android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav Tharad: પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહેલી એજન્સીને ફટકારાયો 70 લાખનો દંડ, અધિકારીની લાલ આંખ
calendar_today September 9, 2026

Vav Tharad: પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહેલી એજન્સીને ફટકારાયો 70 લાખનો દંડ, અધિકારીની લાલ આંખ

વાવ-થરાદ પંથકના સરહદી ગામડાઓમાં પીવાનું પાણી સમયસર અને પૂરતા જથ્થામાં પહોંચાડવામાં નિષ્ફળ નીવડેલી પાણી પુરવઠા એજન્સી સામે જિલ્લા પાણી પુરવઠા વિભાગે આકરું વલણ અપનાવ્યું છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા સતત પાણી ન મળવાની ફરિયાદો ઉઠ્યા બાદ તંત્ર દ્વારા આ કડક કાનૂની અને દંડાત્મક પગલું ભરવામાં આવ્યું છે.ગેરકાયદે કનેક્શનો અને ઢીલી નીતિ સામે કાર્યવાહીવિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે પાણીના કનેક્શનો હોવા છતાં તેને રોકવામાં એજન્સી દ્વારા સતત ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હતી. કાયદેસરના વપરાશકારો સુધી પાણી પહોંચાડવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતાં અને ગેરરીતિઓ ચાલુ રહેતાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગે કડક હાથે કામ લીધું છે.એજન્સીને અત્યાર સુધીમાં કુલ 70 લાખ રૂપિયાનો દંડસરહદી ગામોમાં પાણીની સમસ્યા વિકટ બનતાં જિલ્લા પાણી પુરવઠા વિભાગે ભૂતકાળમાં પણ આ જ એજન્સી સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. છતાં સુધારો ન આવતાં, વારંવારની ગેરરીતિઓ અને બેદરકારી બદલ પાણી પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં આ એજન્સીને કુલ રૂ. 70 લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે.કાર્યપાલક ઈજનેર જી. એમ. રાણાનું નિવેદનજાહેર આરોગ્ય બાંધકામ વિભાગ (પાણી પુરવઠા વિભાગ), થરાદના કાર્યપાલક ઈજનેર જી. એમ. રાણાએ જણાવ્યા અનુસાર, પ્રજાને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે વિભાગની પ્રાથમિકતા છે. જે પણ એજન્સી પોતાની જવાબદારી યોગ્ય રીતે નહીં નિભાવે અથવા ગેરરીતિ આચરશે તેની સામે ભવિષ્યમાં પણ આવી જ આકરી કાર્યવાહી ચાલુ રહેશે.આ પણ વાંચો: Vav Tharad News: દૈયપ ગામની શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ, 15 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું

Read Full Story arrow_forward
Maharashtra : ગરબા પર ઘમાસાણ, અમૃતા ફડણવીસના એક નિવેદને રાણેની લાઇનથી ફેરવી દીધો મુદ્દો, Video
calendar_today September 9, 2026

Maharashtra : ગરબા પર ઘમાસાણ, અમૃતા ફડણવીસના એક નિવેદને રાણેની લાઇનથી ફેરવી દીધો મુદ્દો, Video

મહારાષ્ટ્રમાં નવરાત્રિ પહેલાં ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં પ્રવેશને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે મુસ્લિમોને ગરબા-દાંડિયામાં પ્રવેશ ન આપવા અપીલ કરી છે, જ્યારે ભાજપ નેતા અને મંત્રી નિતેશ રાણેએ પણ આ વલણનું સમર્થન કર્યું છે. હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે આ મુદ્દે અલગ અભિપ્રાય વ્યક્ત કરતાં રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.રાણેના નિવેદનથી શરૂ થયેલા વિવાદે કયો વળાંક લીધો?નિતેશ રાણેએ દાવો કર્યો હતો કે આવા તહેવારો દરમિયાન ‘લવ જેહાદ’ના કિસ્સા વધે છે. તેમણે ધાર્મિક કાર્યક્રમોમાં આવનારા લોકોની ઓળખ તપાસવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે મૂર્તિપૂજામાં વિશ્વાસ ન રાખતા લોકોને હિન્દુ ધાર્મિક કાર્યક્રમોમાં ન આવવું જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.VHPની ગાઇડલાઇનમાં શું કહેવામાં આવ્યું?વિશ્વ હિન્દુ પરિષદે મહારાષ્ટ્રમાં યોજાનારા ગરબા અને દાંડિયા કાર્યક્રમો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સંગઠને મુસ્લિમોને પ્રવેશ ન આપવા અને આયોજકોએ ભાગ લેનારાઓની ઓળખ ચકાસવા અપીલ કરી છે. આ માટે આધાર કાર્ડ તપાસવા અને તિલક લગાવવા જેવા સૂચનો પણ ચર્ચામાં આવ્યા છે.  અમૃતા ફડણવીસે એવું શું કહ્યું કે સમગ્ર મુદ્દો બદલાઈ ગયો?અમૃતા ફડણવીસે કહ્યું છે કે જો કોઈ મુસ્લિમ વ્યક્તિ ગરબામાં આવે અને ઉત્સવનો યોગ્ય રીતે આનંદ માણે તો તેમને તેમાં કંઈ ખોટું લાગતું નથી. તેમણે તહેવારોને વધુ સમાવેશી દૃષ્ટિકોણથી જોવાની વાત કરી છે. તેમના આ નિવેદનથી રાણે અને VHPના કડક વલણથી અલગ અભિગમ સામે આવ્યો છે.સંજય રાઉતે પણ અમૃતા ફડણવીસનું સમર્થન કર્યુંશિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે અમૃતા ફડણવીસના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે અમૃતાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમના મંત્રીમંડળમાં રહેલા નેતાઓને પણ આ મુદ્દે સમજાવવા જોઈએ.રાજ્યના રાજકારણમાં ગરમાવો મહારાષ્ટ્રમાં નવરાત્રિ ઉત્સવ 11 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. તે પહેલાં ગરબા-દાંડિયામાં પ્રવેશને લઈને વિવિધ રાજકીય નિવેદનો સામે આવતા હવે આ મુદ્દો માત્ર ધાર્મિક આયોજન પૂરતો નહીં, પરંતુ રાજ્યના રાજકારણમાં પણ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.  આ પણ વાંચો  :  Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
BRICS 2026 News: દિલ્હીમાં ખરીદી સમયે Putin કેવી રીતે કરશે પેમેન્ટ, જાણો
calendar_today September 9, 2026

BRICS 2026 News: દિલ્હીમાં ખરીદી સમયે Putin કેવી રીતે કરશે પેમેન્ટ, જાણો

કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે, રશિયામાં જારી કરાયેલા વિઝા કાર્ડ રશિયાની બહાર કામ કરશે નહીં.કઇ રીતે કરાશે ચુકાવણી ? રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS સમિટ માટે દિલ્હી આવી રહ્યા છે. તેમના માટે તેમની હોટલમાં બધી વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ કલ્પના કરો કે જો તેઓ દિલ્હીમાં ગોલગપ્પા ખાવા જાય, તો તેઓ કેવી રીતે ચૂકવણી કરશે? શું તેઓ વિઝા-માસ્ટરકાર્ડનો ઉપયોગ કરી શકશે કે નહીં? અથવા તેઓ રશિયાની રાષ્ટ્રીય ચુકવણી સિસ્ટમ, મીરનો ઉપયોગ કરીને ચૂકવણી કરશે? અથવા તેમને ભારતની UPIનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવશે?તો, શું પુતિનનું મીર કાર્ડ દિલ્હીમાં માન્ય રહેશે?કદાચ નહીં. કારણ કે પુતિનનું રશિયન મીર કાર્ડ દિલ્હીના કોઈપણ દુકાનદારના QR અથવા કાર્ડ મશીન પર આપમેળે કામ કરશે તેવી શક્યતા નથી. ભારત અને રશિયા વચ્ચે મીર અને ભારતના RuPay જેવા સ્થાનિક ચુકવણી નેટવર્કને જોડવા અને એકબીજાના કાર્ડ સ્વીકારવા અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ એવો દાવો કરી શકાતો નથી કે પુતિનનું મીર કાર્ડ ચોક્કસપણે કોઈ ચોક્કસ દિલ્હીના ગોલગપ્પા વિક્રેતા પર કામ કરશે.પુતિન માટે સરળ રસ્તો કયો ? જો પ્રશ્ન ફક્ત દિલ્હીમાં નાની ખરીદીનો હોય, તો વાસ્તવિક રમત UPI છે. UPI એ ભારતની રીઅલ-ટાઇમ ડિજિટલ ચુકવણી સિસ્ટમ છે, અને તેની પહોંચ હવે ભારતની બહાર પણ વિસ્તરી રહી છે. સપ્ટેમ્બર 2026 ના અહેવાલ મુજબ, UPI 11 દેશોમાં કાર્યરત છે અને ઓગસ્ટમાં 24.51 અબજ વ્યવહારો પર પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ આનો અર્થ એ નથી કે પુતિન પોતાનો રશિયન ફોન કાઢશે અને ફક્ત ભારતીય UPI QR સ્કેન કરશે. વિદેશી માટે UPIનો ઉપયોગ કરવાની સરળતા બેંક, એપ્લિકેશન, કાર્ડ અને ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય સિસ્ટમો પર આધારિત છે. આ પણ વાંચોઃ હિંદ મહાસાગરમાં ભારતના 'મહાસાગર' મિશનમાંથી ચીન આઉટ, જાણો કેમ?

Read Full Story arrow_forward