android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય, તાત્કાલિક ધોરણે પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવા સૂચના
calendar_today September 9, 2026

Gandhinagar : ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય, તાત્કાલિક ધોરણે પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવા સૂચના

રાજ્યમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. આજે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો માટે આવતીકાલ એટલે કે 10 સપ્ટેમ્બરથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થશે.10 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રક્રિયા, ખેડૂતો ક્યાં કરાવશે રજિસ્ટ્રેશન?ખેડૂતો VCE મારફતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરવામાં આવશે. સરકાર મુજબ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 30 દિવસ સુધી ચાલુ રહેશે, જેથી ખેડૂતોને નોંધણી કરાવવા માટે પૂરતો સમય મળી રહે.દુષ્કાળના સવાલ વચ્ચે સરકારનો શું દાવો?રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ અંગે પણ સરકાર તરફથી સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે અગાઉ યોજાયેલી બેઠક નિયમિત પ્રક્રિયાનો ભાગ હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જ્યારે નર્મદાનું પાણી આપવાની શરૂઆત પણ કરવામાં આવી છે.ખેડૂતો માટે સરકાર સંવેદનશીલ હોવાનો દાવો, હવે નિર્ણયની અસર શું?સરકાર તરફથી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મેળવવામાં કેટલી રાહત આપે છે, તેના પર હવે સૌની નજર રહેશે.મત્સ્ય બંદરોને પણ કેબિનેટની લીલી ઝંડીકેબિનેટ બેઠકમાં મત્સ્ય ક્ષેત્રના વિકાસ માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. સોમનાથના રાજપરા ફિશ લેન્ડિંગ સેન્ટર માટે રૂ.188 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર અને વલસાડના બંદરોના વિકાસ માટે પણ મંજૂરી આપવામાં આવી છે.દરમિયાન વડોદરામાં યોજાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ભવ્ય સફળતા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર આયોજન બદલ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ પણ વાંચો :  Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Jamnagar: સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો,મેઘરાજાની મહેર થતાં સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું
calendar_today September 9, 2026

Jamnagar: સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો,મેઘરાજાની મહેર થતાં સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું

રાજ્યમાં વરસાદની ભારે ખેંચ વચ્ચે સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ છે. ધ્રોલના ખીજડીયા, બીજલકા, ઈટાળા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ વરસાદથી ખેતરોમાં સુકાઈ રહેલા પાકને મોટું જીવતદાન મળ્યું છે.સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીબીજી તરફ, જૂનાગઢ શહેરમાં પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના મધુરમ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં સુંદર ઠંડક પ્રસરી ગઈ છે.અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ મેઘરાજ મહેરબાન થયા છે. સાવરકુંડલાના જેસર રોડ પર આવેલા ગામો જેવા કે હિપાવડલી, મોટા ભમોદ્રા અને ઘોબા ગામે વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ઘોબા ગામે ધીમીધારે જ્યારે હિપાવડલી અને મોટા ભમોદ્રામાં સારો વરસાદ નોંધાયો છે. હજુ પણ ધોધમાર વરસાદ પડશે તેવી આશા સાથે જગતનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે.વરસાદથી સુકાતા પાકને મળ્યું જીવતદાનઆ ઉપરાંત, ભાવનગરના જેસર શહેરમાં બપોર બાદ હવામાન બદલાયું હતું અને ધુઆંધાર વરસાદ શરૂ થયો હતો. જેસર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ અને મુખ્ય બજારોમાં વરસાદી પાણી રેલાયા હતા. આ સાર્વત્રિક વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુરઝાઈ ગયેલા પાકને નવું જીવન મળ્યું છે.આ ફણ વાંચો: Gandhinagar: રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગાંધીનગરના કુડાસણમાં બાંધકામ સાઇટ પર દિવાલ ધરાશાયી, 7 શ્રમિકો ઈજાગ્રસ્ત
calendar_today September 9, 2026

Gujarat Latest News Live: ગાંધીનગરના કુડાસણમાં બાંધકામ સાઇટ પર દિવાલ ધરાશાયી, 7 શ્રમિકો ઈજાગ્રસ્ત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward