android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ : શીતલ દેવીએ અંતિમ દિવસે ગોલ્ડ પર નિશાન સાધ્યું
calendar_today September 9, 2026

Ahmedabad : વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ : શીતલ દેવીએ અંતિમ દિવસે ગોલ્ડ પર નિશાન સાધ્યું

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ સ્ટેજ-3 માં ભારતીય પેરા-આર્ચરી (તીરંદાજી) ટીમે શાનદાર પ્રદર્શન કરતા બે ગોલ્ડ અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત કુલ છ મેડલ પોતાના નામે કર્યા છે. બુધવારે રમાયેલી અંતિમ દિવસની મેચોમાં વિશ્વની નંબર વન તીરંદાજ શીતલ દેવી અને બે વખતની પેરાલિમ્પિક મેડાલિસ્ટ હરવિંદર સિંહની આગેવાનીમાં ભારતે આ ઐતિહાસિક સફ્ળતા મેળવી હતી. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવીએ પેરા કમ્પાઉન્ડ વુમેન્સ વ્યક્તિગત ઇવેન્ટમાં કઝાકિસ્તાનની આઈઝાદા સેદાન સામેની ફાઇનલમાં શૂટ-ઓફ્માં શીતલે જબરદસ્ત સંયમ જાળવીને ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું હતું. મેચની શરૂઆતમાં બંને ખેલાડીઓએ પરફેક્ટ 30 સ્કોર કર્યો હતો અને બીજા રાઉન્ડના અંતે બંને 59 ના સ્કોર પર બરાબરી પર હતા, ત્યારબાદ શીતલે નિર્ણાયક લીડ મેળવી લીધી હતી. આ ઉપરાંત શીતલે કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બીજી તરફ્, હરવિંદર સિંહ અને ભાવનાની જોડીએ પેરા રિકર્વ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં ચીનની જોડી લિયાંગ કિયુરોંગ અને ઝિયા લેઈને સીધા સેટમાં 6-0 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય જોડીએ 35-31, 36-33 અને 34-32 ના સ્કોરથી સળંગ ત્રણ સેટ જીતીને ચીનનો ક્લીન સ્વીપ કર્યો હતો. આ સુવર્ણ સફ્ળતા ઉપરાંત ભાવનાએ પેરા રિકર્વ વુમેન્સ વ્યક્તિગત ઇવેન્ટના બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફ્માં ભારતની જ રાજશ્રી રાઠોડને 6-0 થી હરાવીને વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. જ્યારે તોમન કુમારે ભારતના મેડલ ટેલીમાં વધારો કરતા બે બ્રોન્ઝ મેડલ (કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ અને પેરા કમ્પાઉન્ડ મેન્સ વ્યક્તિગત ઇવેન્ટમાં) પોતાના નામે કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : તળાવો ઇન્ટરલિંકની ગુલબાંગઃ નારોલ, ઈસનપુર અને લાંભાનાં 12 તળાવો પર દબાણો થતાં અસ્તિત્વ જોખમમાં
calendar_today September 9, 2026

Ahmedabad : તળાવો ઇન્ટરલિંકની ગુલબાંગઃ નારોલ, ઈસનપુર અને લાંભાનાં 12 તળાવો પર દબાણો થતાં અસ્તિત્વ જોખમમાં

આ વર્ષે અત્યારસુધી અમદાવાદમાં ચોમાસું નબળું રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને વહીવટીતંત્ર દ્વારા અવારનવાર ભૂગર્ભજળ સ્તર ઊંચા લાવવા તળાવો ઇન્ટરલિંક કરવાની ગુલબાંગ હાંકવામાં આવે છે. પરિસ્થિતિ એવી છે કે નારોલ, લાંભા અને ઈસનપુર વોર્ડમાં આવેલા એક ડઝનથી પણ વધુ તળાવોની વોટરબોડીની જગ્યામાં રહેણાંક મકાનો ઉપરાંત કોમર્શિયલ એકમો, ફેક્ટરી સહિતનાં બાંધકામો થઈ જવાથી નામશેષ થવાના આરે છે. નોંધપાત્ર બાબત એ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે ચંડોળા અને મોની હોટલ પાસે આવેલા તળાવની જગ્યામાં બાંધવામાં આવેલાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયાં હતાં, પરંતુ હાલમાં ફરી પાછા એ જ જગ્યામાં ગેરકાયદે બાંધકામ થઈ ગયાં હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અહીં સવાલ એ છે કે, રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને પઝેશન આપવામાં આવેલા તળાવોના વોટરબોડીમાં બંધાયેલા ગેરકાયદે બાંધકામો તોડવામાં એસ્ટેટ વિભાગ સદંતર નિષ્ફ્ળ નીવડયો છે. એક ચોંકાવનારી બાબત એ પણ છે કે ડિસેમ્બર-25માં આ તળાવોના દબાણને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્થિતિ જાહેર કરવામાં આવી હતી, તે સ્થિતિમાં વર્ષ-26ના સપ્ટેમ્બરમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.બજેટમાં આકર્ષક દરખાસ્તો શહેરીજનો સમક્ષ મૂકવી એ મ્યુનિસિપલ ભાજપની જાણે કે એક પરંપરા બની ગઈ હોય એમ ઘણાં વર્ષોથી લાગી રહ્યું છે. જેટલી ચાદર હોય એટલા જ પગ લંબાવાય' એવી કહેવતને પણ કોર્પોરેશનના પદાધિકારીઓ માનવા તૈયાર નથી. જેના માઠા પરિણામઅમદાવાદની 80 લાખથી વધુ વસ્તીને સહન કરવા પડે એ સમય હવે દૂર નથી. કેમ કે કોર્પોરેશનના અધિકારીઓના નાક તળે જ તળાવોના વોટરબોડીમાં ગેરકાયદે બાંધકામ કે દબાણ થતાં હોય કે થયેલાં હોય, એ વાતએસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર કે અધિકારીઓને ખબર ના હોય એ બાબત ગળે ઊતરે એવી નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: કુડાસણમાં નિર્માણાધીન સાઈટ પર સ્લેબ તૂટયો, 10થી વધુ મજૂરો કાટમાળમાં દટાયા
calendar_today September 9, 2026

Gandhinagar: કુડાસણમાં નિર્માણાધીન સાઈટ પર સ્લેબ તૂટયો, 10થી વધુ મજૂરો કાટમાળમાં દટાયા

ગાંધીનગર મહાપાલિકાના કુડાસણ ખાતે નવી બની રહેલી કોમર્શિયલ 'બોસકી ધ એમ્પાયર' નામની બાંધકામ સાઇટમાં આજે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં લોખંડનો સ્લેબ તૂટી પડતાં તેની નીચે મજૂરો દટાતાં તેમની ચીસોથી સમગ્ર વાતાવરણ હચમચી ઊઠયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ, કન્સ્ટ્રક્શન સાઇટ પર બે યુનિટ વચ્ચે લોખંડનો સ્લેબ ઊભો કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન આ સ્લેબ અચાનક ધડાકાભેર નીચે તૂટી પડયો હતો. જેના પ્રચંડ અવાજથી આજુબાજુમાં રહેતા લોકો પણ બહાર દોડી આવ્યા હતા. આ સ્લેબ નીચે ત્યાં કામ કરી રહેલા 10થી 15 જેટલા મજૂરો દટાયા હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે.આ ઘટનાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયરની પાંચથી વધુ ગાડીઓ તાબડતોબ સ્થળ પર દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ હટાવીને દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાનું શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી ઈજાગ્રસ્ત 8 મજૂરોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હોવાના અહેવાલ છે. આ ગંભીર દુર્ઘટનાને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward