android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahegam: તાલુકા સંકલનની બેઠક યોજાઈ,અધિકારીઓ ઉપર ધારાસભ્ય ભડક્યા!
calendar_today September 6, 2026

Dahegam: તાલુકા સંકલનની બેઠક યોજાઈ,અધિકારીઓ ઉપર ધારાસભ્ય ભડક્યા!

દહેગામ સેવાસદન ખાતે દહેગામ તાલુકા સંકલનની બેઠક યોજાઇ હતી. ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી બેઠકમાં અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી અને લોકોના અટવાયેલા પ્રશ્નોનો ઝડપી અને સકારાત્મક ઉકેલ લાવો તેમજ વિકાસના કામમાં કોઇ પણ ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહી એમ ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓને ટકોર કરી જરૂરી સુચનાઓ કરવામાં આવી હતી. વિકિાસના કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.દહેગામ મામલતદાર કચેરી ખાતે તાલુકા સંકલન સમિતીની બેઠક શનિવારે યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓને જરુરી સુચનાઓ આપવામાં આવી હતી. દહેગામ શહેર તથા ગામડાના વિકાસના કામોમાં રફ્તાર લાવવા તેમજ લોકોના અટવાયેલા પ્રશ્નોનો ઝડપી અને સકારાત્મક ઉકેલ લાવવા કહ્યું હતુ. તાલુકાના તેમજ શહેરના રસ્તાઓ, પાણી,વીજળી, આરોગ્ય શિક્ષણ અને શહેરના માથાના દુઃખાવા સમાન ટ્રાફીક મામલે ચર્ચા કરાઈ હતી.ધારાસભ્યએ અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, વિકાસના કામો ઝડપી અને સમયસર પુરા કરવામાં આવે. અધિકારીઓની લાલિયાવાડી કે ઢીલાસ નહી ચલાવાય. તેમજ બધા વિભાગો એકબીજાના સંકલનમાં રહીને કામ કરે એમ જણાવ્યુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ભાજપ દ્વારા 17 સપ્ટે.થી 1 માસ સેવા સંકલ્પ અભિયાનનું કરાયું આયોજન
calendar_today September 6, 2026

Gandhinagar: ભાજપ દ્વારા 17 સપ્ટે.થી 1 માસ સેવા સંકલ્પ અભિયાનનું કરાયું આયોજન

ભારતીય જનતા પાર્ટી દ્વારા 17મી સપ્ટેમ્બરથી એક મહિના દરમિયાન સેવા સંકલ્પ અભિયાન યોજાશે. આ અભિયાનની તૈયારીના ભાગરૂપે મહાનગર ભાજપાની કાર્યશાળા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતીમાં યોજાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત 25 વર્ષ પુર્ણ થવાના અળસરે ભાજપા દ્વારા સેવા સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવશે.જે અંતર્ગત યોજાયેલી કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકરજીએ કાર્યશાળામાં અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોનું રૂપરેખા, સંગઠનાત્મક વ્યવસ્થા તથા કાર્યક્રમોના અસરકારક અને સુવ્યવસ્થિત આયોજન અંગે સંગઠનના પદાધિકારીઓ, ભાજપા આગેવાનો, નગરસેવકો અને કાર્યકર્તાઓને વિગતવાર માર્ગદર્શન આપ્યુ હતું. આ અભિયાન અંતર્ગત 13 જેટલા વિશેષ કાર્યક્રમો યોજાશે. જેમાં નરેન્દ્ર મોદીના જન્મ દિને સાંજે સાત કલાકે વિવિધ યોજનાના લાભાર્થી પરિવારો અને કાર્યક્રરો દ્વારા દિપ પ્રજવલન, ગુજરાત અને દેશમાં થયેલા ઐતિહાસિક કાર્યો સંદર્ભે શાળાઓમાં ચિત્ર અને વકૃત્વસ્પર્ધા, વિકસિત ભારત 2047નો સામુહિક સંકલ્પ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યશાળામાં ભાજપના મહાનગર પ્રભારી નિરવ અમિન, સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana: વડનગર ખાતે રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ડમરુ યાત્રા યોજાઈ
calendar_today September 6, 2026

Mahesana: વડનગર ખાતે રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ડમરુ યાત્રા યોજાઈ

ગુજરાતના ઐતિહાસિક નગર વડનગર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત શ્રાવણ ઉત્સવ-2026 અંતર્ગત દરરોજ ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રવિવારની ડમરું યાત્રામાં ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીએ ખાસ ઉપસ્થિત રહીને સહભાગીદારી નોંધાવી હતી. આ યાત્રામાં 108 કલાકારો દ્વારા કરવામાં આવેલા ડમરુના ગુંજારવ અને ભવ્ય સમૂહ ગાનથી સમગ્ર વડનગર નગરી શિવમય બની ગઈ હતી.આ ભવ્ય ડમરુ યાત્રામાં ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી શિવભક્તો અને શ્રાદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રવિવારની વહેલી સવારે આયોજિત આ કાર્યક્રમમાં 108 કલાકારોની ટુકડીએ પરંપરાગત વાદ્યો સાથે વાતાવરણમાં આધ્યાત્મિકતાનો સંચાર કર્યો હતો. મંત્રી રિવાબા જાડેજાએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને શ્રાદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો અને વડનગરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આ આયોજનને બિરદાવ્યું હતું. નિર્ધારિત રૂટ મુજબ, આ યાત્રાએ સવારે અમરથોળ સ્થિત હરસિદ્ધ માતાના મંદિરથી પ્રસ્થાન કર્યું હતું. આ પદયાત્રા વડનગરના ઐતિહાસિક અને મુખ્ય માર્ગો જેવા કે અમથેર માતા મંદિર, ભોજક શેરી, અંબાજી માતા ચાચરે, મોચીઓળ, કાપડ બજાર, માતોર અને ચકલા થઈને આગળ વધી હતી. માર્ગમાં આવતા અમતોલ દરવાજા પસાર કરી આ ભવ્ય યાત્રા અંતે વડનગરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. જ્યાં મોટીસંખ્યામાં શ્રાદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ, નગરપાલિકા પ્રમુખ મિતિકા શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને શિવભક્તો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward