android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ
calendar_today September 9, 2026

Gandhinagar: રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ

ગુજરાતના ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, રાજ્યમાં ખેડૂતો 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2026 સુધી ટેકાના ભાવે વેચાણ કરવા માટે પોતાની નોંધણી કરાવી શકશે.ગાંધીનગરથી ખેડૂતો માટે મોટા સમાચારઆ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે ખેડૂતોને 30 દિવસનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. સમયમર્યાદામાં નોંધણી કરાવનાર ખેડૂતો પાસેથી જ સરકાર નક્કી કરેલા ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત મુખ્યત્વે ચાર ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીન ની ખરીદી આવરી લેવામાં આવી છે.ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ ખેડૂતોએ પોતાની નોંધણી કરાવવા માટે નજીકની ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા VCE નો સંપર્ક કરવાનો રહેશે.ખેડૂતોને નોંધણી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી કાગળો જેવા કે 7/12, 8-અ ના ઉતારા, આધાર કાર્ડ અને બેંક પાસબુકની વિગતો સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળવાની આશા બંધાઈ છે.આ પણ વાંચો: Chhotaudepur: ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; વનબંધુ યોજનાની સબસિડી માટે માગ્યા પૈસા

Read Full Story arrow_forward
Gandhinagar : કુડાસણમાં બાંધકામ સાઇટ પર અચાનક દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 7થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત
calendar_today September 9, 2026

Gandhinagar : કુડાસણમાં બાંધકામ સાઇટ પર અચાનક દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 7થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર આજે અચાનક દુર્ઘટના સર્જાતા ભારે દોડધામ મચી હતી. બાંધકામ સાઇટ પર દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની નીચે દટાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.દિવાલ તૂટી પડતા સાઇટ પર મચી અફરાતફરીપ્રાથમિક જાણકારી મુજબ, દિવાલનો ભાગ ધરાશાયી થતાં 7થી વધુ શ્રમિકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને સાઇટ પરના અન્ય કામદારો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાંધકામની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલઆ દુર્ઘટનામાં શ્રમિકોને કેવી રીતે ઈજા પહોંચી અને દિવાલનો ભાગ કયા કારણોસર ધરાશાયી થયો તે અંગે હજુ વધુ વિગતો સામે આવવાની બાકી છે. જોકે, બાંધકામ સાઇટ પર શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.7થી વધુ શ્રમિકો હોસ્પિટલ પહોંચ્યા, હવે તપાસ શું કહે છે?હાલ ઈજાગ્રસ્ત શ્રમિકોની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ, ઈજાગ્રસ્તોની સ્થિતિ અને દુર્ઘટનાનું કારણ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.  આ પણ વાંચો  :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
10 September Top News: બ્રિક્સ સંમેલન, વેરાવળમાં વીજકાપથી લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણીઓ સુધીના તમામ અપડેટ્સ
calendar_today September 9, 2026

10 September Top News: બ્રિક્સ સંમેલન, વેરાવળમાં વીજકાપથી લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણીઓ સુધીના તમામ અપડેટ્સ

10 સપ્ટેમ્બરનો દિવસ રાજકીય, સામાજિક અને સ્થાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના સત્ય નિકેતન કાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં અગત્યની સુનાવણી થશે, જ્યારે ખેડૂત નેતાઓ 'સીડ એક્ટ' મુદ્દે કૃષિ મંત્રીને મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિક્સ સંમેલનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને મુંબઈમાં નાણાકીય બેઠકનું સમાપન થશે. 10 September Top News:  ગુજરાતમાં વેરાવળના અનેક વિસ્તારોમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરીને પગલે 5 કલાકનો વીજકાપ રહેશે, જ્યારે છોટાઉદેપુરના નસવાડી APMC ચૂંટણીની મતગણતરી પણ 10 સપ્ટેમ્બરના રોજ જ હાથ ધરાશે. આ ઉપરાંત 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ અને ઇન્ટરનેશનલ મેક-અપ ડે પણ ઉજવાઈ રહ્યો છે.દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટના, સુપ્રીમ કોર્ટમાં સુનાવણીદિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં થયેલા ભયાનક અકસ્માત મામલે 10 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી આ કેસની કાર્યવાહી પોતાની પાસે ટ્રાન્સફર કરવા પર વિચાર કરી શકે છે. આ સાથે દિલ્હીના PG અને હોસ્ટેલની સુરક્ષા તેમજ ઓડિટ અંગે દેશવ્યાપી માર્ગદર્શિકા જાહેર કરવાની શક્યતા છે.ખેડૂતો અને કૃષિમંત્રી વચ્ચે 'સીડ એક્ટ' અંગે બેઠકદેશભરના ખેડૂત નેતાઓ 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે કૃષિ મંત્રાલય ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બીજ માફિયાઓ પર લગામ કસવા માટે કડક 'સીડ એક્ટ' લાવવા અંગે ચર્ચા કરવાનો છે.બ્રિક્સ સંમેલન 2026: સંયુક્ત નિવેદન પર અંતિમ મહોરઆગામી 11 સપ્ટેમ્બરથી દિલ્હીમાં વિશ્વના નેતાઓનું આગમન શરૂ થશે તે પહેલાં, 10 સપ્ટેમ્બરના રોજ બ્રિક્સ (BRICS) દેશોનું સંયુક્ત નિવેદન તૈયાર કરી લેવામાં આવશે. ડેલિગેટ્સ અને વાટાઘાટકારો દિવસ-રાત જોયા વિના અંતિમ ડ્રાફ્ટ પર સહમતિ સાધવા પ્રયાસ કરી રહ્યા છે.ભાજપની ઉત્તરાખંડમાં 2027 ચૂંટણીની તૈયારીઓભાજપના નેતા નીતિન નવીનનો ઉત્તરાખંડ પ્રવાસ 10 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. તેઓ હલ્દ્વાનીમાં પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મહત્વની બેઠક કરશે અને પ્રદેશ કોર કમિટી સાથે 2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડશે.IRCTC કૌભાંડ: લાલુ પ્રસાદ સામે આરોપો નક્કી થઈ શકે છેબહુચર્ચિત IRCTC કૌભાંડ કેસમાં કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. આ મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સહિત અન્ય દિગ્ગજો આરોપી છે. કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ તેમના પર આરોપો નક્કી કરે તેવી પ્રબળ સંભાવના છે.રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસ સંપન્નભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ત્રણ દિવસીય શ્રીલંકા મુલાકાતનો 10 સપ્ટેમ્બરના રોજ અંતિમ દિવસ છે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ, જે ભારત-શ્રીલંકા ભાગીદારીને નવી મજબૂતી આપશે.મુંબઈમાં બ્રિક્સ નાણામંત્રીઓની બેઠકનું સમાપનમુંબઈમાં યોજાઈ રહેલી BRICS દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકનો 10 સપ્ટેમ્બરના રોજ છેલ્લો દિવસ છે. આ બેઠકમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભૂમિકા, સ્થાનિક ચલણમાં વેપાર અને આર્થિક સહયોગ જેવા ગંભીર મુદ્દાઓ પર અંતિમ ચર્ચા થશે.દિલ્હીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સંમેલન-2026નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બરના રોજ 'ઉભરતા વિજ્ઞાન, પ્રોદ્યોગિકી અને નવાચાર સંમેલન-2026' નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ આ કાર્યક્રમમાં મુખ્ય સંબોધન કરશે, જેમાં DSIR અને CSIR ના ટોચના વૈજ્ઞાનિક અધિકારીઓ ઉપસ્થિત રહેશે.CEC જ્ઞાનેશ કુમાર ગુજરાતની બે દિવસીય મુલાકાતેભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે તેમજ BLO અને ELC સભ્યો સાથે સંવાદ કરશે.વેરાવળમાં 10 સપ્ટેમ્બરના રોજ 5 કલાકનો વીજકાપવેરાવળ શહેરમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને લીધે 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહેશે. PGVCL ની કામગીરીને કારણે 60 ફૂટ રોડ, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, ગોકુલ ધામ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં વીજળી બંધ રહેશે.નસવાડી APMC ચૂંટણી: 10 સપ્ટેમ્બરના રોજ પરિણામછોટાઉદેપુર જિલ્લાની નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં 533 માંથી 516 ખેડૂતોએ રેકોર્ડબ્રેક મતદાન કર્યું હતું. 10 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને 20 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસદર વર્ષે 10 સપ્ટેમ્બરને 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. 2003 થી શરૂ થયેલ આ અભિયાન IASP, WHO અને WFMH ના સંયુક્ત ઉપક્રમે ચલાવાય છે, જેનો ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવી આત્મહત્યાના બનાવો ઘટાડવાનો છે.ઇન્ટરનેશનલ મેક-અપ ડેફેશન અને કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો 'ઇન્ટરનેશનલ મેક-અપ ડે' 10 સપ્ટેમ્બરના રોજ દુનિયાભરમાં ઉજવવામાં આવી રહ્યો છે, જે સુંદરતા અને કોસ્મેટિક આર્ટિસ્ટના કસબને બિરદાવવાનો દિવસ છે.10 September Top Newsઅબ્દુલ હમીદ શહીદ દિવસ1965 - અબ્દુલ હમીદ: 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અસલ ઉત્તરની લડાઈમાં અદમ્ય સાહસ બતાવી શહીદ થનારા ભારતીય સૈનિકની પૂણ્યતિથિ.10 સપ્ટેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ 1846 - સિલાઈ મશીનની પેટન્ટ: અમેરિકન શોધક એલિયાસ હોવને તેમના લોકસ્ટીચ ડિઝાઇનવાળા સિલાઈ મશીન માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તાવાર પેટન્ટ મળી.1935 - દૂન સ્કૂલની સ્થાપના: ભારતની પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત દૂન સ્કૂલની સ્થાપના કરવામાં આવી.1936 - મોટરસાઈકલ ચેમ્પિયનશિપ: લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ફર્સ્ટ વર્લ્ડ ઈન્ડિવિઝ્યુઅલ મોટરસાઈકલ સ્પીડવે ચેમ્પિયનશિપ યોજાઈ.1966 - પંજાબનું વિભાજન: પંજાબ રાજ્યને ભાષાકીય ધોરણે પંજાબ અને હરિયાણા નામના બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવ્યું.1967 - જિબ્રાલ્ટર જનમત: જિબ્રાલ્ટરના લોકોએ સ્પેનનો ભાગ બનવાને બદલે બ્રિટિશ નિર્ભરતા જાળવી રાખવા માટે મતદાન કર્યું.1976 - વિમાન હાઇજેક: દિલ્હીથી જયપુર જઈ રહેલા ઇન્ડિયન એરલાઇન્સના બોઇંગ 737 વિમાનને હાઇજેક કરી લાહોર લઈ જવામાં આવ્યું, બાદમાં તમામ મુસાફરોને સુરક્ષિત છોડાવાયા.2002 - સ્વિટ્ઝર્લેન્ડ UNનું સભ્ય: વર્ષો સુધી તટસ્થ રહેનારો દેશ સ્વિટ્ઝર્લેન્ડ સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્ર (UN) નો 191મો પૂર્ણ સભ્ય દેશ બન્યો.2008 - લાર્જ હેડ્રોન કોલાઈડર: જિનીવા ખાતે CERN સંસ્થા દ્વારા બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યો શોધવા વિશ્વની સૌથી મોટી પાર્ટિકલ એક્સિલરેટર મશીન પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ.10 સપ્ટેમ્બરના દિવસે જન્મેલી પ્રખ્યાત હસ્તીઓ1872 - જામ રણજી: ભારતના નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ અને વિશ્વવિખ્યાત ટેસ્ટ ક્રિકેટ ખેલાડીનો જન્મ.1887 - પંડિત ગોવિંદ વલ્લભ પંત: પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની, ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ ગૃહમંત્રીનો જન્મ (ભારત રત્ન વિજેતા).1915 - સ્વામી સચ્ચિદાનંદ: ગુજરાતના જાણીતા સાહિત્યકાર, વિચારક, સમાજ સુધારક અને રાષ્ટ્રીય સંતનો જન્મ મહેસાણા જિલ્લાના મુજપુર ગામે થયો.આ પણ વાંચો - Ahmedabad : ઇસ્કોન એલિવેટેડ કોરિડોરનો કરોડોનો બ્રિજ હજું પણ અધૂરો, જનતા પરેશાન, લાપરવાહીની રમાતી રમત

Read Full Story arrow_forward