android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
10 September Top News: બ્રિક્સ સંમેલન, વેરાવળમાં વીજકાપથી લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણીઓ સુધીના તમામ અપડેટ્સ
calendar_today September 9, 2026

10 September Top News: બ્રિક્સ સંમેલન, વેરાવળમાં વીજકાપથી લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણીઓ સુધીના તમામ અપડેટ્સ

10 સપ્ટેમ્બરનો દિવસ રાજકીય, સામાજિક અને સ્થાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના સત્ય નિકેતન કાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં અગત્યની સુનાવણી થશે, જ્યારે ખેડૂત નેતાઓ 'સીડ એક્ટ' મુદ્દે કૃષિ મંત્રીને મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિક્સ સંમેલનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને મુંબઈમાં નાણાકીય બેઠકનું સમાપન થશે. 10 September Top News:  ગુજરાતમાં વેરાવળના અનેક વિસ્તારોમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરીને પગલે 5 કલાકનો વીજકાપ રહેશે, જ્યારે છોટાઉદેપુરના નસવાડી APMC ચૂંટણીની મતગણતરી પણ 10 સપ્ટેમ્બરના રોજ જ હાથ ધરાશે. આ ઉપરાંત 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ અને ઇન્ટરનેશનલ મેક-અપ ડે પણ ઉજવાઈ રહ્યો છે.દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટના, સુપ્રીમ કોર્ટમાં સુનાવણીદિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં થયેલા ભયાનક અકસ્માત મામલે 10 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી આ કેસની કાર્યવાહી પોતાની પાસે ટ્રાન્સફર કરવા પર વિચાર કરી શકે છે. આ સાથે દિલ્હીના PG અને હોસ્ટેલની સુરક્ષા તેમજ ઓડિટ અંગે દેશવ્યાપી માર્ગદર્શિકા જાહેર કરવાની શક્યતા છે.ખેડૂતો અને કૃષિમંત્રી વચ્ચે 'સીડ એક્ટ' અંગે બેઠકદેશભરના ખેડૂત નેતાઓ 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે કૃષિ મંત્રાલય ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બીજ માફિયાઓ પર લગામ કસવા માટે કડક 'સીડ એક્ટ' લાવવા અંગે ચર્ચા કરવાનો છે.બ્રિક્સ સંમેલન 2026: સંયુક્ત નિવેદન પર અંતિમ મહોરઆગામી 11 સપ્ટેમ્બરથી દિલ્હીમાં વિશ્વના નેતાઓનું આગમન શરૂ થશે તે પહેલાં, 10 સપ્ટેમ્બરના રોજ બ્રિક્સ (BRICS) દેશોનું સંયુક્ત નિવેદન તૈયાર કરી લેવામાં આવશે. ડેલિગેટ્સ અને વાટાઘાટકારો દિવસ-રાત જોયા વિના અંતિમ ડ્રાફ્ટ પર સહમતિ સાધવા પ્રયાસ કરી રહ્યા છે.ભાજપની ઉત્તરાખંડમાં 2027 ચૂંટણીની તૈયારીઓભાજપના નેતા નીતિન નવીનનો ઉત્તરાખંડ પ્રવાસ 10 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. તેઓ હલ્દ્વાનીમાં પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મહત્વની બેઠક કરશે અને પ્રદેશ કોર કમિટી સાથે 2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડશે.IRCTC કૌભાંડ: લાલુ પ્રસાદ સામે આરોપો નક્કી થઈ શકે છેબહુચર્ચિત IRCTC કૌભાંડ કેસમાં કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. આ મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સહિત અન્ય દિગ્ગજો આરોપી છે. કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ તેમના પર આરોપો નક્કી કરે તેવી પ્રબળ સંભાવના છે.રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસ સંપન્નભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ત્રણ દિવસીય શ્રીલંકા મુલાકાતનો 10 સપ્ટેમ્બરના રોજ અંતિમ દિવસ છે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ, જે ભારત-શ્રીલંકા ભાગીદારીને નવી મજબૂતી આપશે.મુંબઈમાં બ્રિક્સ નાણામંત્રીઓની બેઠકનું સમાપનમુંબઈમાં યોજાઈ રહેલી BRICS દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકનો 10 સપ્ટેમ્બરના રોજ છેલ્લો દિવસ છે. આ બેઠકમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભૂમિકા, સ્થાનિક ચલણમાં વેપાર અને આર્થિક સહયોગ જેવા ગંભીર મુદ્દાઓ પર અંતિમ ચર્ચા થશે.દિલ્હીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સંમેલન-2026નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બરના રોજ 'ઉભરતા વિજ્ઞાન, પ્રોદ્યોગિકી અને નવાચાર સંમેલન-2026' નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ આ કાર્યક્રમમાં મુખ્ય સંબોધન કરશે, જેમાં DSIR અને CSIR ના ટોચના વૈજ્ઞાનિક અધિકારીઓ ઉપસ્થિત રહેશે.CEC જ્ઞાનેશ કુમાર ગુજરાતની બે દિવસીય મુલાકાતેભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે તેમજ BLO અને ELC સભ્યો સાથે સંવાદ કરશે.વેરાવળમાં 10 સપ્ટેમ્બરના રોજ 5 કલાકનો વીજકાપવેરાવળ શહેરમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને લીધે 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહેશે. PGVCL ની કામગીરીને કારણે 60 ફૂટ રોડ, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, ગોકુલ ધામ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં વીજળી બંધ રહેશે.નસવાડી APMC ચૂંટણી: 10 સપ્ટેમ્બરના રોજ પરિણામછોટાઉદેપુર જિલ્લાની નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં 533 માંથી 516 ખેડૂતોએ રેકોર્ડબ્રેક મતદાન કર્યું હતું. 10 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને 20 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસદર વર્ષે 10 સપ્ટેમ્બરને 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. 2003 થી શરૂ થયેલ આ અભિયાન IASP, WHO અને WFMH ના સંયુક્ત ઉપક્રમે ચલાવાય છે, જેનો ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવી આત્મહત્યાના બનાવો ઘટાડવાનો છે.ઇન્ટરનેશનલ મેક-અપ ડેફેશન અને કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો 'ઇન્ટરનેશનલ મેક-અપ ડે' 10 સપ્ટેમ્બરના રોજ દુનિયાભરમાં ઉજવવામાં આવી રહ્યો છે, જે સુંદરતા અને કોસ્મેટિક આર્ટિસ્ટના કસબને બિરદાવવાનો દિવસ છે.10 September Top Newsઅબ્દુલ હમીદ શહીદ દિવસ1965 - અબ્દુલ હમીદ: 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અસલ ઉત્તરની લડાઈમાં અદમ્ય સાહસ બતાવી શહીદ થનારા ભારતીય સૈનિકની પૂણ્યતિથિ.10 સપ્ટેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ 1846 - સિલાઈ મશીનની પેટન્ટ: અમેરિકન શોધક એલિયાસ હોવને તેમના લોકસ્ટીચ ડિઝાઇનવાળા સિલાઈ મશીન માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તાવાર પેટન્ટ મળી.1935 - દૂન સ્કૂલની સ્થાપના: ભારતની પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત દૂન સ્કૂલની સ્થાપના કરવામાં આવી.1936 - મોટરસાઈકલ ચેમ્પિયનશિપ: લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ફર્સ્ટ વર્લ્ડ ઈન્ડિવિઝ્યુઅલ મોટરસાઈકલ સ્પીડવે ચેમ્પિયનશિપ યોજાઈ.1966 - પંજાબનું વિભાજન: પંજાબ રાજ્યને ભાષાકીય ધોરણે પંજાબ અને હરિયાણા નામના બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવ્યું.1967 - જિબ્રાલ્ટર જનમત: જિબ્રાલ્ટરના લોકોએ સ્પેનનો ભાગ બનવાને બદલે બ્રિટિશ નિર્ભરતા જાળવી રાખવા માટે મતદાન કર્યું.1976 - વિમાન હાઇજેક: દિલ્હીથી જયપુર જઈ રહેલા ઇન્ડિયન એરલાઇન્સના બોઇંગ 737 વિમાનને હાઇજેક કરી લાહોર લઈ જવામાં આવ્યું, બાદમાં તમામ મુસાફરોને સુરક્ષિત છોડાવાયા.2002 - સ્વિટ્ઝર્લેન્ડ UNનું સભ્ય: વર્ષો સુધી તટસ્થ રહેનારો દેશ સ્વિટ્ઝર્લેન્ડ સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્ર (UN) નો 191મો પૂર્ણ સભ્ય દેશ બન્યો.2008 - લાર્જ હેડ્રોન કોલાઈડર: જિનીવા ખાતે CERN સંસ્થા દ્વારા બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યો શોધવા વિશ્વની સૌથી મોટી પાર્ટિકલ એક્સિલરેટર મશીન પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ.10 સપ્ટેમ્બરના દિવસે જન્મેલી પ્રખ્યાત હસ્તીઓ1872 - જામ રણજી: ભારતના નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ અને વિશ્વવિખ્યાત ટેસ્ટ ક્રિકેટ ખેલાડીનો જન્મ.1887 - પંડિત ગોવિંદ વલ્લભ પંત: પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની, ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ ગૃહમંત્રીનો જન્મ (ભારત રત્ન વિજેતા).1915 - સ્વામી સચ્ચિદાનંદ: ગુજરાતના જાણીતા સાહિત્યકાર, વિચારક, સમાજ સુધારક અને રાષ્ટ્રીય સંતનો જન્મ મહેસાણા જિલ્લાના મુજપુર ગામે થયો.આ પણ વાંચો - Ahmedabad : ઇસ્કોન એલિવેટેડ કોરિડોરનો કરોડોનો બ્રિજ હજું પણ અધૂરો, જનતા પરેશાન, લાપરવાહીની રમાતી રમત

Read Full Story arrow_forward
Delhi : ‘માના પગે પડી માફી માંગો...’ મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટની પુત્રને ભાવુક કરી દેતી સલાહ
calendar_today September 9, 2026

Delhi : ‘માના પગે પડી માફી માંગો...’ મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટની પુત્રને ભાવુક કરી દેતી સલાહ

માતા-પુત્ર વચ્ચેનો સંપત્તિ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે મામલો માત્ર મિલકતના હક પૂરતો રહ્યો નહીં. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પુત્રને કાયદાકીય દલીલો કરતાં સંબંધોની કિંમત સમજાવતી ભાવનાત્મક સલાહ આપી હતી. કોર્ટે અંતે પુત્રની અરજી ફગાવી દીધી હતી, પરંતુ સુનાવણી દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.જે માતાએ ઉછેર્યો, તેની સામે જ સંપત્તિનો કેસ કેમ પહોંચ્યો?મળતી વિગતો મુજબ માતા અને તેમના પતિ મિલકતના એકમાત્ર માલિક હતા. તેમણે પ્રેમ અને સ્નેહના કારણે પુત્ર તથા પુત્રવધૂને ઘરના પહેલા માળે રહેવાની મંજૂરી આપી હતી અને તેમની પાસેથી ભાડું પણ લેવામાં આવતું ન હતું.સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યોપરંતુ સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યો હોવાનો માતા-પિતાનો આક્ષેપ હતો. તેમણે પુત્ર અને પુત્રવધૂ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો તેમજ મિલકત પોતાના નામે કરવાની માંગ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.પ્રેમથી આપેલું ઘર ક્યારે બની ગયું કોર્ટની લડાઈનું કારણ?માતા-પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પુત્રે કથિત રીતે કેટલાક દસ્તાવેજોના આધારે મિલકત પર પોતાનો હક દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ માતા-પિતાએ જાહેર નોટિસ દ્વારા પુત્ર અને પુત્રવધૂ સાથેના સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. પુત્ર સામે FIR પણ નોંધાવવામાં આવી હતી અને તેમને આપવામાં આવેલી રહેવાની મંજૂરી રદ કરીને મિલકત ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.કોર્ટમાં માતા-પિતાનો હક માન્ય થયોટ્રાયલ કોર્ટે માતા-પિતાને મિલકતના એકમાત્ર માલિક ગણાવી હતી અને પુત્ર-પુત્રવધૂને માત્ર રહેવાની પરવાનગી આપવામાં આવી હોવાનું માન્યું હતું. પરવાનગી રદ થયા બાદ મિલકત પર તેમનો કબજો કાયદેસર ન હોવાનું જણાવી પ્રથમ માળ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટે પણ 17 એપ્રિલે યથાવત રાખ્યો હતો. ત્યારબાદ પુત્ર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.સુપ્રીમ કોર્ટની એક સલાહે સૌનું ધ્યાન ખેંચ્યુંજસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચે પુત્રની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને તેને ફગાવી દીધી હતી. જોકે સુનાવણી દરમિયાન જસ્ટિસ શર્માએ પુત્રને પોતાની માતા પાસે જઈને માફી માંગવાની અને તેમના આશીર્વાદ લેવાની સલાહ આપી હતી.મોટો સામાજિક સંદેશ પણ આપ્યોકોર્ટે કાયદાકીય વિવાદનો અંત તો લાવ્યો, પરંતુ સાથે એક મોટો સામાજિક સંદેશ પણ આપ્યો—મિલકતનો વિવાદ કોર્ટમાં જીતી શકાય, પરંતુ માતા સાથે તૂટેલો સંબંધ પાછો મેળવવો એટલો સરળ નથી.  આ પણ વાંચો   :  Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા
calendar_today September 9, 2026

Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા

અમરેલી તાલુકાના મોટા આંકડિયા ગામે રહીને ખેતમજૂરી કરતા મધ્ય પ્રદેશના પરપ્રાંતિય પરિવારના 5 વર્ષના માસૂમ પુત્રનું બાઈક પર આવેલ લલિત નામના શખ્સે અપહરણ કરી લેતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આરોપી બાળકના પિતા સાથે અગાઉથી ઓળખાણ ધરાવતો હોવાથી તેનો ગેરલાભ ઉઠાવી બાળકને બાઇક પર બેસાડીને ચાલતી પકડી ગયો હતો.અમરેલીમાં 5 વર્ષના બાળકના અપહરણનો કેસબાળકના ગાયબ થવાની જાણ થતાં જ અમરેલી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. સૌથી મોટો પડકાર એ હતો કે અપહરણકાર લલિત કોઈ મોબાઈલ ફોન વાપરતો ન હતો. જેથી તેને ટેકનિકલ લોકેશનથી ટ્રેસ કરવો શક્ય ન હતો. આ સંજોગોમાં પોલીસે માત્ર આરોપીના બાઈક નંબરને આધાર બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાળકની સુરક્ષા અને ગંભીરતાને ધ્યાને રાખીને અમરેલી પોલીસની ટીમોએ અમરેલી 'નેત્રમ' (CCTV સર્વેલન્સ) તેમજ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ 'નેત્રમ'ની મદદ લીધી હતી. પોલીસે સતત 15 કલાક સુધી રસ્તા પરના અંદાજે 170 જેટલા સીસીટીવી ફૂટેજ ઝીણવટભરી રીતે ચકાસ્યા હતા. સીસીટીવી કમાન્ડ સેન્ટરની મદદથી બાઈકના મુવમેન્ટ પર સતત નજર રાખવામાં આવી હતી.પોલીસે આરોપી લલિતને દબોચી લીધોઅંતે સીસીટીવી ટ્રેકિંગના આધારે પોલીસે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વીરપુર નજીકથી આરોપી લલિતને દબોચી લીધો હતો. તેના કબજામાંથી ૫ વર્ષના માસૂમ બાળકને હેમખેમ મુક્ત કરાવી તુરંત પરિવારને સોંપવામાં આવ્યો હતો. અમરેલી પોલીસની આ અદ્ભુત અને ત્વરિત કામગીરીને પગલે પીડિત પરિવારે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો: Narmada: તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં બે યુવકોના કરુણ મોત

Read Full Story arrow_forward