Delhi : ‘માના પગે પડી માફી માંગો...’ મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટની પુત્રને ભાવુક કરી દેતી સલાહ
માતા-પુત્ર વચ્ચેનો સંપત્તિ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે મામલો માત્ર મિલકતના હક પૂરતો રહ્યો નહીં. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પુત્રને કાયદાકીય દલીલો કરતાં સંબંધોની કિંમત સમજાવતી ભાવનાત્મક સલાહ આપી હતી. કોર્ટે અંતે પુત્રની અરજી ફગાવી દીધી હતી, પરંતુ સુનાવણી દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.જે માતાએ ઉછેર્યો, તેની સામે જ સંપત્તિનો કેસ કેમ પહોંચ્યો?મળતી વિગતો મુજબ માતા અને તેમના પતિ મિલકતના એકમાત્ર માલિક હતા. તેમણે પ્રેમ અને સ્નેહના કારણે પુત્ર તથા પુત્રવધૂને ઘરના પહેલા માળે રહેવાની મંજૂરી આપી હતી અને તેમની પાસેથી ભાડું પણ લેવામાં આવતું ન હતું.સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યોપરંતુ સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યો હોવાનો માતા-પિતાનો આક્ષેપ હતો. તેમણે પુત્ર અને પુત્રવધૂ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો તેમજ મિલકત પોતાના નામે કરવાની માંગ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.પ્રેમથી આપેલું ઘર ક્યારે બની ગયું કોર્ટની લડાઈનું કારણ?માતા-પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પુત્રે કથિત રીતે કેટલાક દસ્તાવેજોના આધારે મિલકત પર પોતાનો હક દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ માતા-પિતાએ જાહેર નોટિસ દ્વારા પુત્ર અને પુત્રવધૂ સાથેના સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. પુત્ર સામે FIR પણ નોંધાવવામાં આવી હતી અને તેમને આપવામાં આવેલી રહેવાની મંજૂરી રદ કરીને મિલકત ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.કોર્ટમાં માતા-પિતાનો હક માન્ય થયોટ્રાયલ કોર્ટે માતા-પિતાને મિલકતના એકમાત્ર માલિક ગણાવી હતી અને પુત્ર-પુત્રવધૂને માત્ર રહેવાની પરવાનગી આપવામાં આવી હોવાનું માન્યું હતું. પરવાનગી રદ થયા બાદ મિલકત પર તેમનો કબજો કાયદેસર ન હોવાનું જણાવી પ્રથમ માળ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટે પણ 17 એપ્રિલે યથાવત રાખ્યો હતો. ત્યારબાદ પુત્ર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.સુપ્રીમ કોર્ટની એક સલાહે સૌનું ધ્યાન ખેંચ્યુંજસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચે પુત્રની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને તેને ફગાવી દીધી હતી. જોકે સુનાવણી દરમિયાન જસ્ટિસ શર્માએ પુત્રને પોતાની માતા પાસે જઈને માફી માંગવાની અને તેમના આશીર્વાદ લેવાની સલાહ આપી હતી.મોટો સામાજિક સંદેશ પણ આપ્યોકોર્ટે કાયદાકીય વિવાદનો અંત તો લાવ્યો, પરંતુ સાથે એક મોટો સામાજિક સંદેશ પણ આપ્યો—મિલકતનો વિવાદ કોર્ટમાં જીતી શકાય, પરંતુ માતા સાથે તૂટેલો સંબંધ પાછો મેળવવો એટલો સરળ નથી. આ પણ વાંચો : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું
Read Full Story arrow_forward