android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan : પાલિકા દ્વારા ભૂગર્ભ યુટિલિટી લાઈનોનું ડિજિટલ મેપિંગ શરૂ
calendar_today September 9, 2026

Patan : પાલિકા દ્વારા ભૂગર્ભ યુટિલિટી લાઈનોનું ડિજિટલ મેપિંગ શરૂ

પાટણ નગરપાલિકા દ્વારા સરકારના GUDMઅર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ શહેરના રસ્તાઓ નીચેથી પસાર થતી વિવિધ ભૂગર્ભ લાઈનોની ચોક્કસ માહિતી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે એક ખાસ ટેકનોલોજી યુક્ત મશીન લાવવામાં આવ્યું છે. મશીનની મદદથી જમીન નીચે રહેલી 11 કેવીની વીજ લાઈનો, ગેસ લાઈનો, પીવાના પાણીની લાઈનો અને ટેલિફોન નેટવર્ક લાઈનોની ચોક્કસ ઓળખ કરવામાં આવી રહી છે.પાટણ શહેરમાં કે.કે. ગર્લ્સ સ્કૂલ પાસેના વિસ્તારથી આ સર્વેક્ષણ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. મશીન વડે કરવામાં આવેલા સર્વેના આધારે તમામ ભૂગર્ભ લાઈનોના ચોક્કસ માપ સાથેના ડિજિટલ નકશા તૈયાર કરવામાં આવશે. જેને નગરપાલિકાના ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ભવિષ્યમાં શહેરમાં કોઈ પણ વિકાસ કે ખોદકામના કામો હાથ ધરતી વખતે આ એક્યુરેટ મેપિંગ ખૂબ ઉપયોગી સાબિત થશે. તેનાથી ખોદકામ દરમિયાન કે અન્ય કારણોસર લાઈનો ડેમેજ થવાની અથવા તૂટવાની આર્થિક નુકસાનની સંભાવનાઓ સંપૂર્ણપણે નાબુદ થશે તેમ જાણવા મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadh : ઉપરકોટ અને જવાહરવાડી વિસ્તાર બાદ હવે દીપડાની જિ. શિક્ષણ તાલીમ ભવનમાં લટાર
calendar_today September 9, 2026

Junagadh : ઉપરકોટ અને જવાહરવાડી વિસ્તાર બાદ હવે દીપડાની જિ. શિક્ષણ તાલીમ ભવનમાં લટાર

ગિરનારના જંગલને અડીને આવેલા જૂનાગઢ શહેરમાંમાનવવસ્તી અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. જંગલમાં વિસ્તાર ઘટવાથી કે વસ્તી વધારાને કારણે સિંહ અને દીપડાઓ હવે શહેરના વિસ્તારોમાં આવી રહ્યા છે. ઐતિહાસિક ઉપરકોટ અને જવાહરવાડી વિસ્તાર બાદ હવે બિલખા રોડ પર આવેલી રેન્જ આઇ.જી. કચેરીને અડીને આવેલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના મુખ્ય દરવાજા અને ગ્રાઉન્ડમાં એક દીપડો ખુલ્લેઆમ લટાર મારી રહ્યો છે.આ તાલીમ ભવન પરિસરમાં આવેલી હોસ્ટેલમાં 100 જેટલી મહિલા તાલીમાર્થીઓ રહે છે.જૂનાગઢમાં દીપડાની અવરજવર યથાવત જોવા મળી રહી છે. તાજેતરમાં મેઘાણીનગર નજીક એક દીપડો દેખાયો હતો. ત્યાં હવે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નજીક દીપડો દીવાલ પર ચઢી જતો જોવા મળ્યો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. દરરોજ રાત્રે દીપડાની અવરજવરથી આસપાસના વિસ્તારના લોકોમાં ભય અને ફ્ફ્ડાટનો માહોલ છે. નાગરિકો સુરક્ષા વધારવા અને વનવિભાગની તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વનવિભાગે સ્થળની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : કર્ણાવતી બ્રિજ ખૂલતો નથી, સર્વિસ રોડ સુધરતો નથી
calendar_today September 9, 2026

Ahmedabad : કર્ણાવતી બ્રિજ ખૂલતો નથી, સર્વિસ રોડ સુધરતો નથી

એસ.જી. હાઈવે પર ટ્રાફિકના અવરોધ વગર બ્રિજ પર બ્રિજ બાંધવામાં આવી રહ્યા છે છતાં ટ્રાફિકની સમસ્યા જૈસે થે જેવી હાલત છે. કર્ણાવતી ક્લબ પાસે ઓવરબ્રીજનું નિર્માણ થયું પણ હજુ સુધી તેને ખોલવામાં આવ્યો નથી. નીચેનો સર્વિસ રોડ ગાડા માર્ગ બની ગયો છે. કર્ણાવતીથી ઈસ્કોન તરફનો રોડ પણ ખોલ્યો નથી. ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે રોડ ખાડામાર્ગ કહેવો વધુ ઉચિત છે. છતાં તંત્ર રગાશિયા ગાડાની માફક કામ કરે છે. જરાય ઉતાવળ નથી. લોકો દયનિય હાલતમાં છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward