android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudepur News: નસવાડી APMC ચૂંટણી, 97 ટકા જેવું રેકોર્ડબ્રેક મતદાન, 10 સપ્ટેમ્બર મતગણતરી
calendar_today September 9, 2026

Chhotaudepur News: નસવાડી APMC ચૂંટણી, 97 ટકા જેવું રેકોર્ડબ્રેક મતદાન, 10 સપ્ટેમ્બર મતગણતરી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણીમાં બુધવારના રોજ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ ખેડૂત મતદારો મતદાન મથકો પર પહોંચ્યા હતા અને રેકોર્ડબ્રેક 97% જેટલું ભારે મતદાન નોંધાયું હતું.533 માંથી 516 ખેડૂતોએ મતાધિકારનો ઉપયોગ કર્યોનસવાડી બજાર સમિતિની આ ચૂંટણીમાં કુલ 533 નોંધાયેલા ખેડૂત મતદારો હતા. જેમાંથી 516 જેટલા જાગૃત ખેડૂત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ પર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આટલું ઊંચું મતદાન થતાં ચૂંટણી માહોલમાં ગરમાવો આવી ગયો છે.વિકાસ કે પરિવર્તન? બજારમાં ચર્ચાઓનો દોર શરૂખેડૂતો દ્વારા કરવામાં આવેલા આ ધમધોકાર મતદાનને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. ભાજપ પ્રેરિત પેનલના વિકાસના દાવાઓ સામે ખેડૂતોએ મતદાન કર્યું છે કે, પછી કોઈ મોટા પરિવર્તનના એંધાણ છે, તે મુદ્દો હાલ સમગ્ર નસવાડી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.20 ઉમેદવારોનું ભાવી સીલ, 10 સપ્ટેમ્બર સવારે 9 વાગ્યે મતગણતરીઆ ચૂંટણી જંગમાં ઝુકાવનારા કુલ 20 ખેડૂત ઉમેદવારોનું રાજકીય ભાવી મતદાન પૂર્ણ થતાં જ મતપેટીઓમાં સીલ થઈ ગયું છે. તમામ ઉમેદવારો અને તેમના સમર્થકો હવે પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 10 સપ્ટેમ્બરની સવારે 9:00 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે નસવાડી APMC નો તાજ કોના શિરે સજશે.આ પણ વાંચો: PM Modiના ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ 

Read Full Story arrow_forward
Vav Tharad: પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહેલી એજન્સીને ફટકારાયો 70 લાખનો દંડ, અધિકારીની લાલ આંખ
calendar_today September 9, 2026

Vav Tharad: પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહેલી એજન્સીને ફટકારાયો 70 લાખનો દંડ, અધિકારીની લાલ આંખ

વાવ-થરાદ પંથકના સરહદી ગામડાઓમાં પીવાનું પાણી સમયસર અને પૂરતા જથ્થામાં પહોંચાડવામાં નિષ્ફળ નીવડેલી પાણી પુરવઠા એજન્સી સામે જિલ્લા પાણી પુરવઠા વિભાગે આકરું વલણ અપનાવ્યું છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા સતત પાણી ન મળવાની ફરિયાદો ઉઠ્યા બાદ તંત્ર દ્વારા આ કડક કાનૂની અને દંડાત્મક પગલું ભરવામાં આવ્યું છે.ગેરકાયદે કનેક્શનો અને ઢીલી નીતિ સામે કાર્યવાહીવિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે પાણીના કનેક્શનો હોવા છતાં તેને રોકવામાં એજન્સી દ્વારા સતત ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હતી. કાયદેસરના વપરાશકારો સુધી પાણી પહોંચાડવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતાં અને ગેરરીતિઓ ચાલુ રહેતાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગે કડક હાથે કામ લીધું છે.એજન્સીને અત્યાર સુધીમાં કુલ 70 લાખ રૂપિયાનો દંડસરહદી ગામોમાં પાણીની સમસ્યા વિકટ બનતાં જિલ્લા પાણી પુરવઠા વિભાગે ભૂતકાળમાં પણ આ જ એજન્સી સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. છતાં સુધારો ન આવતાં, વારંવારની ગેરરીતિઓ અને બેદરકારી બદલ પાણી પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં આ એજન્સીને કુલ રૂ. 70 લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે.કાર્યપાલક ઈજનેર જી. એમ. રાણાનું નિવેદનજાહેર આરોગ્ય બાંધકામ વિભાગ (પાણી પુરવઠા વિભાગ), થરાદના કાર્યપાલક ઈજનેર જી. એમ. રાણાએ જણાવ્યા અનુસાર, પ્રજાને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે વિભાગની પ્રાથમિકતા છે. જે પણ એજન્સી પોતાની જવાબદારી યોગ્ય રીતે નહીં નિભાવે અથવા ગેરરીતિ આચરશે તેની સામે ભવિષ્યમાં પણ આવી જ આકરી કાર્યવાહી ચાલુ રહેશે.આ પણ વાંચો: Vav Tharad News: દૈયપ ગામની શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ, 15 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું

Read Full Story arrow_forward
Maharashtra : ગરબા પર ઘમાસાણ, અમૃતા ફડણવીસના એક નિવેદને રાણેની લાઇનથી ફેરવી દીધો મુદ્દો, Video
calendar_today September 9, 2026

Maharashtra : ગરબા પર ઘમાસાણ, અમૃતા ફડણવીસના એક નિવેદને રાણેની લાઇનથી ફેરવી દીધો મુદ્દો, Video

મહારાષ્ટ્રમાં નવરાત્રિ પહેલાં ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં પ્રવેશને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે મુસ્લિમોને ગરબા-દાંડિયામાં પ્રવેશ ન આપવા અપીલ કરી છે, જ્યારે ભાજપ નેતા અને મંત્રી નિતેશ રાણેએ પણ આ વલણનું સમર્થન કર્યું છે. હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે આ મુદ્દે અલગ અભિપ્રાય વ્યક્ત કરતાં રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.રાણેના નિવેદનથી શરૂ થયેલા વિવાદે કયો વળાંક લીધો?નિતેશ રાણેએ દાવો કર્યો હતો કે આવા તહેવારો દરમિયાન ‘લવ જેહાદ’ના કિસ્સા વધે છે. તેમણે ધાર્મિક કાર્યક્રમોમાં આવનારા લોકોની ઓળખ તપાસવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે મૂર્તિપૂજામાં વિશ્વાસ ન રાખતા લોકોને હિન્દુ ધાર્મિક કાર્યક્રમોમાં ન આવવું જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.VHPની ગાઇડલાઇનમાં શું કહેવામાં આવ્યું?વિશ્વ હિન્દુ પરિષદે મહારાષ્ટ્રમાં યોજાનારા ગરબા અને દાંડિયા કાર્યક્રમો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સંગઠને મુસ્લિમોને પ્રવેશ ન આપવા અને આયોજકોએ ભાગ લેનારાઓની ઓળખ ચકાસવા અપીલ કરી છે. આ માટે આધાર કાર્ડ તપાસવા અને તિલક લગાવવા જેવા સૂચનો પણ ચર્ચામાં આવ્યા છે.  અમૃતા ફડણવીસે એવું શું કહ્યું કે સમગ્ર મુદ્દો બદલાઈ ગયો?અમૃતા ફડણવીસે કહ્યું છે કે જો કોઈ મુસ્લિમ વ્યક્તિ ગરબામાં આવે અને ઉત્સવનો યોગ્ય રીતે આનંદ માણે તો તેમને તેમાં કંઈ ખોટું લાગતું નથી. તેમણે તહેવારોને વધુ સમાવેશી દૃષ્ટિકોણથી જોવાની વાત કરી છે. તેમના આ નિવેદનથી રાણે અને VHPના કડક વલણથી અલગ અભિગમ સામે આવ્યો છે.સંજય રાઉતે પણ અમૃતા ફડણવીસનું સમર્થન કર્યુંશિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે અમૃતા ફડણવીસના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે અમૃતાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમના મંત્રીમંડળમાં રહેલા નેતાઓને પણ આ મુદ્દે સમજાવવા જોઈએ.રાજ્યના રાજકારણમાં ગરમાવો મહારાષ્ટ્રમાં નવરાત્રિ ઉત્સવ 11 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. તે પહેલાં ગરબા-દાંડિયામાં પ્રવેશને લઈને વિવિધ રાજકીય નિવેદનો સામે આવતા હવે આ મુદ્દો માત્ર ધાર્મિક આયોજન પૂરતો નહીં, પરંતુ રાજ્યના રાજકારણમાં પણ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.  આ પણ વાંચો  :  Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward