android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: જીનાલયોમાં પર્યુષણ પર્વમાં ભગવાનને મનમોહક આંગી શ્ર્રુંગાર : શ્રાવકો દર્શને પધાર્યા
calendar_today September 9, 2026

Mandal: જીનાલયોમાં પર્યુષણ પર્વમાં ભગવાનને મનમોહક આંગી શ્ર્રુંગાર : શ્રાવકો દર્શને પધાર્યા

પર્યુષણ પર્વની ઉજવણી અમદાવાદ ગ્રામ્યના માંડલ પંથકમાં ભક્તિભાવપૂર્વક કરવામાં આવી છે. પ્રભુ ભક્તિના આ દિવસોમાં શ્રાવકો નિત્ય પ્રતિક્રમણ, પ્રક્ષાલન પુજાઓ અને વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોમાં તેમજ વિશેષમાં સાંય આંગી દર્શન માટે જીનાલયોમાં મોટીસંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ પધારી રહ્યાં છે. પર્યુષણ પર્વ એ આત્મશુદ્ધિ અને ક્ષમાપનાનો સંદેશ આપતું પર્વ છે. પર્યુષણ પર્વ દરમ્યાન પ્રભુની મુર્તિને અદ્દભુત રીતે સજાવવામાં આવે છે, જેને આંગી પણ કહેવાય છે. આંગી એ ભગવાનની મુર્તિ પર ધારણ કરાવવામાં આવતો એક પ્રકારનો દિવ્ય અને ભવ્ય શણગાર છે. વરખ, દોરી, ફુલોની આંગી, રેશમી પટ્ટીઓ, ડાયમંડ, કપુર, ચંદન સહિતની સામગ્રીઓથી ભગવાનની પવિત્ર આંગી રચવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના માંડલ નગરમાં આવેલ ગાડલિયા પાર્શ્વનાથ દાદાના તેમજ શાંતિનાથ દાદાના જીનાલયમાં પર્યુષણ પર્વના બે દિવસમાં અદ્દભુત આંગી રચવામાં આવી હતી અને મોટી સંખ્યામાં શ્રાવકો દર્શનાર્થે પહોંચ્યા હતાં. સુંદર પ્રભુનો શણગાર જોવાથી શ્રાવકોના મનમાં પ્રભુ પ્રત્યેનો અવોભાવ જાગ્યો, શ્રાવકોની એકાગ્રતા પણ આ પળે જોવા મળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: વઢવાણમાં MA ગોલ્ડ મેડાલીસ્ટ યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
calendar_today September 9, 2026

Surendranagar: વઢવાણમાં MA ગોલ્ડ મેડાલીસ્ટ યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

સુરેન્દ્રનગર શહેર ખાતેની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડ વિભાગમાં ફરજ બજાવતા યુવાને તા. 9ના રોજ સવારે તેના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ છે. પરિવારજનોએ હોસ્પીટલના આયુષ્યમાન કાર્ડ વિભાગના વડા દ્વારા મૃતકને કામ બાબતે માનસીક ત્રાસ આપવામાં આવતો હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સામાન્ય બાબતમાં પણ ધીરજ ગુમાવી બેસેલા લોકો ઈશ્વરે આપેલા મહામુલા જીવનનો આપઘાત કરી અંત લાવી દે છે. ત્યારે શહેરમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહીતી મુજબ મુળ ધંધુકા તાલુકાના મોરસીયા ગામનો વતની રર વર્ષીય મેહુલ નાગજીભાઈ રેવર હાલ વઢવાણના ગણપતી ફાટસર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. મેહુલના પિતા નાગજીભાઈ મજુરી કામ કરે છે. મેહુલ અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી હતો. એમ.એ.માં તેણે યુનિવર્સીટી કક્ષાએથી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ત્યારે તા. 9ના રોજ સવારે મેહુલે તેના ઘરે પંખા સાથે સાડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા પરિવારજનો તેને દવાખાને લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ વઢવાણ પોલીસ મથકના બીટ જમાદાર બી.કે.દેથળીયા સહિતનાઓએ હોસ્પીટલ દોડી જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે આ અંગેની વાત વહેતી થતા સમાજના આગેવાનો અશોકભાઈ ચાવડા, અમૃતભાઈ મકવાણા, વીનોદભાઈ મકવાણા સહિતનાઓ દોડી ગયા હતા. મૃતકના પરિવારજનોએ હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડના વિભાગના વડા દ્વારા મેહુલને કામ બાબતે માનસીક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવ્યુ હતુ. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: ગંગા નદીની માટીમાંથી શ્રીજીની ઇકોફ્રેન્ડલિ પ્રતિમાઓનું નિર્માણ
calendar_today September 9, 2026

Ankleshwar: ગંગા નદીની માટીમાંથી શ્રીજીની ઇકોફ્રેન્ડલિ પ્રતિમાઓનું નિર્માણ

અંકલેશ્વરમાં પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગણેશ મંડળો પણ માટીનું મૂર્તિ તરફ્ વળતા તેની માંગના વધારો થયો છે.દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિકારો શ્રીજીની પ્રતિમાને આખરીઓ આપી રહ્યા છે.અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી રહી છે. પ્લાસ્ટર ઓફ્ પેરિસની પ્રતિમાઓના કારણે થતા જળ પ્રદૂષણના લીધે હવે લોકો માટીની પ્રતિમા તરફ્ વળી રહ્યા છે ત્યારે મૂર્તિકારો દ્વારા પાવનસલીલામાં નર્મદા અને ગંગાજીની માટીમાંથી મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે.આ મૂર્તિકારો દ્વારા બે ફૂટ થી લઈને 9 ફૂટ સુધીની પ્રતિમાઓનું નિર્માણ થાય છે. જેને ખરીદવા માટે ભરૂચ,કીમ વાલીયા, નેત્રંગ સહિતના પંથકમાંથી ગણેશ મંડળો આવે છે અને શ્રીજીની માટીની પ્રતિમાની ખરીદી કરી તેનું સ્થાપન કરે છે. મૂર્તિકાર ધનંજય મંડલના જણાવ્યા અનુસાર આજથી 30 વર્ષ પૂર્વે માટીની મૂર્તિ માંડ 10 જેટલી વેચતી હતી પરંતુ હવે લોકોમાં જાગૃતિ આવતા તેનીમાંગમાં જબરદસ્ત વધારો થયો છે. તેમના દ્વારા માટી,બાબું, વાંસ સહિત કુદરતી વસ્તુઓમાંથી મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.મોંઘવારીની અસર મૂર્તિ નિર્માણના કાર્યમાં પણ જોવા મળી રહી છે તેઓ દ્વારા રૂ.4 હજારથી લઈ 30 થી 35 હજાર સુધીની માટીની મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward