android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chotila: ચોટીલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; પોલીસ બેડામાં ખળભળાટ
calendar_today September 9, 2026

Chotila: ચોટીલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; પોલીસ બેડામાં ખળભળાટ

ચોટીલા ખાતે આવેલી પોલીસ લાઈન અને પોલીસ સ્ટેશન પરિસરમાં લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયા સામે જુગારના એક કેસમાં પકડાયેલા આરોપીઓના જામીન કરાવી આપવાના બદલામાં રૂ. 27,000 ની લાંચ માગવાનો ગંભીર આક્ષેપ થયો હતો.જુગારના કેસમાં જામીન માટે લાંચની માગણીઅધિકારી દ્વારા વારંવાર કરવામાં આવતી લાંચની માગણીથી કંટાળીને જાગૃત નાગરિકે તાત્કાલિક ACB ના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી રાજકોટની ટીમે ચોટીલા ખાતે લાંચનું છટકું ગોઠવવાની યોજના બનાવી હતી.ગોઠવેલી યોજના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે આવેલી D-સ્ટાફ ઓફિસ સામે છટકું ગોઠવવામાં આવ્યું હતું. નાગરિક પાસેથી હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયાએ રૂ. 27,000 ની લાંચની રકમ સ્વીકારતાં જ આસપાસ ગોઠવાયેલી ACB રાજકોટની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જયસુખ જીડિયા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાયોACB એ સ્થળ પરથી જ લાંચની સમગ્ર રૂ. 27,000 ની રકમ કબ્જે કરી લીધી હતી. સરકારી ચોપડે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આરોપી હેડ કોન્સ્ટેબલ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશન પરિસરમાં જ બનેલી આ ઘટનાને પગલે ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા

Read Full Story arrow_forward
ગરબા પર ઘમાસાણ, GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, વાંચો 9 સપ્ટેમ્બરના 10 મોટા સમાચાર
calendar_today September 9, 2026

ગરબા પર ઘમાસાણ, GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, વાંચો 9 સપ્ટેમ્બરના 10 મોટા સમાચાર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચોBRICS Summit 2026: ભારત મંડપમમાં મહામંથન, જુઓ બે દિવસનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમSri Lanka સાથે ભારતની સંરક્ષણ ભાગીદારી મજબૂત, રાજનાથ સિંહને મળ્યા રાષ્ટ્રપતિ દિસાનાયકેWorld Archery Para Series : તીરંદાજીમાં ભારતનો ડંકો, શીતલ દેવીએ જીત્યો ગોલ્ડ મેડલMaharashtra : ગરબા પર ઘમાસાણ, અમૃતા ફડણવીસના એક નિવેદને રાણેની લાઇનથી ફેરવી દીધો મુદ્દો, VideoYemen : યમનમાં ફરી ભડકી યુદ્ધની આગ! સાઉદી અરેબિયાનો 4 પ્રાંતોમાં 32 એરસ્ટ્રાઈકનો દાવોTraffic Rules: ટ્રાફિક નિયમ તોડનારાઓ સાવધાન!, લાયસન્સ અને RC માટે આવી રહી છે નવી પોઈન્ટ સિસ્ટમVadodara News: GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, મૃતક ઘનશ્યામ ગોહિલના પરિવારને 18.51 લાખનું વળતર અને નોકરીની જાહેરાતDelhi : લાલ કિલ્લા બ્લાસ્ટની ચાર્જશીટે ખોલ્યું મોટું રહસ્ય, કારમાં કોણ હતું? DNA તપાસથી સામે આવ્યું ચોંકાવનારું સત્યWeather Update: ઓડિશા-છત્તીસગઢમાં વરસાદને લઈ રેડ એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણCrude Oil Price: ક્રૂડ ઓઈલના ભાવ વધતા ભારત પર મોંઘવારીનો મોટો ખતરો

Read Full Story arrow_forward
Surendranagar: લીંબડી હાઇવે પરથી કન્ટેનરમાંથી 1.26 કરોડનો દારૂ જપ્ત, રાજસ્થાનના ડ્રાઇવરની અટકાયત
calendar_today September 9, 2026

Surendranagar: લીંબડી હાઇવે પરથી કન્ટેનરમાંથી 1.26 કરોડનો દારૂ જપ્ત, રાજસ્થાનના ડ્રાઇવરની અટકાયત

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ બૂટલેગરો સામે મોટી કાર્યવાહી કરી છે. લીંબડી-ચોટીલા નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રક કન્ટેનરને અટકાવીને તપાસ કરવામાં આવતાં તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.સુરેન્દ્રનગરમાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુંએલસીબી પોલીસની ટીમે રાસ્કા-બોડીયા ગામના પુલ પાસે હાઇવે પર ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતાં ટ્રક કન્ટેનરને રોકીને તલાશી લેતાં તેમાંથી ઈંગ્લિશ દારૂની નાની-મોટી કુલ 31,452 બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂ. 1 કરોડ જેટલી થાય છે. પોલીસે રૂ. 1 કરોડનો દારૂ અને ટ્રક કન્ટેનર મળી કુલ રૂ. 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ટ્રક કન્ટેનર મળી કુલ રૂ. 1.26 કરોડનો મુદ્દામાલ જપ્તદરોડા દરમિયાન પોલીસે કન્ટેનરના ચાલક જુજારામ ગોદારા (જાટ) (રહે. રાજસ્થાન) ને સ્થળ પરથી જ દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.આ મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઇવર, ટ્રકના માલિક, દારૂનો જથ્થો મોકલનાર સપ્લાયર તથા ગુજરાતમાં આ જથ્થો મંગાવનાર સ્થાનિક બૂટલેગર સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે પરથી આટલી મોટી માત્રામાં દારૂ પકડાતાં રાજ્યના પ્રોહિબિશન નેટવર્ક પર મોટો પ્રહાર થયો છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Chotila: ચોટીલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; પોલીસ બેડામાં ખળભળાટ

Read Full Story arrow_forward