android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vapi: દમણમાં હવે ડુપ્લિકેટ દારૂ પીરસાતો હોવાની આશંકા : પ્રવાસીઓના આરોગ્ય સામે ખતરો
calendar_today September 6, 2026

Vapi: દમણમાં હવે ડુપ્લિકેટ દારૂ પીરસાતો હોવાની આશંકા : પ્રવાસીઓના આરોગ્ય સામે ખતરો

સંઘપ્રદેશ દમણમાં પણ હવે ડુપ્લીકેટ દારૂનો વેપલો ધમધોકાર ચાલી રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. સંઘપ્રદેશ દમણમાં મોટી દમણ અને ઝરીમાં તથા કેટલાક નજીકના ગામોમાં કેટલાક અસામાજિક તત્વો દારૂના આ વેપાલમાં જોડાયા છે.સ્થાનિક સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, દમણ પંથકમાં ભંગારના ભાવે મળતી કાચની બ્રાન્ડેડ કંપનીની દારૂની ખાલી બોટલોને નજીવા ભાવે ખરીદી ફરીથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વળી, દારૂ ખરીદનારા મોટાભાગના લોકો આ બાબતથી અજાણ હોય છે. તેથી તેઓ ડુપ્લિકેટ દારૂ ખરીદી લે છે. આવા સંજોગોમાં પર્યટકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થાય એવી શક્યત વધી છે.તાજેતરમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાઈ ચુક્યો છે. ત્યારે દમણ પ્રશાસન દ્વારા અને એક્સાઈઝ વિભાગ દ્વારા ડુપ્લિકેટ દારૂ અંગે તપાસ કરાવાય એવી લોક માંગ ઉઠી છે. પ્રાપ્ત માહિતી મુજબ દમણ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ ધરાવે છે. અનેક લોકો દરરોજ પોતાના પરિવારના સભ્યો સાથે પણ અને મિત્રો સાથે અહીં ફરવા માટે આવે છે. વર્ષોથી દારૂની છૂટ હોવાને લઈને મોટાભાગના લોકો દારૂ પીવે છે. પરંતુ હવે દમણમાં પણ ધીમી ગતિએ ડુપ્લીકેટ દારૂએ પગપેસારો કરી દીધો છે. કેટલીક હોટલો અને ધાબાઓમાં આવો દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. પરંતુ તેની કોઈ તપાસ પણ અત્યાર સુધી કરવામાં આવી નથી. જેના કારણે ડુપ્લીકેટ દારૂ બનાવનારાઓને જલસા પડી ગયાનું ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે દમણમાં અનેક મોટી રેસ્ટોરન્ટ અને હોટલોમાં દારૂઓ પીરસવામાં આવે છે. પરંતુ તેની ખાલી બોટલો ફરી ક્યાં જાય છે અને કોણ તેનો ઉપયોગ કરે છે તે અંગે તપાસ થાય તો કૌભાંડનો પર્દાફાશ પણ થઈ શકે છે. સંઘપ્રદેશ દમણમાં ડુપ્લીકેટ દારૂના વેચાણની ચર્ચા હજી પોલીસ સુધી પહોંચી નથી તે બાબત આશ્ચર્યજનક છે. તેથી સમગ્ર બાબતે દમણના એસપી દ્વારા તપાસ કરવામાં આવે તેવી તીવ્ર લોક માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vapi: છીરીની 3 કિમી લાંબી નહેરમાં પથરાયું કચરાનું સામ્રાજ્યઃ પ્રશાસનની અનદેખી
calendar_today September 6, 2026

Vapi: છીરીની 3 કિમી લાંબી નહેરમાં પથરાયું કચરાનું સામ્રાજ્યઃ પ્રશાસનની અનદેખી

વાપીના છીરી વિસ્તારમાં આશરે 3 કિલોમીટર લાંબી નહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નહેરમાં પાણીનો પ્રવાહ ન હોય, ત્યારે આસપાસના રહેવાસીઓ દ્વારા ઘરેલુ કચરો પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને નહેરમાં ફેંકવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિણામે નહેરનો કેટલોક ભાગ જાણે કચરાપેટી બની ગયો હોય તેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે.છીરીની નહેરમાં પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલો સહિતનો વિવિધ પ્રકારનો કચરો જોવા મળી રહ્યો છે. ખાસ ચિંતાની બાબત એ છે કે વરસાદ કે અન્ય કારણોસર નહેરમાં પાણીનો પ્રવાહ શરૂ થાય ત્યારે આ કચરો પાણી સાથે વહીને આગળ બિલ ખાડીમાં અને ત્યારબાદ કોલક નદી સુધી પહોંચવાની શક્યતા છે. આ સ્થિતિ જળ પ્રદૂષણ અને પર્યાવરણ માટે ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે.છીરીનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ અહીં સફાઈ અને કચરા વ્યવસ્થાપનની વ્યવસ્થા વધુ સુદૃઢ બનવાની અપેક્ષા હતી. જોકે નહેરમાં જોવા મળતી ગંદકી સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કરે છે. એક તરફ શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ લોકો જાહેર સ્થળો અને નહેરમાં કચરો ન નાખે તે માટેની જાગૃતિ કેટલી અસરકારક રીતે થઈ રહી છે તે તપાસનો વિષય બન્યો છે. સફાઈ કાર્ય માટે ટેન્ડરની શરતો મુજબ આઈઇસી એક્ટિવિટી માટે આશરે 40 સભ્યોની ટીમ રાખવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય, તો આ ટીમ વાસ્તવમાં મેદાનમાં કેટલા પ્રમાણમાં કામગીરી કરે છે તે પણ ચકાસવું જરૂરી છે.મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ તેમજ સંબંધિત ઈસ્ટ અને વેસ્ટ ઝોનના સેનિટરી ઇન્સ્પેક્ટરો દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરીનું નિયમિત મોનિટરિંગ થાય છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. છીરીની નહેરની ગંદકીનો યોગ્ય નિકાલ અને નિયમિત સફાઈ સાથે અસરકારક જનજાગૃતિ હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પર્યાવરણ તેમજ જાહેર આરોગ્યને લગતી સમસ્યાઓ વધુ ગંભીર બની શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad: ઉમરગામમાં સિગારેટના ભાવ મામલે બોલાચાલી બાદ મારામારી, 6ને ઈજા
calendar_today September 6, 2026

Valsad: ઉમરગામમાં સિગારેટના ભાવ મામલે બોલાચાલી બાદ મારામારી, 6ને ઈજા

ઉમરગામમાં સિગારેટના ભાવ મુદ્દે બોલાચાલી બાદ બે પરિવાર વચ્ચે મારપીટ થતાં 6ને ઈજા થઈ હતી. જે બાદ તમામ ઈજાગ્રસ્તોને વલસાડની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે ઉમરગામ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ હતી.ઘટના અંગે પોલીસ સુત્ર પાસેથી મળતી વિગતો એવી છે કે, ઉમરગામના સુંદરવન મિર્ચીવાડી ઓધવકૃપા બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કરિયાણાની દુકાન ચલાવતા બુદ્ધસાગર શત્રુઘ્ન તિવારીની દુકાને શુક્રવારે રાત્રે બિલ્ડિંગમાં જ રહેતા ભોલા ઉપેન્દ્ર વિશ્વકર્મા સિગારેટ લેવા આવ્યો હતો. ત્યારે દુકાનમાં બુદ્ધસાગરની પત્ની અંજનીએ એક સિગારેટના રૂ. 15 કહેતા, ભોલાએ બજારમાં રૂ. 10માં મળે છે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.આ સમયે બિલ્ડિંગમાં જ રહેતા ભોલાના પિતા ઉપેન્દ્ર વિશ્વકર્મા, ભાઈ ગણેશ, ગોપાલ ઉર્ફે ગોલુ, મોહન તથા માતા અનિતાદેવી અને પત્ની અંબિકાએ દોડી આવી બુદ્ધસાગર તથા તેના બે પુત્રો રાહુલ અને મોહિતના માથામાં મારી લોહીલુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને પ્રથમ ઉમરગામ હોસ્પિટલમાં જે બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ હતી. બીજી તરફ્ સામા પક્ષ ભોલા ઉપેન્દ્ર વિશ્વકર્માએ ફરિયાદ નોંધાવી હતી કે, તે બુદ્ધસાગરની દુકાને સિગારેટ લેવા ગયા, ત્યારે અંજનીબેને રૂ. 15 કહેતા તેણે બજાર ભાવ અંગે વાત કરી હતી. જે બાદ અંજનીબેન સાથે બોલાચાલી થતાં બુદ્ધસાગર, તેના બે પુત્રો રાહુલ અને મોહિત તથા પત્ની અંજનીએ ઉશ્કેરાઈ જઈ ભોલા સાથે ઝઘડો કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. અને રાહુલે ભોલાને હાથના ભાગે ડંડાના ફટકા માર્યા હતા. જે બાદ આસપાસથી લોકો ભેગા થઈ બંને પરિવારોને છૂટા પાડયા હતા. અને ભોલાને પણ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ ઉમરગામ પોલીસે બંને પક્ષો વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward