android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વાંસદામાં 'દરબાર ચા રાજા'ના ભવ્ય આગમનથી શ્રીજી ભક્તોમાં આનંદ
calendar_today September 8, 2026

વાંસદામાં 'દરબાર ચા રાજા'ના ભવ્ય આગમનથી શ્રીજી ભક્તોમાં આનંદ

14મી સપ્ટેમ્બરના રોજ ગણેશજીની સ્થાપના પૂર્વે વાંસદાનગર સહિત સમગ્ર તાલુકાના વિવિધ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાનું આગમન કરાવી રહ્યા છે. જેમાં વાંસદા જૂના દરબાર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ આકર્ષક શ્રીજીની સ્થાપનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.સોમવારના સાંજે દરબાર ચા રાજાનું ભવ્ય આગમન થતાં શ્રીજીની બેલેન્સિંગ માટેની પ્રતિમા નિહાળવા હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડયા હતાં અને ઢોલ-નગારાના તાલે વાજતે ગાજતે શ્રીજીના આગમનમાં જોડાતા સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલનું નિર્માણ થવા સાથે ગણપતિ બાપ્પા મોરિયાના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો. દરબાર ચા રાજાના આગમન સમયે મુંબઈનું ફેમસ અઘોરી અને કાળીકા માતાના ગ્રૂપ દ્વારા વિવિધ પ્રકારની આકર્ષક કૃતિઓ રજૂ કરવામાં આવતા હજારો ભક્તો ભક્તિભાવમાં લિન થઈ ગયા હતા. મંડળના સંચાલકોએ પર્યાવરણને ધ્યાનમાં રાખી દર વર્ષની માફ્ક આ વર્ષે પણ માટીની પ્રતિમા બનાવવાના આયોજનથી એક જાગૃતિનો સંદેશ આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નવસારીમાં માછી સમાજ દ્વારા ભવ્ય નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
calendar_today September 8, 2026

નવસારીમાં માછી સમાજ દ્વારા ભવ્ય નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

નવસારી કૃષિ યુનિવર્સિટી પાસે આવેલા માનવ કલ્યાણ સંચાલિત મમતા મંદિર ખાતે માછી સમાજ સંગઠન દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશો અને જરૂરિયાતમંદ પરિવારના નાગરિકો માટે સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા કેમ્પને સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને સ્થાનિક શ્રોષ્ઠીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકાયો હતો.સમાજના વડીલોએ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આવા આયોજનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરાવનાર દર્દીઓને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ સ્થળ પર જ જરૂરિયાતમંદ દર્દીઓ માટે શુગર, પ્રેશર, ઈ.સી.જી. અને કેલ્શિયમની તપાસ સહિતના કેટલાક પાયાના લેબોરેટરી ટેસ્ટ પણ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતાં, આ સમગ્ર આયોજનને સફ્ળ બનાવવા માટે સમાજના પ્રમુખ ઈશ્વર એન. ટંડેલ, મંત્રી રમણીકલાલ વી. ટંડેલ, કન્વીનરો કૃષ્ણવદન એસ. ટંડેલ, નિલયકુમાર એચ. ટંડેલ તથા ડો. અરવિંદ આર. ટંડેલ અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ગણદેવી પંથકનાં પાંચ શિવાલયોમાં શ્રાવણના છેલ્લા સોમવારે લાખો ભક્તોએ પદયાત્રા કરી
calendar_today September 8, 2026

ગણદેવી પંથકનાં પાંચ શિવાલયોમાં શ્રાવણના છેલ્લા સોમવારે લાખો ભક્તોએ પદયાત્રા કરી

શિવભક્તોએ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લા સોમવારે ગણદેવી પંથકમાં 10 કિ.મી. વિસ્તારમાં પાંચ પ્રાચીન મહાદેવના દર્શનની પરંપરા છે. જેમાં ગડત કામેશ્વર મહાદેવ, અમલસાડ અંધેશ્વર મહાદેવ, કછોલી ગંગેશ્વર મહાદેવ, બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે લાખો શિવભક્તો ભક્તો ઊમટી પડયા હતા.બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે દક્ષિણ ગુજરાતના દાદા તરીકે જાણીતા છે. અહીં ભગવાન શિવનું જ્યોતિ સ્વરૂપ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. જે સ્વયંભૂ શિવલિંગ પ્રાચીનકાળથી યથાસ્થાને છે. જેના પવિત્ર દર્શને દેશ વિદેશથી લાખો ભક્તો ઊમટી પડે છે. શિવદર્શન સાથે આખો મહિનો અહીં શ્રાવણી મેળો ભરાય છે. જેમાં નીતનવી ચીજવસ્તુઓ ખાણીપીણી, ચકડોળનો દર્શનાર્થીઓ સહેલાણીઓ માટે આકર્ષણ બને છે. શ્રાવણમાં સોમવારનું અનેરું માહાત્મ્ય છે. સોમનાથ દાદાના વિશાળ મંદિર પરિસરની લગોલગ ગાયત્રી શક્તિપીઠ, જલારામ મંદિર, બહ્માકુમારી અને સાઈ મંદિર છે. તદુપરાંત નજીકમાં ગણદેવીના ગડત ગામે રામાયણ યુગનું કામેશ્વર મહાદેવ મંદિર, અમલસાડ ગામે અંધેશ્વર મહાદેવ મંદિર, કછોલી ગામે અંબિકા નદી કાંઠે ગંગેશ્વર મહાદેવ મંદિર, માજીગામ મલ્લિકાર્જુન મહાદેવ ભક્તોની આસ્થા કેન્દ્રો છે. શિવભક્તો આ પ્રાચીન પાંચ મહાદેવ મંદિરની જાત્રા સાથે દર્શનનો લહાવો લે છે. અહીં વહેલી સવારથી રણકતા ઘંટારવ અને ઓમ નમઃશિવાયના મંત્રોચ્ચાર થી વાતાવરણ ગુંજી ઉઠે છે. શિવમંદિરોમાં દર્શનાર્થે લાખો ભક્તો પગપાળા ઉમટયા હતા. જેમાં પણ શ્રાવણ માસના છેલ્લા સોમવારનું મંદિર મહત્ત્વ છે અને સુરત, નવસારી, વલસાડ, વાંસદા સહિત અનેક સ્થળોથી લાખો ભક્તો રવિવાર મધરાતેથી પગપાળા દર્શનાર્થી આવા શરૂ થયા હતા. માર્ગમાં જય ભવાની સેવા ટ્રસ્ટ, જય રાધેકૃષ્ણ જીવદયા ટ્રસ્ટ, જય જલારામ જન સેવા ટ્રસ્ટ, સમસ્ત શિવ પરિવાર, બજરંગ દળ ગણદેવી દેવસર બીલીમોરા બાલા હનુમાનજી મંદિર સોમનાથ રોડ સહિત અનેક સ્થળોએ દર્શનાર્થીઓ માટે ચા, પાણી, છાશ, લીંબુ શરબત, બિસ્કિટ, ફળાહારની વિનામૂલ્ય સેવા ઉપલબ્ધ કરાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward