android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chennai : એન્જિનમાં ટેક્નિકલ ખામી બાદ Malaysia Airlines ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 186 મુસાફરો સુરક્ષિત
calendar_today September 7, 2026

Chennai : એન્જિનમાં ટેક્નિકલ ખામી બાદ Malaysia Airlines ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 186 મુસાફરો સુરક્ષિત

કુઆલાલંપુરથી જેદ્દા જઈ રહેલી Malaysia Airlinesની ફ્લાઇટ MH 156માં એન્જિન સંબંધિત ટેક્નિકલ ખામી સર્જાતા સોમવારે ફ્લાઇટને ચેન્નાઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.એન્જિન નંબર 2માં સામે આવી ખામીઅધિકારીઓના જણાવ્યા મુજબ ફ્લાઇટના એન્જિન નંબર 2 સાથે સંબંધિત ટેક્નિકલ સમસ્યા સામે આવી હતી. ફ્લાઇટમાં કુલ 186 લોકો સવાર હતા. ટેક્નિકલ ખામી સામે આવ્યા બાદ સાવચેતીના ભાગરૂપે ફ્લાઇટને ચેન્નાઈ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ઇમરજન્સી વચ્ચે ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગફ્લાઇટ ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચે તે પહેલા એરપોર્ટ પર જરૂરી ઇમરજન્સી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફાયર અને અન્ય સુરક્ષા ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી. બાદમાં ફ્લાઇટનું ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ 186 મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે.લેન્ડિંગ બાદ ટો વાહનથી પાર્કિંગ સુધી પહોંચાડાયું વિમાનસુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનને ટો વાહનની મદદથી પાર્કિંગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું. એરલાઇન અને ટેક્નિકલ ટીમ દ્વારા એન્જિનમાં સર્જાયેલી ખામીની તપાસ શરૂ કરવામાં આવી છે.મુસાફરો માટે કરાઈ રોકાવાની વ્યવસ્થાફ્લાઇટના મુસાફરોને એરપોર્ટ પર રોકાવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્લાઇટને આગળ જવા માટે ક્યારે મંજૂરી આપવામાં આવશે તે અંગે ટેક્નિકલ તપાસ પૂર્ણ થયા બાદ નિર્ણય લેવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમરજન્સી લેન્ડિંગ બાદ પણ ચેન્નાઈ એરપોર્ટ પર અન્ય ફ્લાઇટ ઓપરેશન સામાન્ય રીતે ચાલુ રહ્યા હતા.આ પણ વાંચો   :    Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું
calendar_today September 7, 2026

Gujarat Latest News Live: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar: IAS આર. પી. પટેલ બનાવાયા જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર; ચૂંટણી પંચમાં નવી નિયુક્તિ
calendar_today September 7, 2026

Gandhinagar: IAS આર. પી. પટેલ બનાવાયા જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર; ચૂંટણી પંચમાં નવી નિયુક્તિ

ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વના ફેરફાર વચ્ચે રાજ્યના ચૂંટણી વિભાગમાં એક મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ દ્વારા IAS અધિકારી રિંકેશ પટેલ (આર. પી. પટેલ)ને જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IAS અધિકારી રિંકેશ પટેલને સોંપાઈ મોટી જવાબદારીઉલ્લેખનીય છે કે, આર. પી. પટેલ ભૂતકાળમાં રાજ્યના ચૂંટણી પંચમાં એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ચૂંટણી પ્રક્રિયાઓ, મતદારયાદી સુધારણા અને વહીવટી સંકલનનો તેમને બહોળો અનુભવ હોવાથી તેમની આ પસંદગીને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અધિકારી રિંકેશ પટેલને થોડા મહિનાઓ પહેલાં જ રાજ્ય સેવામાંથી પ્રમોશન મેળવીને ભારતીય વહીવટી સેવા (IAS) કેડરમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા.ચૂંટણી પંચ માટે નવો આયામતેમના અગાઉના ચૂંટણી વહીવટના અનુભવનો લાભ આગામી ચૂંટણી લક્ષી કામગીરીઓ અને મતદાર જાગૃતિ અભિયાનમાં મળશે. જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર તરીકે તેઓ રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરો સાથે સીધું સંકલન સાધશે.આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં PhD એડમિશન મુદ્દે ABVP નો હંગામો; VC એ આપી સત્તાવાર સફાઈ

Read Full Story arrow_forward