Sayla: લોકમેળામાં માનવતા મહેંકી ઉઠી
સાયલામાં સાતમ - આઠમનો મેળો કરવા પરીવાર સાથે આવેલ જુના જસાપર ગામના જયાબેન મુકેશભાઇ શેખ નામના મહિલાનું પાકીટ ભીડમાં ગુમ થઇ જતા તેઓ ચિંતામાં પડી ગયા હતા. આ મામલે વિમાસણમાં મુકાયેલા મહિલા દ્વારા પાકીટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયા સહિત આશરે પાંચ લાખથી વધુની મતા ભરેલું પર્સ ખોવાઇ ગયાની જાણ ગ્રામ પંચાયતના સ્ટોલ પર કરતા સરપંચ અજયરાજસિંહ ઝાલા તેમજ સભ્યો દ્વારા માઈક પર જાહેરાત કરવા સાથે શોધખોળ હાથ ધરાઇ હતી. સેંકડો માણસોની ભીડમાં ખોવાયેલ પાકીટ સાયલાના ઘનશ્યામભાઇ દેવજીભાઇ પટેલના પૌત્ર પર્વ દર્શનભાઈ નામના બાળકને મળતા તેના વાલી દ્વારા પારકી જણસ મૂળ માલિકને સોંપવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરી લાખોની રકમ પરત કરતા ખોવાયેલ પાકીટ વાળા જયાબેન દ્વારા પરત આપનાર બાળક તથા તેમના પરિવારની માનવતાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. સામાન્ય પરિવારના ગુમ થયેલા પાકીટમાં સોનાની બે જોડી બુટ્ટી, કાનની શેર બે તોલાની તેમજ ચાંદીના છડા અને રોકડા દસ હજાર રૂપિયા રકમની મતા ભરેલું પર્સ મૂળ માલીકને સરપંચ, સદસ્યો તેમજ પોલીસની હાજરીમાં પરત કરવા સમયે સહુ ઉપસ્થિત સૌકોઈએ માનવતાનું દ્રષ્ટાંત પૂરું પાડનાર પરિવારની સરાહના કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward