Panchmahal: કારમાં રૂપિયા 2.72 લાખના દારૂ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા
મોડાસા-ગોધરા હાઇવે ઉપર બાકોર પોલીસ સ્ટેશનની હદમાં ખૂંટેલાવ નજીક પોલીસે વોચ દરમિયાન કારમાં લઇ જવાતા રૂા.2.72 લાખના દારૂ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે.એલ.સી.બી. સ્ટાફ્ના માણસો બાકોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે આ.હે.કો મહીપાલસિંહ ઉમેદસિંહ નાઓને બાતમી મળેલ કે સફેદ કલરની મહીંદ્રા TUV ગાડીમાં ચોર ખાના બનાવી તેમાં દારૂનો જથ્થો ભરી નીકળેલ છે જે દારૂ ભરેલી કારની આગળ એક ગ્રે કલરની મારૂતી સુઝુકી XL6 કારમાં બે ઇસમો પાયલોટીંગ કરે છે. અને આ દારૂ ભરેલ કાર બાબલીયા તરફ્થી લુણાવાડા તરફ્ હાઇવે રોડ ઉપર જનાર જે ચોક્કસ બાતમી હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફ્ના માણસો ખુટેલાવ ગામ ત્રણ રસ્તા પાસે મોડાસા-ગોધરા હાઇવે ઉપર આ ગાડીઓની વોચમાં રહેલ દરમ્યાન બાતમી મુજબની મારૂતી સુઝીકી કંપનીની XL6 કાર તથા તેની પાછળ સફેદ કલરની મહીન્દ્રા TUV કાર આવતા ખાનગી વાહનોથી રોડ ઉપર આડાસ કરી બન્ને વાહનોને રોકી લઇ ત્રણ ઇસમોને ઝડપી લીધેલ બાદમાં બન્ને ગાડીઓને પંચો રૂબરુ ચેક કરતા મહીદ્રા TUV ગાડીમાં પાછળનીચેના ભાગે ચોરખાના બનાવી તેમાં ઈંગ્લીશ દારૂની બોટલો હોવાનુ જણાવી આવતા ગાડીને પોલીસ જાપ્તા સાથે એલ.સી.બી. ઓફીસ લાવી વધુ ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પ્લાસ્ટીકના ટેટ્રા પેક કુલ નંગ-838 કિંમત રૂપીયા.2,72,350/-નો પ્રોહી મુદ્દામાલ તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂ. 19,91,340/-નો મળી આવેલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward