android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : દેશની પ્રથમ બુલેટ ટ્રેન મે-જૂન 2027 માં સુરતથી વાપી વચ્ચે ટ્રાયલ રન માટે દોડશે, કેન્દ્રીય રેલ મંત્રીની જાહેરાત
calendar_today September 9, 2026

Gujarat Latest News Live : દેશની પ્રથમ બુલેટ ટ્રેન મે-જૂન 2027 માં સુરતથી વાપી વચ્ચે ટ્રાયલ રન માટે દોડશે, કેન્દ્રીય રેલ મંત્રીની જાહેરાત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Surat: પાંડેસરાની રઘુવરદાસ શાળાની માન્યતા રદ; કૌભાંડ ખુલ્લું પડતાં મચ્યો ખળભળાટ
calendar_today September 9, 2026

Surat: પાંડેસરાની રઘુવરદાસ શાળાની માન્યતા રદ; કૌભાંડ ખુલ્લું પડતાં મચ્યો ખળભળાટ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી 'સંત શ્રી રઘુવરદાસ અંગ્રેજી પ્રાથમિક શાળા' સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરીને તેની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. તપાસ દરમિયાન ચોંકાવનારો પર્દાફાશ થયો હતો કે, શાળા મંડળ દ્વારા ધોરણ 1 થી 8 નું અંગ્રેજી માધ્યમ શરૂ કરવા માટે બનાવટી અને બોગસ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.પાંડેસરાની રઘુવરદાસ શાળાની માન્યતા રદશાળાની મંજૂરીના સરકારી આદેશોમાં જે સમયગાળો દર્શાવવામાં આવ્યો હતો, તે સમયે જે-તે પદ પર ફરજ ન બજાવતા હોય તેવા અધિકારીઓના પણ ખોટા સહી-સિક્કા મળી આવ્યા હતા. કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થતાં શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા શાળાની માન્યતા રદ કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો.માનિયતા રદ થતાં જ શાળા મંડળ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં આ નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, કેસની ગંભીરતા ધ્યાને લઈને હાઇકોર્ટે શાળા મંડળને કોઈ પણ પ્રકારનો સ્ટે (મનોહુકમ) આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતી રાહત ન મળતાં હવે વહીવટી તંત્ર દ્વારા કૌભાંડી શાળા મંડળ અને સંચાલકો સામે કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તંત્ર આચરશે ફોજદારી કાયદાકીય કાર્યવાહીબીજી તરફ, શાળામાં અભ્યાસ કરતા માસૂમ બાળકો અને તેમના વાલીઓની ચિંતા દૂર કરતાં તંત્રએ મહત્વની જાહેરાત કરી છે. શાળામાં અભ્યાસ કરતા અંદાજે 200 જેટલા સામાન્ય વિદ્યાર્થીઓ તેમજ RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ અભ્યાસ કરતા બાળકોનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે તેમને તુરંત જ નજીકની અન્ય સરકારી કે માન્યતા પ્રાપ્ત શાળાઓમાં ટ્રાન્સફર કરવાની વિશેષ ગોઠવણ કરવામાં આવી છે.આ પણ વાંચો: Rajkot: રિંગરોડ પર બ્રિજના કામમાં ગેરરીતિ બદલ મ્યુનિસિપલની મોટી કાર્યવાહી;2 ઇજનેર સસ્પેન્ડ

Read Full Story arrow_forward
Suratમાં 'ડિજિટલ અરેસ્ટ'નું મોટું કૌભાંડ, ફૂલપાડાના દંપતીને 6 દિવસ કેદ રાખી રૂ.13 લાખ પડાવ્યા
calendar_today September 9, 2026

Suratમાં 'ડિજિટલ અરેસ્ટ'નું મોટું કૌભાંડ, ફૂલપાડાના દંપતીને 6 દિવસ કેદ રાખી રૂ.13 લાખ પડાવ્યા

સુરત શહેરમાં સાયબર ગુનેગારો દ્વારા નાગરિકોને ભય બતાવી લૂંટવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ફૂલપાડા વિસ્તારમાં રહેતા એક દંપતીને સાયબર માફિયાઓએ મની લોન્ડરિંગના બોગસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સળંગ 6 દિવસ સુધી ઘરની અંદર જ 'ડિજિટલ અરેસ્ટ' કરી રાખ્યા હતા. આ દરમિયાન સાયબર ઠગોએ દંપતી પાસેથી તબક્કાવાર રીતે રૂ.13 લાખ જેવી મસમોટી રકમ પડાવી લીધી હતી. સાયબર ક્રાઇમ આચરતી ટોળકીએ દંપતીનો માનસિક અને ડિજિટલ બંધક બનાવીને આ મોટું કૌભાંડ આચર્યું હતું.ચાલુ ફોને કતારગામ પોલીસ મથકે પહોંચી જતાં પોલ ખુલીઘટનાની વિગતો અનુસાર, રૂ.13 લાખ વસૂલ કર્યા બાદ પણ સાયબર ઠગો ધરાયા ન હતા અને તેમણે દંપતી પાસે વધુ 24 ટકા રકમની માગણી કરી હતી. આ સતત થઈ રહેલી માગણી અને ધમકીઓથી શંકા જતાં દંપતીએ હિંમત દર્શાવી હતી અને સાયબર ઠગો સાથેનો ફોન કૉલ ચાલુ રાખીને જ સીધા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. પોલીસ મથકમાં ફરજ પરના અધિકારીઓ સમક્ષ આપવીતી જણાવતાં જ પોલીસે સાયબર ઠગ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલ ખુલ્લી પડી જતાં સાયબર માફિયાઓ તુરંત ફોન કાપીને સંપર્ક વિહોણા થઈ ગયા હતા.પોલીસે ડિજિટલ તપાસ તેજ કરીપોલીસ સ્ટેશને પહોંચીને મોટું કૌભાંડ નિવાર્યા બાદ ભોગ બનનાર દંપતી દ્વારા આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં અધિકૃત લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને જે બેંક ખાતાઓમાં રૂ.13 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેના નંબર અને કોલ ડિટેલ્સના આધારે આરોપીઓને ટ્રેસ કરવા ડિજિટલ તપાસ શરૂ કરી છે. આ સાથે જ સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ સરકારી કે તપાસ એજન્સી વીડિયો કોલ મારફતે 'ડિજિટલ અરેસ્ટ' કરતી નથી, આવી કોઈ ધમકી આવે તો ગભરાયા વિના તાત્કાલિક સ્થાનિક પોલીસ કે 1૯3૦ સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કરવો.આ પણ વાંચો : Rajkot: રિંગરોડ પર બ્રિજના કામમાં ગેરરીતિ બદલ મ્યુનિસિપલની મોટી કાર્યવાહી;2 ઇજનેર સસ્પેન્ડ

Read Full Story arrow_forward