્યવસાયમાં સારો નફો થતો હોવાનું જણાવી રોકાણકારોને ચાંદીમાં રોકાણ કરવા પ્રલોભન આપ્યું હતું. શરૂઆતમાં રોકાણની રકમ નફા સાથે પરત આપી રોકાણકારોમાં વિશ્વાસ ઊભો કર્યા બાદ મોટાપાયે રોકાણ કરાવ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ફરિયાદી અને સાહેદો પાસેથી એક કિલો ચાંદીના રૂ.1,24,500ના હિસાબે કુલ 113 કિલો ચાંદીનું રૂ.1,41,14,155નું રોકાણ કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. બાદમાં રોકાણકારોએ રકમ અને ચાંદી પરત માંગતા અમુક રકમ તથા સોના-ચાંદીના દાગીના પરત આપવામાં આવ્યા હોવાનું, પરંતુ રૂ.74,51,776ની રકમ પરત નહીં આપી ખોટા વાયદા કરી સમય પસાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.આ મામલે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 61(2) તથા ગુજરાત પ્રોટેકશન ઓફ્ ઇન્ટરેસ્ટ ઓફ્ ડિપોઝિટર્સ ઇન ફાઇનાન્શિયલ એસ્ટેબ્લિશમેન્ટ્સ એક્ટ-2003ની કલમ 3 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ધોળકા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ધવને પોલીસ ટીમને જરૂરી સૂચનાઓ આપી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઓમ જ્વેલર્સના માલિક અમિતકુમાર ગુણવંતલાલ સોનીને તા. 2જી સપ્ટેમ્બરે રાત્રે 11 વાગ્યે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તા. 6ઠ્ઠી સપ્ટેમ્બર 2026ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાતા વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: વઢવાણ શહેરનો મેળો બન્યો મોતનો મેળા, 12 વર્ષીય બાળકીનું મોત સારવારમાં મૃત્યુ
calendar_today September 6, 2026

Surendranagar: વઢવાણ શહેરનો મેળો બન્યો મોતનો મેળા, 12 વર્ષીય બાળકીનું મોત સારવારમાં મૃત્યુ

સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા વઢવાણ મેળાના મેદાન ખાતે જન્માષ્ટમી લોક મેળાનું આયોજન કરાયુ હતુ. ત્યારે શનીવારે રાત્રે મેળામાં ઉંચા ચકડોળમાં બેસતા સમયે અચાનક ચકડોળ ચાલુ થઈ જતા પોલીસ કર્મીની 12 વર્ષીય બાળકીનું ગંભીર ઈજા થતા સારવાર દરમીયાન મોત થયુ છે.વઢવાણ રેલવે સ્ટેશન પાસે આવેલ મેળાના મેદાનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા જન્માષ્ટમી લોક મેળાનું આયોજન કરાયુ છે. મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા પહોંચી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીની 12 વર્ષીય દિકરીનું શનીવારે રાત્રે મેળામાં ચકડોળમાં પડી જવાથી મોતની ઘટના બની છે. મળતી માહીતી મુજબ થાન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ કાંતીભાઈ પરમાર તા. 5મીના રોજ રાત્રે પરિવાર સાથે વઢવાણ મેળામાં ગયા હતા. જેમાં ઉંચા ચકડોળમાં તેઓ આશરે 11-30 કલાકે બેસતા હતા. જેમાં ચકડોળની પાલખીમાં તેમની 12 વર્ષીય દિકરી નીહારીકા બેસતા સમયે જ અચાનક ચકડોળ ચાલુ થઈ ગયુ હતુ. નીહારીકાએ પાલખીમાં બેસતા સમયે હાથ પકડેલ હોવાથી તે આશરે 20 મીટર જેટલી ઉંચાઈએ પહોંચી હતી. આ સમયે કાંતીભાઈએ ચકડોળ રોકવાનું કહેવા છતાં ચકડોળ ઉભુ ન રહેતા આખરે દિકરી નીચે પટકાઈ હતી. અને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે શહેરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાતા સારવાર દરમીયાન રાત્રે 1-30 કલાકે નીહારીકાનું અવસાન થતા પરિવાર પર આભ તુટી પડયુ હતુ અને મેળાનો આનંદ આક્રંદમાં ફેરવાયો હતો. હાલ દીકરીના મૃતદેહને અંતીમ વીધી માટે વતન દસાડા તાલુકાના હેબતપુર ગામે લઈ જવાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward