android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: વરસાદની અછત વચ્ચે ખેડૂતો માટે મોટા સમાચાર, હવે 10 કલાક મળશે વીજળી!
calendar_today September 9, 2026

Vadodara News: વરસાદની અછત વચ્ચે ખેડૂતો માટે મોટા સમાચાર, હવે 10 કલાક મળશે વીજળી!

વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર પંથકમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા હતા. ખેતરોમાં ઊભા પાકને બચાવવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. સામાન્ય સંજોગોમાં ખેતી વિષયક વીજ પુરવઠો નિયમિત સમયગાળા માટે મળતો હોય છે, પરંતુ અપૂરતા વરસાદને કારણે પંપિંગ અને સિંચાઈ માટે વધુ વીજળીની આવશ્યકતા ઊભી થઈ હતી, જેનાથી પાક સુકાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું હતું.ધારાસભ્ય અક્ષય પટેલની સરકારમાં રજૂઆતખેડૂતોની આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને કરજણ-શિનોર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. તેમણે રાજ્યના મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને ઉર્જામંત્રીને પત્ર લખીને ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજળી 8 કલાકના બદલે વધારીને 12 કલાક આપવા માટે ખાસ માંગણી કરી હતી, જેથી સિંચાઈનું કામ અટક્યા વગર પૂર્ણ થઈ શકે.ઉર્જા વિભાગે ઈ-મેલ દ્વારા આપી મંજૂરીની જાણધારાસભ્યની આ રજૂઆત અને વિસ્તારના ખેડૂતોની સ્થિતિને ગંભીરતાથી લઈને ગુજરાત સરકારે હકારાત્મક નિર્ણય લીધો છે. ઉર્જા વિભાગ દ્વારા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને અધિકૃત ઈ-મેલ મારફતે જાણ કરવામાં આવી છે કે, કરજણ-શિનોર વિસ્તારમાં ખેતી વિષયક વીજ પુરવઠો દૈનિક 10 કલાક આપવાની મંજૂરી આપવામાં આવી છે.ખેડૂતોમાં આનંદ અને રાહતની લાગણીસરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી કરજણ અને શિનોર તાલુકાના હજારો ખેડૂતોને મોટી રાહત મળશે. 10 કલાક સુધી સળંગ વીજળી મળવાથી ખેડૂતો પોતાના સુકાતા પાકને પૂરતું પાણી પાઈ શકશે અને મોટા આર્થિક નુકસાનમાંથી બચી શકશે. સ્થાનિક આગેવાનો અને ખેડૂત સમુદાયે આ નિર્ણયને આવકારીને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. આ પણ વાંચો: Vadodaraમાં ગણેશ પંડાલ પર હુમલો! 3 ઈસમો CCTV માં કેદ થતાં બાપોદ પોલીસે શરૂ કરી તપાસ

Read Full Story arrow_forward
Rajkot: રિંગરોડ પર બ્રિજના કામમાં ગેરરીતિ બદલ મ્યુનિસિપલની મોટી કાર્યવાહી;2 ઇજનેર સસ્પેન્ડ
calendar_today September 9, 2026

Rajkot: રિંગરોડ પર બ્રિજના કામમાં ગેરરીતિ બદલ મ્યુનિસિપલની મોટી કાર્યવાહી;2 ઇજનેર સસ્પેન્ડ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે હાથ ધરાતા વિકાસકામોમાં લોલમલોલ અને બેદરકારી દાખવનારા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ લાલ આંખ કરી છે. શહેરના નવા રિંગરોડ પર કટારીયા ચોકડી નજીક અંદાજે રૂ. 40 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા ત્રણ નાના બ્રિજના કામમાં ગંભીર ગેરરીતિ અને એલાઇનમેન્ટની ખામીઓ સામે આવતાં કમિશનરે સપાટો બોલાવ્યો છે.રાજકોટમાં 40 કરોડના બ્રિજના કામમાં ક્ષતિઓ ખુલ્લીમનપા કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પ્રજાના નાણાંથી બનતા બ્રિજના કામમાં કોઈ પણ પ્રકારની નાની બેદરકારી કે ક્ષતિ ચલાવી લેવામાં આવશે નહીં. તંત્ર દ્વારા બ્રિજના નિર્માણકાર્યમાં ક્ષતિઓ જણાતાં તાત્કાલિક ધોરણે જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.આ મામલે ત્વરિત કાર્યવાહી કરતાં કમિશનર તુષાર સુમેરાએ નાયબ ઈજનેર વિજય કારીયા અને આસિસ્ટન્ટ ઈજનેર વિશાલ વાગડીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપરવિઝનમાં બેદરકારી બદલ ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણી અને સિટી ઈજનેર કુંતેશ મહેતાને કારણદર્શક (શોકોઝ) નોટિસ ફટકારવામાં આવી છે, જેનાથી મનપા બેડામાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.વિજિલન્સ વિભાગ દ્વારા થશે ખાતાકીય તપાસબ્રિજનું નિર્માણકાર્ય ‘બેકબોન કન્સ્ટ્રક્શન’ નામના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. હવે સસ્પેન્ડ કરાયેલા ઇજનેરો સામે વિજિલન્સ વિભાગ દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે, જ્યારે કામમાં લોલમલોલ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે પણ કડક કાયદાકીય અને દંડકીય કાર્યવાહી કરવાની દિશામાં મનપા તંત્ર આગળ વધી રહ્યું છે. બ્રિજ નિર્માણમાં ક્ષતિ અને ખામીઓ મામલે મનપા કમિશનર તુષાર સુમેરાની કડક કાર્યવાહી.2 ઇજનેર સસ્પેન્ડ, ડેપ્યુટી કમિશનર અને સિટી ઇજનેરને શોકોઝ નોટિસ. કોન્ટ્રાક્ટર બેકબોન કન્સ્ટ્રક્શન અને સસ્પેન્ડેડ અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ.આ પણ વાંચો: Patan: બગવાડા દરવાજા પાસે 10 ફૂટ ઊંડા ભુવામાં એસટી બસ ફસાઈ; મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Read Full Story arrow_forward
Santrampur : પિતાનો ખૌફનાક ખેલ,  3 માસના માસૂમને કૂવામાં ફેંક્યો, કૌટુંબિક ઝઘડાનો કરુણ અંત
calendar_today September 9, 2026

Santrampur : પિતાનો ખૌફનાક ખેલ, 3 માસના માસૂમને કૂવામાં ફેંક્યો, કૌટુંબિક ઝઘડાનો કરુણ અંત

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કૌટુંબિક ઝઘડાએ હૃદયદ્રાવક વળાંક લીધો છે. ઝાલડા ગામમાં પતિ-પત્ની વચ્ચે થયેલા પારિવારિક વિવાદ બાદ પિતાએ પોતાના જ 3 માસના માસૂમ પુત્રને પાણી ભરેલા કૂવામાં ફેંકી દીધો હોવાનો આક્ષેપ છે. ઘટનામાં બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીનો માહોલ છવાયો છે.પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ અચાનક કયો વળાંક લીધો?મળતી વિગતો મુજબ ઝાલડા ગામના આશિષભાઈ બારીયાને તેમની પત્ની સાથે કોઈ પારિવારિક મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો વધુ વણસ્યો હતો. આક્ષેપ મુજબ ગુસ્સામાં આવેલા આશિષભાઈએ પોતાના 3 માસના પુત્રને પાણી ભરેલા કૂવામાં ફેંકી દીધો હતો.માસૂમના મોત બાદ માતાએ જ પતિ સામે ફરિયાદ કરીઘટના બાદ માસૂમ પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોતાના બાળક માટે ન્યાયની માંગ સાથે માતાએ સંતરામપુર પોલીસ મથકે પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે.હવે પોલીસની તપાસમાં કયા સવાલોના જવાબ મળશે?પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. કૌટુંબિક ઝઘડાની શરૂઆત કયા મુદ્દે થઈ હતી, ઘટના કઈ પરિસ્થિતિમાં બની અને સમગ્ર ઘટનાની ચોક્કસ હકીકત શું છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ઘટનાએ સંતરામપુર પંથકને હચમચાવી નાખ્યો ત્રણ મહિનાના માસૂમના મોતની આ ઘટનાએ સંતરામપુર પંથકને હચમચાવી નાખ્યો છે. પરિવારના આંતરિક વિવાદે નિર્દોષ બાળકનો જીવ લઈ લેતાં ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. આ પણ વાંચો  :    Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ

Read Full Story arrow_forward