android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: ખંભાત-તારાપુર-માતર સહિત ભાલના ખેડૂતોનો હુંકાર
calendar_today September 6, 2026

Anand: ખંભાત-તારાપુર-માતર સહિત ભાલના ખેડૂતોનો હુંકાર

વર્ષ 2026ની ખરીફ્ ડાંગરની સીઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વણાકબોરી ડેમમાંથી 5,000 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે, પરંતુ ચાલુ સીઝન પૂરતી કરવામાં આવેલી પાણીની વ્યવસ્થા સાથે આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતોના સિંચાઈના પ્રશ્નનો કાયમી ઉકેલ આવતો નથી. ક્કએક સીઝનનું પાણી નહીં, વર્ષો સુધીની સિંચાઈની ગેરંટી જોઈએ તેવી ખેડૂતોની મુખ્ય માંગ છે.આણંદ-ખેડા જિલ્લાના સિંચાઈ વિસ્તારને કડાણા ડેમ તેમજ નર્મદા ડેમમાંથી પાણી આપવાની હાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે સિંચાઈના પાણી માટે સરકારના હંગામી નિર્ણયની રાહ જોવી પડે તે સ્થિતિનો હવે કાયમી અંત આવવો જોઈએ. બંને જિલ્લાના ખેડૂતોની જમીનોનો નર્મદા સિંચાઈ વિસ્તારમાં કાયમી સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂત આગેવાન બળવંતસિંહ નાથુભાઈ પરમાર દ્વારા આંદોલનનો કાર્યક્રમ યથાવત્ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત તા. 9મી સપ્ટેમ્બર, 2026ના રોજ ખંભાત ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી, મહી કેનાલ કોલોની, ONGC સામે, કંસારી ખાતે ખેડૂતો એકત્ર થશે. ત્યારબાદ આગામી તા. 14મી સપ્ટેમ્બર, 2026ના રોજ તારાપુર-વટામણ ચોકડી તરફ્ જતા હાઈવે પર મોજે ગલિયાણા ગામ પાસે ચક્કાજામનો કાર્યક્રમ પણ યથાવત રહેશે.આ ઉપરાંત ખેડૂત અગ્રણી બળવંતસિંહ નાથુભાઈ પરમારે આણંદ અને ખેડા જિલ્લાના તમામ ખેડૂતોને જય જવાન, જય કિસાનના હુંકાર સાથે અપીલ કરી છે કે આંદોલન રદ થયું હોવાની કોઈપણ અફ્વા પર વિશ્વાસ ન કરે. ચાલુ સીઝનનું પાણી ખેડૂતો માટે રાહત છે, પરંતુ કાયમી સિંચાઈ વ્યવસ્થા ખેડૂતોનો અધિકાર અને મુખ્ય માંગ છે. નર્મદા સિંચાઈ વિસ્તારમાં જમીનોનો કાયમી સમાવેશ ન થાય ત્યાં સુધી ખેડૂતોની આ લડત ચાલુ રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: કરમસદ આણંદ મનપા દ્વારા શહેરના વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવાયા
calendar_today September 6, 2026

Anand: કરમસદ આણંદ મનપા દ્વારા શહેરના વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવાયા

કરમસદ - આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધા વધારવા અને વિવિધ વિભાગો હેઠળ વિકાસલક્ષી અને પ્રજાકલ્યાણકારી કામગીરી હાથ ધરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર અને વહીવટદાર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરને આગળની કાર્યવાહી માટે અધિકૃત કરતા મહત્વના નિર્ણયો લેવાયા છે. તે મુજબ સિવિલ ઈજનેરી અને સીટી બ્યુટીફ્કિેશન વિભાગ હેઠળ ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રૂ. પાંચ કરોડની મહત્તમ રાજ્ય સહાય મંજૂર કરવામાં આવી છે. કરમસદ આણંદ વિસ્તારમાં લાઈબ્રેરી માટે યોગ્ય સ્થળ નક્કી કરી, ડી.પી.આર. પ્લાન અને અંદાજ તૈયાર કરવા માટે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ આણંદ શહેરના ટી.પી. 1, 2 અને 3 વિસ્તારમાં વર્ષો જૂની પાણીની પાઈપલાઈનો બદલીને નવી પાઈપલાઈનનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊભું કરાશે. શહેરી વિકાસ વિભાગની નીતિ મુજબ ખાનગી સોસાયટીઓમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સીસીટીવી કેમેરા અને ઓપન જીમ જેવી મૂળભૂત સુવિધાઓ માટે 70% રાજ્ય સરકાર, 20% જનભાગીદારી અને 10% સ્થાનિક સંસ્થાના ફળા સાથે વિકાસ કામો હાથ ધરવા સર્વે અને દરખાસ્ત કરવાની મંજૂરી આપેલ છે. આ ઉપરાંત શહેરી મલેરિયા વિભાગ દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે રૂ. 8,73,000ના ખર્ચે 3 નાના અને 2 મોટા ફોગીંગ મશીન અને રૂ. 15,84,000ના ખર્ચે ખરીદવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં સ્થાયી સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: શહેરના પૂર્વ કાઉન્સિલરની લેન્ડ ગ્રેબીંગના ગુનામાં ધરપકડ કરાઈ
calendar_today September 6, 2026

Nadiad: શહેરના પૂર્વ કાઉન્સિલરની લેન્ડ ગ્રેબીંગના ગુનામાં ધરપકડ કરાઈ

નડિયાદ રૂરલ પોલીસે લેન્ડ ગ્રેબીંગના ગુનામાં એક પૂર્વ કાઉન્સીલરની ધરપકડ કરતા ચકચારની લાગણી પ્રસરી જવા પામી છે. નડિયાદ રુરલ પોલીસ મથકમાં વર્ષ 2026માં નોંધાયેલ લેન્ડ ગ્રેબીંગના ગુનામાં નાસતા ફરતા ભાનુ જોધાભાઈ ભરવાડ નડિયાદ તાલુકાના વલેટવા ભગવાનપરામાં હોવાની બાતમી ખેડા નડિયાદ એલસીબી પોલીસને મળી હતી. બાતમી આધારે પોલીસે ભાનુ ભરવાડ (રહે.શ્યામ બંગ્લોઝ સોસાયટી, કપડવંજ રોડ, નડિયાદ)ને ઝડપી પાડયો હતો. ભાનુ ભરવાડ વિરુદ્ધ નડિયાદ શહેર, અને નડિયાદ ગ્રામ્ય તથા ડાકોરમાં મારામારી, ધમકી, લેન્ડ ગ્રેબીંગ, જીવલેણ હુમલો, છેતરપિંડી સહિતની 19 ફરિયાદો ભૂતકાળમાં નોંધાઈ ચૂકી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward