android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vyara : વ્યારાના બાલપુરમાં સિંચાઇ વિભાગની રૂ.25.66 લાખની યોજનામાં પોલંપોલ
calendar_today September 9, 2026

Vyara : વ્યારાના બાલપુરમાં સિંચાઇ વિભાગની રૂ.25.66 લાખની યોજનામાં પોલંપોલ

વ્યારા : વ્યારાના બાલપુર ગામમાં પંચાયત સિંચાઇ વિભાગ હસ્તક વર્ષ 2025-26 માં મંજૂર થયેલી સેફ સ્ટેજ વર્ક ફોર વિલેજ ટેન્કની કામગીરીમાં હલકી ગુણવત્તાના મટીરીયલ્સનો ઉપયોગ થતા હાલમાં સંરક્ષણ દીવાલમાં તિરાડો પડતા પાણીના લીકેજ થઇ રહ્યું હોય, જળસંચયના હેતુ માટેની અંદાજીત રૂ.25.66 લાખની યોજનાની કામગીરીમાં ગેરરીતિથયાના ગંભીર આક્ષેપ સાથે તપાસની માંગણી કરવામાં આવી છે.વ્યારા તાલુકાના બાલપુર ગામમાં સરકારી તળાવના સુરક્ષા કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલ્સના ઉપયોગ અંગેના આક્ષેપ સાથે જિલ્લા પંચાયત સભ્ય દ્ધારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. પંચાયત સિંચાઇ વિભાગ હસ્તક વર્ષ 2025-26 માં મંજુર થયેલા રૂપિયા 25,66,000 ના ખર્ચે બનેલા સેફ સ્ટેજ વર્ક ફોર વિલેજ ટેન્કનું કામ પુર્ણ થયાને હજુ ગણતરીના માસ થયા છે, ત્યાં તો સુરક્ષા દીવાલમાં મોટી તિરાડો પડી ગઇ છે અને પાણીનું લીકેજ શરૂ થઇ ચુક્યું છે. રજુઆતમાં આક્ષેપ કરાયો છે કે કોન્ટ્રાકટર વિરકુમાર ચૌધરી અને જવાબદાર ઇજનેરોની મિલીભગતથી સ્ટ્રકચરલ નિયમોનું ઉલ્લંઘન કરી ઉતાવળીયું કામ પાસ કરી દેવાયું છે. જળસ્ટોરેજનો હેતુ જળવાયો નથી, સરકારી નાણાંનો દુરપયોગ થયો છે. સમગ્ર યોજનાની તપાસ વિજિલન્સ ટીમ દ્ધારા કરાવવામાં આવે તેમજ તકલાદી કામગીરી કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરી ડિપોઝિટ જપ્ત કરવા સહિતના કડક પગલાં લેવાની માંગણી સાથે જો પગલાં ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kim : કીમમાં રેલવે દ્વારા અંડરપાસ સબ-વે બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો
calendar_today September 9, 2026

Kim : કીમમાં રેલવે દ્વારા અંડરપાસ સબ-વે બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો

કીમ : કીમ રેલવે સ્ટેશન નજીક બંને દિશામાં રેલવે વિભાગ દ્વારા લોકોની અવર જવર માટે 70 મીટર લંબી અન્ડરગ્રાઉન્ડ સબવે બનાવવાની કામગીરી શરૂ કરવમાં આવી છે.કીમ રેલવેની 158 ફાટક ઉપર વર્ષો પર્યાપ્ત માંગણી બાદ આશરે ચાર વર્ષ પૂર્વે જંગી ખર્ચ કરી રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ બ્રીજની બંને દિશામાં અવર જવર માટે તંત્ર દ્વારા કોઇ આયોજન કરાયું ન હતું. તેમજ યોગ્ય પ્લાનીંગ વગર ઊંચો ફુટ ઓવરબ્રિજ બનાવી તેના બંને દિશામાં 60 - 60 લોખંડનાં પગથીયા બનાવ્યા હતા. આ પગથિયા ચઢવા સિનિયર સિટીઝન, દર્દીઓ સહિત લોકો માટે અત્યંત કપરૂ બન્યુ છે. તેમજ આ ફુટ ઓવરબ્રિજ ઉપર પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ઘણા ઉપર દિવસો સુધી વરસાદી પાણી ભરાઇ રહેતા લોકોને ગંકદીમાંથી પસાર થવુ પડે છે. જેનાંથી ત્રસ્ત લોકો બંને દિશામાં અવર જવર માટે શોર્ટકટ માર્ગ રૂપી કુલ પાંચ લાઇન પાટાની ઓળંગવા લાગ્યા અને ટૂંકા સમયગાળામાં અનેક લોકો ટ્રેનની અડફેટે આવીને મૃત્યુ પામ્યા. જેથી કીમનાં સરપંચ પ્રવિણ પટેલ સહિત આગેવાનોએ આ મામલે વડોદરા સ્થિત ડીઆરએમ અને રેલ મંત્રી સુધી ધારદાર રજૂઆત કરી હતી. આખરે રેલવે વિભાગે આ રજૂઆતને ધ્યાને લઈ કીમ પૂર્વ અને પશ્ચિમ દિશામાં લોકોની અવર જવર માટે અંદાજીત ત્રણથી ચાર મીટર પહોળી અને 70 મીટર લંબી અંડરપાસ ટનલ (સબવે) બનાવવાની કામગીરી શરૂ કરી છે. જેનાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ અને લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navapura : ધડગાંવના ગેંદા ગામમાં જુવારના પાક વચ્ચે લાખોની ગાંજાની ખેતી
calendar_today September 9, 2026

Navapura : ધડગાંવના ગેંદા ગામમાં જુવારના પાક વચ્ચે લાખોની ગાંજાની ખેતી

નંદુરબાર જિલ્લામાં આવેલા ધડગાંવ તાલુકાના ગેંદા ગામની સીમ વિસ્તારમાં જુવારના ખેતરમાં ગેરકાયદે રીતે વાવવામાં આવેલા 93 લાખ 6 હજાર રૂપિયાનો 186 કિલો ગ્રામ ગાંજાના છોડ પોલીસે જપ્ત કરી સ્થળ પરથી ખેતીના માલિકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. 8 સપ્ટેમ્બરે મંગળવારે ક્રાઈમ બ્રાંચના પી.આઈ.હેમંત પટીલને ખાનગી રાહે બાતમી મળી હતી કે નિર્મલ વનકર પાવરા (રહે. ગેંદા પોસ્ટ ચીખલી, તા. ધડગાંવ, જિ. નંદુરબાર)એ જુવારના ઊભા પાકની વચ્ચે કોઈને શંકા ન જાય તે રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. આ બાતમીના આધારે તુરંત જ એક ખાસ ટીમ બનાવીને છાપો મારીને જુવારના પાક વચ્ચેથી 93 લાખ 6 હજાર રૂપિયા કિંમતના 186 કિલો ગ્રામ ગાંજાના છોડ શોધી કાઢયા હતા. આ મામલે ખેતરના માલિક વિરુદ્ધ ધડગાંવ પોલીસ મથકના ચોપડે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward