android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: ગાંધીનગરના કુડાસણમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી! 1 શ્રમિકનું મોત, 10થી વધુ શ્રમિકો કાટમાળમાં ફસાયા
calendar_today September 9, 2026

Gujarat Latest News Live: ગાંધીનગરના કુડાસણમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી! 1 શ્રમિકનું મોત, 10થી વધુ શ્રમિકો કાટમાળમાં ફસાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar: રાજ્યમાં વરસાદની ભારે ખેંચ વચ્ચે ટેકાના ભાવે ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ, VCE મારફતે 30 દિવસ નોંધણી કરાવી શકશે
calendar_today September 9, 2026

Gandhinagar: રાજ્યમાં વરસાદની ભારે ખેંચ વચ્ચે ટેકાના ભાવે ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ, VCE મારફતે 30 દિવસ નોંધણી કરાવી શકશે

ગુજરાતના ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, રાજ્યમાં ખેડૂતો 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2026 સુધી ટેકાના ભાવે વેચાણ કરવા માટે પોતાની નોંધણી કરાવી શકશે.ગાંધીનગરથી ખેડૂતો માટે મોટા સમાચારઆ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે ખેડૂતોને 30 દિવસનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. સમયમર્યાદામાં નોંધણી કરાવનાર ખેડૂતો પાસેથી જ સરકાર નક્કી કરેલા ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત મુખ્યત્વે ચાર ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીન ની ખરીદી આવરી લેવામાં આવી છે.ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ ખેડૂતોએ પોતાની નોંધણી કરાવવા માટે નજીકની ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા VCE નો સંપર્ક કરવાનો રહેશે.ખેડૂતોને નોંધણી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી કાગળો જેવા કે 7/12, 8-અ ના ઉતારા, આધાર કાર્ડ અને બેંક પાસબુકની વિગતો સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળવાની આશા બંધાઈ છે.આ પણ વાંચો: Chhotaudepur: ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; વનબંધુ યોજનાની સબસિડી માટે માગ્યા પૈસા

Read Full Story arrow_forward
Gandhinagar Wall Collapse Live  : કુડાસણમાં બોસ્કી ધ એમ્પાયર સાઇટમાં સ્લેબ ધરાશાયી, 1ના મોતની પ્રાથમિક માહિતી, 20થી વધુ ફસાયા
calendar_today September 9, 2026

Gandhinagar Wall Collapse Live : કુડાસણમાં બોસ્કી ધ એમ્પાયર સાઇટમાં સ્લેબ ધરાશાયી, 1ના મોતની પ્રાથમિક માહિતી, 20થી વધુ ફસાયા

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં  બોસ્કી ધ એમ્પાયર નામની નિર્માણાધીન બાંધકામ સાઇટ પર આજે અચાનક દુર્ઘટના સર્જાતા ભારે દોડધામ મચી હતી. બાંધકામ સાઇટ પર દિવાલનો એક ભાગ અથવા સ્લેબ  અચાનક ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની નીચે દટાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.  આશરે 10થી 15 જેટલા શ્રમિકોને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.પ્રફુલ પાનશેરીયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, તબીબોને એલર્ટ રહેવા સૂચનાકુડાસણની બાંધકામ સાઇટ પર બનેલી ગંભીર દુર્ઘટનાને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવી તબીબી ટીમને તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. તમામ તબીબોને હાજર રહેવા તેમજ ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે જરૂરી દવાઓ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ રાખવા પણ આદેશ આપવામાં આવ્યા છે.20થી વધુ લોકો ફસાયા હોવાની માહિતીગાંધીનગરના કુડાસણમાં ‘બોસ્કી ધ એમ્પાયર’ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. હાલમાં જ મળેલી પ્રાથમિક માહિતી મુજબ કાટમાળ નીચે 20થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે અને ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત શ્રમિકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં 11થી વધુ લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ફાયર વિભાગની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સ્થળ પર પહોંચીને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. બોસ્કાય બિલ્ડિંગ સાઇટ ધરાશાયી, 1ના મોતની પ્રાથમિક ગાંધીનગરના કુડાસણમાં  બોસ્કી ધ એમ્પાયર નામની બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધડાકા સાથે ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી છે. પ્રાથમિક માહિતી મુજબ કાટમાળ નીચે 7થી 8 લોકો ફસાયા હોવાની આશંકા છે, જ્યારે દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર બચાવ કામગીરીની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. વેલ્ડિંગ દરમિયાન ક્રેન ધરાશાયી, 10થી 15 શ્રમિકો હોસ્પિટલ ખસેડાયાગાંધીનગરના કુડાસણમાં  બોસ્કી ધ એમ્પાયર બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ પર ઉપરના માળે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ક્રેન ધરાશાયી થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં અંદાજે 10થી 15 શ્રમિકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ કાટમાળ હટાવી ફસાયેલા લોકોને શોધવા અને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ તથા પોલીસની ટીમો દ્વારા બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.સ્લેબ ધરાશાયી થયો હોવાની માહિતી બોસ્કી ધ એમ્પાયર બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ પર સ્લેબ ધરાશાયી થતાં કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને કાટમાળ દૂર કરી દટાયેલા લોકોને શોધવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની સાથે અંદર ફસાયેલા લોકો અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યાગાંધીનગરના કુડાસણ ખાતે  બોસ્કી ધ એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઇટ પર બનેલી દુર્ઘટનાને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા છે. કુડાસણમાં દીવાલ ધરાશાયી થતાં 7થી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે સ્થળ પર પહોંચીને અધિકારીઓ પાસેથી સમગ્ર માહિતી મેળવવામાં આવશે.ક્રેન તૂટી પડતાં 10થી 15 શ્રમિકો દબાયા હોવાની આશંકાકુડાસણની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક મહાકાય ક્રેન ધડાકાભેર નીચે પટકાઈ હતી. ક્રેન પડતાં નીચે કામ કરી રહેલા આશરે 10થી 15 શ્રમિકો કાટમાળ અને ક્રેનના ભારે ભાગો નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ છે અને દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.રેસ્ક્યુ માટે 4થી વધુ ફાયર ગાડીઓ ખડકીકુડાસણમાં બનેલી ગંભીર દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓની મદદથી કાટમાળ અને ક્રેનના ભારે ભાગો નીચે ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન તેજ બનાવાયું છે. બીજી તરફ, ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી સારવાર અપાય તે માટે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સ્થિતિનો તાગ મેળવવા ઘટનાસ્થળે જવા રવાના થયા છે.દિવાલ તૂટી પડતા સાઇટ પર મચી અફરાતફરીપ્રાથમિક જાણકારી મુજબ, દિવાલનો ભાગ ધરાશાયી થતાં 7થી વધુ શ્રમિકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને સાઇટ પરના અન્ય કામદારો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાંધકામની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલઆ દુર્ઘટનામાં શ્રમિકોને કેવી રીતે ઈજા પહોંચી અને દિવાલનો ભાગ કયા કારણોસર ધરાશાયી થયો તે અંગે હજુ વધુ વિગતો સામે આવવાની બાકી છે. જોકે, બાંધકામ સાઇટ પર શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.  7થી વધુ શ્રમિકો હોસ્પિટલ પહોંચ્યાહાલ ઈજાગ્રસ્ત શ્રમિકોની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ, ઈજાગ્રસ્તોની સ્થિતિ અને દુર્ઘટનાનું કારણ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.  આ પણ વાંચો  :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward